________________
વજ્ર ૧૪ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૫૧૧
Ο
છે ? શુલીને તોડીને સિંહાસન તે કાઈ કારીગર પણ બનાવી શકે છે પણ શત્રુને મિત્ર માનવાની ભાવના કાર્ય કારીગર બનાવી શકતા નથી. એટલા માટે સુદર્શનની સભાવનાને દૃષ્ટિમાં રાખી એવા વિચાર કરેા કે, સુદશ`તે તે અપરાધીને પણુ ક્ષમા અપાવી તે હું કાઈના ઉપર ખોટું કલક તા ન ચડાવું? કેાઈ નિરપરાધીને તે ન મારું? જો મારામાં આટલી પણ સદ્દભાવના ન આવી તેા પછી સુદર્શનની કથા હમેશાં સાંભળવાથી શે। લાભ ? તમે ઉપદેશ સાંભળીને રાવા-કૂટવાની પ્રથા બંધ કરવાના ઠરાવ કર્યાં એ તે સારું જ કર્યું. એ તા લાભનું કામ થયું પણ કેવળ એટલું જ કહીને રહી ન જાએ; પણ બીજી જે કાંઈ ખરાબી હાય તેને પણ દૂર કરે. કાઈ રાગીને અનેક રોગ થયા હોય અને તેમાંથી કાઇ એક રામ શાન્ત થયેા હાય એથી ડૉકટરને એવી આશા આવે છે કે આ રાગીના બધા રાગે। મટી જશે ! આ જ પ્રમાણે રાજકાટ સંઘે એક કામ તે કર્યું પણ હવે બીજો કયા સુધાર હાથમાં લેવા તેને વિચાર કરા. આ પ્રમાણે સુધારનું કામ કરવું એ નૌકાને સુધારવા જેવું કામ છે. એક માણસ નૌકામાં બેઠેલી અમુક વ્યક્તિને જ ખચાવી રહ્યો છે અને એક માણસ તૂટી ગએલી નૌકાને સુધારી રહેલ છે. તા આ ખેમાં ક્રાણુ મેટું કહેવાય ? આ જ પ્રમાણે સામાયિક—પૌષધ વગેરે ધાર્મિક ક્રિયા પણ આત્માનું કલ્યાણ કરનારી છે પણ કેટલાંક એવાં પણ કામે છે કે જે કામા દ્વારા અનેક ગરીબ અને વિધવાએ દુઃખ પામી રહી છે તે દુઃખ મટાડી શકાય, તેમનું દુઃખ દૂર કરી શકાય. આવાં કાઈ કામેા હાથમાં લેવા જોઈ એ.
અભયા સુદર્શન ઉપર ખોટું કલંક ચડાવી તેને શૂળીની સજા અપાવી મનમાં પ્રસન્ન થતી હતી અને કહેતી હતી કે, “મારું કહ્યું ન માનનારને કેવા દંડ મળે છે! હમણાં જ તેના પ્રાણ નીકળી જશે.' આ પ્રમાણે અભયા મનમાં અભિમાન કરી રહી હતી પણ જ્યારે તેણીએ સાંભળ્યું કે, શૂળીનું સિંહાસન બની ગયું છે અને શેઠ બચી ગયા છે ત્યારે તેના મનમાં ધ્રાસકો પડયા.
પેાતાનું પાપ પેાતાને જ ખાવે છે. આ કથનાનુસાર રાણીનું પાપ રાણીને જ ખાવવા લાગ્યું. રાણી તે વખતે એમ વિચાર કરી શકતી હતી કે, જે થયું તે થયું, પણ હવે મારે આ સમયે પાપનું પ્રક્ષાલન કરી નાંખવું જોઈએ, અને દુષ્કૃત્ય માટે સુ`નની પાસે ક્ષમા માંગી લેવી જોઈ એ પણ તેના મનમાં એવી ભાવના પેદા ન થઈ. જો તે એમ કરત તા તેને કાઈ પ્રકારની હાનિ ન થાત પણ તેનું કલ્યાણ જ થાત કારણ કે સુદર્શને તેના માટે પહેલેથી જ રાજા પાસેથી અભય વચન માંગી લીધું હતું; પરંતુ તેનામાં એમ કરવાની બુદ્ધિ જ પેદા ન થઈ.
આ કથા તા ભૂતકાળની છે પરંતુ વમાનમાં તમારા વિષે પણ એ કે, તમે શું કરા છે ? લેાકેા પેાતાના પાપને દબાવી રાખે છે અને જ્યારે પાપ પ્રગટ થઈ જાય છે ત્યારે પણ પાપનું પ્રક્ષાલન કરવાની ચેષ્ટા કરતા નથી. શું આ અભયાના જેવી ભૂલ થતી નથી ? જે પેાતાના પાપને પ્રગટ થયાં પહેલાં જ પોતે નિદે છે, અને ગહે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે પણ જે પાપને છેવટ સુધી દબાવી રાખે છે તેની અવદશા કેવી થાય છે એ અભયાના ચરિત્ર ઉપરથી જીએઃ—
સુની વાત અભયા હુઈ સભયા, ગલે ફાંસ લેલા પ્રાણકા,
પાપકા યહ પરિણામ;
ગમાયા અપના નામ. ॥ ધન૦ ૧૨૪૫