________________
શુદી ૧૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૫૬૫
પડી જઈ પરમાત્માને ભૂલી જવા એ ઠીક નથી. એમ કરવાથી કામ પણ ચાલી શકતું નથી. તમે આ વિષે વિચાર કરશેા તે તમને સ્પષ્ટ જણાશે કે, ચૈતન્ય ઉપર ચૈતન્યના જ ઉપકાર છે અને એટલા જ માટે પરમાત્માનું સ્મરણ કરવા માટે જ્ઞાનીજનેા કહ્યા કરે છે. માટે પુદ્ગલાને બ્યાસ છેાડા અને પરમાત્માનું સ્મરણ કર। અને પરમાત્મા સાથે એવી પ્રીતિ ખાંધે કે જેમ લાભી માણસ રૂપિયા સાથે પ્રીતિ ખાંધે છે.
હવે અત્રે એક પ્રશ્ન ઉભા થાય છે કે, પરમાત્મા તે અવિકારી છે અને આપણે વિકારી છીએ. એવી દશામાં આપણે વિકારી એ અવિકારી પરમાત્માની સેવા કેવી રીતે કરી શકીએ ? મેટા માટા આચાર્યંને પણ આવા વિચાર આવ્યા છે અને તેમણે પણ કહ્યું છે કે :-- बुद्धया विनाऽपि विबुधार्चितपादपीठ ! स्तोतुं समुद्यतमतिर्विगतत्र पोऽहम् । बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥
હે ! પ્રભા ! તું જ્યાં પદાર્પણ કરે છે તે પાદપીડની ઈન્દ્ર પણ પૂજા કરે છે તેા પછી હું બુદ્ધિહીન તારી પ્રાર્થના કરવાને કેમ સમર્થ બની શકે! પણ તારી ભક્તિવશાત્ જાણે હું પાગલ થઈ ગયા હાઉ” તેમ પાગલ થઈને હું તારી પ્રાર્થીના કરવાને માટે ઉદ્યત થયા છું. કાઈ મને એમ કહે કે, તું મુદ્ધિહીન છે તેા પછી પરમાત્માની પ્રાર્થના શા માટે કરે છે ? તે। આ પ્રશ્નના જવાબમાં હું એ જ કહીશ કે, જે પ્રમાણે જલમાં પડેલા ચન્દ્રના બિંબને ખાલક પકડી શકતા નથી છતાં તેને પકડવાને પ્રયત્ન તા કરે જ છે અને પેાતાના પ્રયત્નમાં આનંદ માને છે, આ જ પ્રમાણે પરમાત્માના ગુણાનું હું પૂરીરીતે વર્ણન કરી શક્તા નથી છતાં પણ નિલજ્જ થઈને તેમના ગુણાનું વર્ણન કરવાને યથાશક્તિ પ્રયત્ન કરું છું. હું પોતાની સુદ્ધિને જુદી રાખીને બાલભાવથી પરમાત્માની પ્રાર્થના કરું છું.
આ પ્રમાણે પરમાત્માની સન્મુખ પોતાની શક્તિનેા વિચાર કરી પૂર્વાચાચી પણ પહેલાં તે અસમંજસમાં પડી ગયા હતા પણ આખરે તેઓએ જે માર્ગ પકડ્યો છે તે માર્ગને તમે પણ પકડા. આચાર્યા કહેવાના આશય એ જ છે કે, પરમાત્માની ભક્તિમાં પેાતાની પૂર્ણ શક્તિને સમર્પિત કરી દેવી. પરમાત્માની ભક્તિ કરવામાં પેાતાની અક્કલ ન દોડાવવી તથા એમ પણ વિચાર ન કરવા કે મારામાં ઓછી બુદ્ધિ છે અથવા હું વિકારી છું. આ પ્રકારના વિચાર દૂર કરી જે પ્રમાણે આચાર્યે ખાલભાવે પરમાત્માની પ્રાર્થના કરી છે તે જ પ્રમાણે તમે પણ પરમાત્માની પ્રાર્થના કરે। અને પછી જુએ કે, તેમાં કેવા આનંદ આવે છે ! આ પ્રકારની પ્રાર્થના તમે જો પંદર દિવસ જ કરી જુએ તે તમને ઘણા જ આનંદ મળશે અને એ આનંદની અનુભૂતિ તમે પોતે જ કરી શકશેા. પરમાત્માની ભક્તિ સ્વ–પ્રમાણથી જ સિદ્ધ છે. એને માટે કાઈ ખીજા પ્રમાણની આવશ્યકતા નથી. જેમ દીપકને જોવા માટે બીજા દીપકની આવશ્યકતા રહેતી નથી કારણ કે તે દીપક તે સ્વપ્રમાણથી જ સિદ્ધ છે. એટલા માટે બુદ્ધિને શાન્ત કરી અને પ્રમાદને ત્યાગ કરી, પરમાત્માની ભક્તિમાં તલ્લીન થાઓ અને પછી જુઓ કે તેમાં કેવા આનંદ આવે છે !
ભક્તિના માર્ગો ઉપર દરેક વ્યક્તિ ચાલી શકે છે. એ માર્ગે જ્વામાં ખાલક કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત, સ્ત્રી કે પુરુષ વગેરેમાંથી કાઈ ને પ્રતિબંધ નથી. જે કોઈ ચાહે તે ભક્તિના માર્ગે જઈ શકે છે અને પેાતાનું કલ્યાણ સાધી શકે છે.