________________
વદી ૨]
રાજકોટ–ચાતુર્માસન [૫૭૫ નથી. તેમનું મૃત્યુ ચિન્તનીય છે કે જેમણે આત્માના કલ્યાણનાં કામ કર્યા નથી પણ અકલ્યાણનાં કામો કર્યા છે.
કહેવાનો આશય એ છે કે, જ્યારે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય છે ત્યારે શું શરીરને રાખી શકાય છે! જે નિચેતન શરીરને રાખવામાં આવે તે શરીર ગંધાવા માંડશે અને તેમાં કીડા પડી જશે. શરીરનું સડી જવું અને તેમાં કીડાનું પડવું એ જ બતાવે છે કે, આ શરીરમાં જે કંઈ હતું તે બીજો કોઈ હતું અને આ શરીર પણ તેનાથી બીજું છે; પણ લોકો શરીર-પુદ્ગલને જ આત્મા સમજી બેઠા છે એ જ મોટી ભૂલ છે. હું પુદ્ગલ છું એવી લોકેમાં શ્રદ્ધા બેસી ગઈ છે અને પછી જેવી શ્રદ્ધા હોય છે તેવું જ બની જાય છે. કહ્યું પણ છે કે –
શામળs gasો ચો ચહૂ ર ાવ ! અર્થાત–પુરુષ શ્રદ્ધામય છે. જે જેવી શ્રદ્ધા કરે છે તે તેવો જ બની જાય છે. આ જ કારણે પુરુષ આત્માના મૂળ સ્વરૂપને ભૂલી જઈ એમ માનવા લાગે છે કે, હું અસત્, અમંગલ અને અસુંદર છું. જે આત્મા પિતાના મૂળ સ્વરૂપને સમજીને પછી ભગવાન શાન્તિનાથનું સ્મરણ કરે તે શાન્ત પણ થઈ જાય અને તેની બધી ઈચ્છા પણ પૂર્ણ થઈ જાય. ભગવાનનું સ્મરણ કરવાથી કઈ પ્રકારની ઉપાધિ બાકી ન રહે.
કેઈ એમ કહે કે, “ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ કરવાથી શાંતિ મળે છે પરંતુ અનેકવાર એવું બને છે કે, ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ કરવા છતાં પણ રેગ શાન્ત થતો નથી. આવી દશામાં ભગવાન શાન્તિનાથના નામસ્મરણ કરવાથી શાંતિ મળે છે એ કથન ઉપર વિશ્વાસ કેમ બેસી શકે ? આ જ પ્રમાણે કેટલાક લોકો એમ પણ કહેશે કે, આ પ્રાર્થનામાં એમ કહેવામાં આવ્યું છે કે, ભગવાન શાન્તિનાથનું નામ જપવાથી બધી આશાઓ પૂરી થઈ જાય છે. પણ અમે નામ જપતાં જપતાં ઘરડાં થઈ ગયા છતાં અમારી આશા પૂરી ન થઈ. તે પછી ભગવાન શાન્તિનાથના નામસ્મરણથી આશા પૂરી થાય છે એ વાત ઉપર વિશ્વાસ કેમ બેસી શકે?”
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, માને કે કોઈ માણસે બીજા માણસને એમ કહ્યું કે, સાયકલકારા બે ચાર મિનિટમાં જ અહીંથી સ્ટેશને જઈ શકાય છે. જે માણસને આમ કહેવામાં આવ્યું તે માણસ સાયકલ ચલાવવી જાણ ન હતો, છતાં તે સાયકલ ઉપર બેસી ચાલવા ગયો, પણ તે નીચે પડી ગયો અને તેના હાથે તથા પગે સખ્ત ચેટ લાગી. એટલે તે પેલા માણસને કહેવા લાગ્યો કે, તમે મને ખોટું કહ્યું કે બે ચાર મિનિટમાં સાયકલદ્વારા સ્ટેશને પહોંચી શકાય છે. હવે તમે એ વિચાર કરી જુઓ કે, પેલા માણસે જે કાંઈ કહ્યું હતું તે ખોટું હતું કે ઠીક હતું તે માણસનું કહેવું તે બરાબર હતું કે, બે-ચાર મિનિટમાં અર્થાત જલદી સાયકલદ્વારા સ્ટેશને પહોંચી શકાય છે, પણ ત્યારે કે જ્યારે સાયકલ બરાબર ચલાવતાં આવડતી હોય. જે સાયકલ ઉપર ચડતાં જ આવડતું ન હોય તે સ્ટેશને પહોંચવાને બદલે હાથ–પગ ભાંગે તે એમાં આશ્ચર્યની વાત શી છે? સાયકલ તે સ્ટેશને પહોંચવાનું એક સાધન છે. આ સાધનને જે ઉપયોગ કરતાં જાણે છે તે જ સ્ટેશને જલ્દી પહોંચી શકે છે.