________________
15 sણ
ક ક મ
ને કા
-
છે
-
તક છે કે, કેમ કે
ક
નમક કા
કા કુલ
રાક કે કાશ કે કે
કેમ
,
પપ૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
જ્યાં સુધી હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સર આદિ છે ત્યાં સુધી આત્મા અનાથ જ છે. જ્યાં સુધી આત્મા એ કામાદિથી પરાજિત થતું રહે છે ત્યાં સુધી તે નાથ નહિ પણ અનાથ જ છે. જ્યારે તે બધાને પરાજિત કરી દે ત્યારે જ તે સનાથ બની શકે. આ કામ-ક્રોધાદિ ચરે વિનવણી કે ધમકીથી જ્યારે માનતા નથી ત્યારે જ ભક્ત પરમાત્માને પ્રાર્થના કરે છે કે, “હે પ્રભે! મને મારી એટલી બધી ચિંતા નથી; જેટલી આપના બિરુદની ચિંતા છે કે, તમે મારા નાથ છો છતાં મને આ ચે હરાવી રહ્યા છે! તારી એવી કૃપા થાય કે તારા કૃપાકટાક્ષથી જ એ ચારે ભાગી જાય.”
તમે કહેશો કે, આ પ્રકારને ઉપદેશ તે સાધુઓને માટે જ હું જોઈએ. અમે તે ગૃહસ્થ છીએ. અમારી પાછળ તે અનેક ઉપાધિઓ વળગેલી છે. પરંતુ આને માટે પહેલાં જ કહી દેવામાં આવ્યું છે કે, સાધુઓના સ્થાને સંસારની ઉપાધિઓનો નિષેધ કરીને જવું જોઈએ. કદાચ તમે એમ કહે કે, અમે સંસાખી ભાવના પૂરી કરાવવા માટે તથા સંસારની ઉપાધિઓ વધારવા માટે આવીએ છીએ. તે તે તમને એમ જ કહેવું પડશે કે, એ કામની પૂર્તિ માટે સાધુઓ પાસે તમારું જવું વ્યર્થ છે. જો તમે સંસારની ભાવના લઈ સન્તસતીઓની પાસે આવી છે તે તમે સન્ત-સતીઓને અપરાધ કરે છે. સાચા સાધુ-સન્ત તે તે છે કે જેઓ સંસારની ઉપાધિઓથી મુક્ત અને આત્મભાવનાથી યુક્ત છે. આવા સાધ-સન્તાને સંસારની ભાવનામાં ઘસેડવા એ તેમને અપરાધ કરવા જેવું છે કે નહિ ? અનાથી મુનિએ એમ કહ્યું છે કે, જે હાનિ ગળું કાપનાર વૈરી પણ કરતું નથી તે હાનિ રામા. પિતાની કરે છે. તે પછી સાધુઓના આત્માને દુરાત્મા બનાવે એ તેમને અપરાધ નહિ તે બીજું શું? આમ હોવા છતાં કદાચ તમે ન માને તે અમારે સાધુઓએ તે એ વાતને વિચાર કરવું જ જોઈએ કે અમે પિતાના આત્માને દુરાત્મા કેમ બનાવીએ? ગળું કાપનાર વૈરી પણ અમારી એટલી હાનિ કરી શકતા નથી જેટલી હાનિ જ્ઞાન, દર્શન અને ચરિત્રને નષ્ટ કરનાર કુસંગ કરે છે, એટલા માટે અમારે તે એવા કુસંગથી બચવું જ જોઈએ.
હવે તમે કદાચ એમ કહેશો કે, ત્યારે અમારે શું કરવું જોઈએ ! અમારામાં જે સંસાર ભાવના છે તેને કેવી રીતે મટાડવી જોઈએ? શું એ માટે અમારે સાધુ થઈ જવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમે સાધુ ન થઈ શકે તે પણ જો તમે આધ્યાત્મિકતાને સમજી લો તે સંસારની ઉપાધિને કારણે જે વૈર વધી રહ્યું છે તથા જે ભૂલે થઈ રહી છે તે વૈર અને ભૂલે બહુ જ ઓછી થઈ જશે. તમે સંસારની ઉપાધિઓનો ત્યાગ ન પણ કરી શકે તે પણ આધ્યાત્મિકતાની સહાયતાથી તેમાં થનારી ત્રુટીઓ તે દૂર કરી દેવી જોઈએ. દામબલ કરતાં રામબલ વધારે ચડિયાતું છે. રામબલની સહાયતાથી ત્રિલોકનું બળ મળી શકે છે. આવા રામબલને સંસારની ભાવનામાં જ ગુમાવી ન દે. પણ એ રામબલને કામ-ક્રોધાદિને જીતવામાં કરે છે તેમાં કલ્યાણ છે. કવિ આનંદઘનજી કહે છે કે –
જે તુમ જીત્યા તે મુઝ જીત્યા, પુરુષ કિસે મુઝ નામ” - હે! પ્રભે ! હું આપને ભક્ત કહેવાઉં છું છતાં આપે જે કામ ક્રોધાદિ શત્રુઓને જીત્યા છે એ શત્રુઓ આપથી પરાજિત થઈ મને જ તમારા ભક્તને જ-હરાવી રહ્યા છે તો પછી હું તમારો ક્યાં રહ્યો ?