________________
૫૮૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો चरित्तमायारगुणानिए तओ, अणुत्तरं संजमं पालिया णं ।। નિવાસ સંવિવાહi , લવે ટાઈ વિત્ત પુર્વ II પર I
અર્થાત –હે ! રાજન ! જે કુશીલોના માર્ગને ત્યાગ કરી ભગવાનની આજ્ઞામાં વિચરનાર હશે તે ચારિત્રના આચારગુણોથી યુક્ત હશે.
ચારિત્ર, આચાર અને ગુણ કોને કહેવાં એ અત્રે જોવાનું છે. જે વસ્તુ જે આચારનું પાલન કરવાથી પ્રાપ્ત થઈ શકે છે તે આચારનું પાલન કરવાથી જ તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ જ પ્રમાણે કઈ ચારિત્રપ્રાપ્તિનું કહે તે ભગવાન કહે છે કે, પંચવિધ આચારનું પાલન કરવાથી જ ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય; આ પાંચ પ્રકારના આચારાનું પાલન કરવાથી જ અનુત્તર ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. આવાસ કવિ : અર્થાત-જેનું આચરણ કરવામાં આવે અથવા જેને રચનાત્મક કાર્ય કહી શકાય તે આચાર કહેવાય છે. જેમકે જ્ઞાનાચાર અર્થાત જે જ્ઞાન છે તેને જ્ઞાનાચાર પ્રમાણે આચરણમાં ઉતારવું. ભલે થોડું જ જ્ઞાન હોય, પણ જેટલું જ્ઞાન હોય તે જ્ઞાન પ્રમાણે વ્યવહાર કરનાર જ્ઞાનાચારને પાલક છે–આરાધક છે. પરંતુ જેમનામાં જ્ઞાન તે ઘણું છે, કિન્તુ જ્ઞાનાચાર પ્રમાણે તેનું આચરણ કરતું નથી તેને ભગવાન આરાધક નહિ પણ વિરાધક કહે છે.
શ્રી ભગવતી સૂત્રમાં ભગવાને ત્રણ પ્રકારની આરાધના બતાવી છે. જ્ઞાનની આરાધના, દર્શનની આરાધના અને ચારિત્રની આરાધના. આ આરાધનાનાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને કનિષ્ટ એમ બીજા ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. કોઈને ભલે કનિષ્ટ જ્ઞાન હોય છતાં જે તે જ્ઞાનાનુસાર જ્ઞાનનું બહુમાન કરે તે તે જ્ઞાનને આરાધક છે, પરંતુ કેઈને ઉત્કૃષ્ટ જ્ઞાન પણ હોય છતાં જે તે જ્ઞાનાનુસાર જ્ઞાનનું બહુમાન કરતે ન હોય તે તે વિરાધક છે.
ચારિત્રમાં જ્ઞાન અને દર્શન બન્નેને સમાવેશ થઈ જાય છે. મતલબ કે, જે ચારિત્રના આચારમાં સહાયતા આપનાર જ્ઞાનાદિ ગુણોની સાથે ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે તે જ કુશીના માર્ગથી અળગો છે, તે જ મહાનિર્ગસ્થના એ મહામાર્ગ ઉપર ચાલનાર છે અને તે જ વિપુલ, ઉત્તમ અને ધ્રુવ મેક્ષસ્થાનને પહોંચાડે છે. ચારિત્રનું ફલ આ જ છે.
શ્રી. ભગવતી સૂત્રમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે, રંગ જો! લિંક ? અર્થાતહે! આર્ય! સંયમનું શું ફળ છે? આ જ પ્રમાણે તા ! ? અર્થાત- હે ! આર્ય! તપનું શું ફળ છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે,
संजमेण अज्जो! अनास्सवफलं, तवेण अज्जो! वोदानफलं । અર્થાત હે! આર્ય! સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફળ પૂર્વકર્મોને નષ્ટ કરવાં એ છે.
જ્યારે સંયમદ્વારા નવા કર્મો બંધાતાં અટકી જાય છે અને તપદ્વારા પહેલાંનાં કર્મો નષ્ટ થઈ જાય છે તે પછી મેક્ષ સિવાય બીજું બાકી શું રહે? એ દિશામાં મેક્ષ જ મળે છે અને ભગવાને પણ મુક્તિને આ જ માર્ગ પ્રરૂપે છે. આ પ્રમાણે સંયમથી મુક્તિ જ મળવી જોઈએ. પરંતુ સાધુઓ સ્વર્ગમાં પણ જાય છે તેનું શું કારણ પહેલાના શ્રાવકેએ