SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શુદી ૬] રાજ કેટ-ચાતુર્માસ [ પપ૧ ખાન-પાન તથા પહેરવેશમાં ઉત્તમાર્થને કેવી રીતે નષ્ટ કરી રહ્યા છીએ! એક ભાઈએ મને કહ્યું હતું કે, અહીં શાહુકાને ત્યાં વિવાહમાં ચાર-પાંચસો રૂપીયાના રેશમી કપડાં લાવવામાં આવે છે. હું એમ નથી કહેતો કે તમે લેકે ગરીબોને ભિખારી બનાવે પણ તમારી આ રૂટિને કારણે ગરીબને કેવી રીતે તણાવવું પડે છે એ જુઓ. જો તમે આ પ્રકારની રૂઢિઓને મટાડી દો તે શું ગરીબ ઉપર દયા ન થાય? આ જ પ્રમાણે વરવિકમ વિષે પણ વિચારે. મને એમ કહેવામાં આવે છે કે, અહીં કોઈ એકાદ-બે માણસે વરના પૈસા લેતા હશે પરંતુ તેમને કારણે આખા રાજકોટને બદનામ કેમ કરવામાં આવે છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, અહીં જે એક-બે ઘરમાં જ આગ લાગી હોય તે શું એમ ન કહેવાય કે, રાજકોટમાં આગ લાગી છે ! શું એમ કહેવું એ અપમાનજનક છે! આને કોઈ અપમાન માની શકે નહિ. પણ હિત જ માને. આ જ પ્રમાણે ભલે એક જ માણસ વરવિય કરતા હોય પણ એને કારણે આખા શહેરને ઉપાલંભ મળતો હોય તે તેમાં અપમાન નથી, જે કઈ વરવિક્રય જ કરતું ન હોય તે રાજકોટમાં કઈવરના પૈસા લેતું નથી એમ ન કહેવાત? બકિ રાજકેટનું ઉદાહરણ લઈ બીજે સ્થળે પણ એમ કહી શકાત કે, રાજકોટમાં, કોઈ વરવિજ્ય કરતું નથી. આ જ પ્રમાણે રેશમી કપડાં કેવી રીતે બને છે અને તે ઉત્તમાર્થને કેવી રીતે નષ્ટ કરે છે એને ઊંડે વિચાર કરી તેને પણ ત્યાગ કરે સુદર્શન ચરિત્ર –૬૧ અભયા વ્યંતરી દેવી થઈ પણ વાસ્તવમાં તેનું પતન થયું. જે કામ મનુષ્ય કરી શકે તે કામ દેવ પણ કરી શક્તા નથી; બદ્રિક દેવદેવી તે મનુષ્યના દાસ છે. દેવદેવી મનુષ્યનાં હાડકાં-ચામડાનાં દાસ નથી પણ મનુષ્યનાં ગુણોના દાસ છે. અને આ જ કારણે આઠમા દેવલોકના દેવે પણ એમ ચાહે છે કે, “અમે જ્યારે દેવલોકમાંથી ચવીએ ત્યારે શ્રાવકના ઘરમાં જન્મીએ. શ્રાવકના ઘરમાં જન્મવાથી અમને સહજ જ ધર્મની પ્રાપ્તિ થશે.” શ્રાવકને ઘેર જન્મેલાને ધર્મની પ્રાપ્તિ સહજ જ કેમ થાય છે! એ વાત પ્રત્યક્ષ જ, જણાય છે. આજે પણ કઈ શ્રાવકને ત્યાં જન્મેલાને લાખ રૂપિયા આપી. માંસ-મદિરા ખાવાનું કહેવામાં આવે તે પણ માંસ-મદિરાને ખાશે નહિ. કેઈ કુસંગમાં પડી ગયો હોય. અને તેનો આચાર વિચાર બગડી ગયો હોય તે તે વાત જુદી છે. બાકી જે શ્રાવકુ કુસંગમાં, પડ્યો નથી તે તે એવા અભક્ષ્યનો સ્પર્શ પણ નહિ કરે. તમારે રૂપિયાની અત્યાવશ્યક્તા પણ હેાય એ અવસ્થામાં તમને કોઈ હજાર રૂપિયા આપીને કીડી મારવાનું કહે તો તમે એવું પાપ કરવા માટે તૈયાર ન થાઓ. આ કુલપરંપરાને જ પ્રતાપ છે. પણ આજે આ પ્રકારની કુલપરંપરાને કુરૂઢિઓને રોગ લાગુ પડી ગયો છે. પરંતુ આઠમા દેવલોકના દેવ પણ એમ ચાહે છે કે અમે શ્રાવકના ઘેર જન્મીએ પણ જેમના ઘરમાં ધર્મ નથી એવા ચક્રવતીને ત્યાં પણ અમારો જન્મ ન થાય. જે લેકે આ મનુષ્યજન્મની મહત્તા સમજે છે તે લેકે તે મનુષ્યજન્મની પ્રશંસા કરે છે અને કોઈ એવા પણ લેકે હોય છે કે જેઓ મનુષ્યની નિંદા પણ કરે છે. આ વિષે કુરાનમાં કહ્યું છે કે, ખુદાએ ફરિસ્તાઓને મનુષ્યની બંદગી કરવાનું કહ્યું પણ એક ફરિસ્તાએ ખુદાને આ હુકમ માન્યો નહિ. તેણે ખુદાને કહ્યું કે, “અમે પાક છીએ અને ઈસાન નાપાક છે. તે ખાકમાંથી બનેલું છે. આ પ્રમાણે કહી
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy