________________
પ૭૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો. તમારે ધન જોઈએ છે. તમારો ધનને મેહ છૂટો નથી છતાં તમને અવધિજ્ઞાન પેદા થઈ જાય તે તમે આ સંસારમાં અનેકેને સાફ કરી નાખે. આ તે એના જેવી વાત બને કે, બિલાડીને પાંખ આવી ગઈ. બિલાડીને જે પાંખ આવી જાય છે તે કોઈ પણ પક્ષીને ન છોડે. આ જ પ્રમાણે જે તમને ધનને મેહ છૂટ્યા પહેલાં જ અવધિજ્ઞાન આદિ પેદા થઈ જાય તે તમે પણ સંસારને પલટાવી દે. બિલાડીને પાંખો આવતી નથી એ જ સારું છે. પાંખ ન આવવાના કારણે જ પક્ષીઓની પણ રક્ષા થાય છે અને બિલાડી પણ ઘણું પાપથી બચી જાય છે. આ જ પ્રમાણે મેહ છૂટયા પહેલાં જ્ઞાન થતું નથી એ પણ સારું જ છે.
મતલબ કે, પૂર્ણ ચારિત્ર થયા બાદ જ પૂર્ણ જ્ઞાન પેદા થાય છે; પડેલાં થતું નથી. કઈ કેઈના વિષે એમ કહે કે, તે આધ્યાત્મજ્ઞાની છે તો તેને એમ કહેવું કે, જે આધ્યાત્મશાની હશે તેનામાં ચારિત્રપણું પણ સરસ હશે, તે ચારિત્રની અવગ ગુના કરશે નહિ.
સુદર્શન ભગવાન કહે છે કે, હે! દેવો ! તમે જે ગુણની મહિમા ગાઓ છો તે ગુણ તમારા આત્મામાં પણ છે. એ વાત સદા ખ્યાલમાં રાખે.
તમે પણ આ વાતને સમજીને આ પ્રકારના ચારિત્રને નમસ્કાર કરશે તે આ ભવમાં નહિ તે અન્ય ભવમાં એ પ્રકારનું ચારિત્ર અવશ્ય પ્રાપ્ત થશે. ગુણને સત્કાર કરે એ સારું જ છે. પણ જે ગુણેની ઘણું કરે છે તે ધૃણું કરનારમાં તે ગુણ છે. કેઈ ક્ષમાની નિંદા કરે છે, તે ક્ષમાર્શલ કહે છે કે, તે નિંદા કરનારમાં પણ સમાન ગુણ છે, જે કઈ દિવસે અવશ્ય પ્રગટ થશે. કેઈ શીલની નિદા કરે છે તે જ્ઞાનીઓ કહે છે કે એ શીલાનિંદકમાં પણ શીલ ગુણ છે. તેનામાં રહેલો તે શીલને ગુણ પણ કોઈને કોઈ દિવસે અવશ્ય પ્રગટ થશે.
એવાં અનેક ઉદાહરણે મળે છે કે જે પાપીઓએ ધર્મનોધણી નિદા કરી હોય છે તે પાપીઓ પણ ધર્માત્મા બની ગયા છે. ભગવાન પાર્શ્વનાથની સાથે કમકે કેવું વૈર વાળ્યું હતું અને કે દુર્વ્યવહાર કર્યો હતે ! પરંતુ આખરે તે કમઠ જ ભગવાન પાર્શ્વનાથના ગુણગાન કરવાથી સુધરી ગયો કે નહિ? ગોશાલાએ પણ ભગવાન મહાવીરની સાથે કે દુવ્યવહાર કર્યો હતે ! તેણે ભગવાનના બે શિષ્યોને પણ બાળી નાંખ્યા હતા અને ભગવાન ઉપર પણ તેજેશ્યા ફેંકી હતી. તે ગોશાલક માટે પણ ભગવાને કહ્યું છે કે, તે ગશાળે પણ અનેક ભવની પશ્ચાત્ મારા આત્માની સમાન બની જશે. આ પ્રમાણે જે ગુણની નિંદા કરે છે તેમનામાં પણ તે ગુણે હોય છે, જે કોઈને કોઈ દિવસે પ્રગટ થાય જ છે. જ્ઞાનીજને આ પ્રમાણે નિંદા કરનારા એથી ગભરાતા નથી, પરંતુ તેમને પોતાના સહાયક માને છે.
અભયાએ સુદર્શન મુનિને વિચલિત કરવાને ઘણે પ્રયત્ન કર્યો પણ તે શેઠ જ્યારે વિચલિત ન થયા ત્યારે તે બહુ કુદ્ધ થઈ, છતાં શેઠ તે એમ જ વિચારતા હતા કે, આ માતાતુલ્ય ક્રોધ કરતી નથી પરંતુ મારા ચારિત્રને ઉત્કૃષ્ટ બનાવે છે. આ માતા મા ચારિત્રરૂપી અગ્નિ ઉપર ઘી હોમે છે અને મારા ચારિત્રાગ્નિને સતેજ બનાવી રાખે છે. આ પ્રમાણે જ્ઞાનીજને તે અવગુણમાં પણ ગુણોનું જ દર્શન કરે છે.
ભગવાન સુદર્શને પોતાના ઉપદેશમાં કહ્યું છે કે, જે ગુણેને કારણે તમે લોકો મહિમા ગાઈ રહ્યા છે તે ગુણે તમારામાં પણ છે કારણ કે મારો અને તમારે આત્મા સમાન છે.