________________
સુદી ૧૨ ]
રાજકેટ-ચાતુર્માસ
[પ૬૭
સત્યાસત્યને નિર્ણય કરવાની ઇચ્છા તે રાખે જ. આ પ્રકારની ઈચ્છા રાખવાથી તમે બુદ્ધિહીન નહિ પણ બુદ્ધિમાન જ કહેવાશે.
અમે તમને જે કાંઈ સંભળાવીએ છીએ તે એમ સમજીને જ સંભળાવીએ છીએ કે, તમે સત્યાસત્યને નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ પ્રગટાવે. આમ છતાં કોઈ અમારું કહેવું ન સાંભળે કે ન માને તો તે તેમની ઇછો. પણ એ કારણે અમારે દુઃખ માનવું ન જોઈએ. અમને એવો પણ વિચાર થ ન જોઈએ કે, અમે તે કહીએ છીએ પણ આ લેકે તે કાંઈ સાંભળતા જ નથી. જે અમને આ પ્રકારનો વિચાર થયો તો એ પિતાના જ્ઞાનને પોતે હલકું બનાવવા જેવું છે. એટલા માટે અમારું કહેવું કઈ સાંભળતું કે માનતું નથી” એ વિચારથી અમને દુઃખ થવું ન જોઈએ પણ એ વાતને વિચાર તો અવશ્ય કરવો જોઈએ કે, આ શિક્ષા બુદ્ધિમાનને જ આપવી, બુદ્ધિહીનને નહિ. બુદ્ધિહીનને શિક્ષા આપવાથી કાંઈ લાભ થઈ શકતો નથી. ખેડુત પણ બીજ વાવતાં પહેલાં એ જોઈ લે છે કે આ ભૂમિ ઉપજાઉ છે કે નહિ ? ભલે તે ભૂમિમાં અન્ન કે વૃક્ષ ઉગેલું ન હોય છતાં તે એ તે જુએ જ છે કે, અહીં ઘાસ ઉગેલું છે કે નહિ ! જે ઘાસ ઉગેલ હોય તે તે ખેડુતને એટલી તે આશા રહે છે કે, આ ભૂમિ ઉપર વાવેલું બીજ તે નિરર્થક નહિ જાય, પણ જે ત્યાં ઘાસ પણ ઉગ્યું ન હોય તે એવી નકામી ભૂમિ ઉપર બીજ વાવીને શું લાભ થાય ? આ જ પ્રમાણે આ ધર્મશિક્ષા સંભળાવવા માટે અમારે પરિષદ્ જેવી જોઈએ કે આ પરિષદ્દ કેવી છે ! શ્રી નંદીસૂત્રમાં ત્રણ પ્રકારના શ્રોતા બતાવવામાં આવેલ છે. એક તો “જાણિયા', બીજા “અજાણિયા” અને ત્રીજા “દુહેડા” શાસ્ત્રમાં કહ્યું છે કે, જાણિયા અને અજાણિયા શ્રોતા આગળ તે ઉપદેશ આપવો પણ દુહેડા”—-અર્ધદગ્ધ શ્રોતા આગળ તે ચૂપ રહેવું એ જ સારું છે.
જાણિયા અને અજાણિયા શ્રોતા આગળ કેવો ઉપદેશ આપવો અને દહેડા-અર્ધદગ્ધ શ્રોતા આગળ કેવી રીતે ચૂપ રહેવું એ પણ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. જાણિયા શ્રોતા તે છે કે, જેઓ ડું કહેવામાં જ ઘણું સમજી જાય. જે પ્રમાણે પાણીમાં પડેલું તેલનું બિદ કેલાઈ જાય છે તે જ પ્રમાણે જે થવું સાંભળીને વધારે સમજી જાય છે તે જાણિયા શ્રોતા છે. બીજા અજાણિયા નામના શ્રોતા છે અર્થાત જેમનામાં આ પ્રકારની બુદ્ધિ હતી નથી. જાણિયા શ્રોતા તે તેઓ છે કે જેઓ થોડું ઘણું જાણે છે, અને અજાણિયા શ્રોતા તે છે કે, જેઓ કાંઈ પણ જાણતા નથી. જાણિયા શ્રોતા અને અજાણિયા શ્રોતાને કે ઉપદેશ આપે એને પણ વિચાર કરવાની જરૂર છે. જે અજાણિયા શ્રોતાઓની આગળ જ્ઞાનચર્ચાની મોટી મોટી વાત કરવામાં આવે તે એ લોકે એ વાતને કેમ સમજી શકે? એટલા માટે અજાણિયા શ્રોતાઓને એવી સરલ શિક્ષા આપવી જોઈએ કે જેથી બાળક પણ એ સરલ શિક્ષાને સમજી શકે. જાણિયા શ્રોતાઓની આગળ કોઈ તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવિામાં આવે તો તેઓ તે તર્ક કે દલીલદ્વારા નિર્ણય કરી શકે, પણ અજાણિયા શ્રોતાઓ તત્ત્વજ્ઞાનને સમજી ન શકવાને કારણે ઊલટા ગડબડમાં પડી જાય. એટલા માટે “અજાણિયા” શ્રોતા અને “જાણિયા” શ્રોતાઓની આગળ કે ઉપદેશ આપ તેને પણ ખ્યાલ રાખવાની જરૂર રહે છે. અજાણિયા પરિષ૬ની સામે એવું ચરિત્રચિત્રણ કરવું ન જોઈએ કે જેથી તેમનું પિતાનું ચરિત્ર નષ્ટ થઈ જાય અથવા તેમના ગાઉથ્ય જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી