________________
૪૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
રીતે સાધી શકે? પણ એ કાયર લેકને પતિત થતાં જોઈ મારે તેમની પાસેથી એવી શિક્ષા લેવી જોઈએ કે, એક અનાથતા તે એ છે કે જે અનાથતામાંથી નીકળી હું સાધુ થયો છું અને બીજી અનાથતા એ છે કે, જે અનાથતા સાધુતાથી પતિત થયા બાદ આવે છે. પ્રાર્થનામાં પણ કહ્યું છે કે –
આદર્યા પિન ન આરાધિયા તેહથી રૂલિયે હું અનંત સંસારમાં.
હે ! પ્રભો ! મેં અનેકવાર વ્રત–નિયમોને સ્વીકાર કર્યો પણ તેનું પાલન ન કર્યું હોય એવું તે ઘણીવાર બન્યું છે.
વ્રત–નિયમો વગેરેનું પાલન ન કરવું અને કેવળ વેશ ધારણ કરે છે તેના જેવું હોય છે. એને માટે અનાથી મુનિ કહે છે કે –
पोल्ले व मुट्ठी जह से असारे, अयन्तिए कूडकहावणे वा ।
राढामणी वेरुलियप्पगासे, अमहग्धए होइ हु जाणयेसु ॥ ४२ ॥
હે ! રાજન ! સાધુતા-અસાધુતા તથા સનાથ-અનાથને ભેદ હું તને સમજાવું છું. અનાથતાનું ભાન થયા બાદ સનાતાનું જ્ઞાન થવું સરલ છે. જેમકે ખોટા રત્નને ઓળખ્યા બાદ સાચા રત્નની પરીક્ષા કરવી સરલ છે તે જ પ્રમાણે અનાથતાનું ભાન થયા બાદ સનાથતાનું જ્ઞાન થવું સરલ છે. કોઈ માણસ ખાલી મુઠ્ઠી બંધ કરીને કેઈને બતાવે તે જેનાર તે એમ જ સમજશે કે એ મુઠ્ઠીમાં જરૂર કાંઈક હશે. પણ જેણે મુઠ્ઠી ખાલી બંધ કરી છે તે તે સારી રીતે જાણે છે કે, મારી મુઠ્ઠી ખાલી જ છે. આમ જાણવા છતાં પણ તે બીજાને ઠગવા માટે જાણી જોઈને ખાલી મુઠ્ઠી બંધ કરે છે. તે સારી રીતે જાણે છે કે, બીજે માણસ શું જાણશે કે આ ખાલી મુઠ્ઠીમાં કોઈ નથી ! પણ તે ખાલી મુઠ્ઠી બંધ કરનારે એમ વિચારવું જોઈએ કે, હું ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજા લેકેને ઠગી રહ્યો છું એ મારી નિર્બળતા છે.
હે! રાજન ! જે પ્રમાણે ખાલી મુદી બંધ કરી બીજાને ઠગવા એ જેમ ઢોંગી માણસનું કીમ છે તે જ પ્રમાણે વ્રત-નિયમો વગેરેનું પાલન ન કરવું અને ઉપરથી સાધુવેશ પહેરી પિતાને સાધુ તરીકે બતાવવું એ પણ ઢોંગીનું કામ છે. સાચે માણસ ખાલી મુઠ્ઠી બંધ કરીને કોઈને ઠગશે નહિ પણ તે તે સ્પષ્ટ એમ જ બતાવશે કે મારી મુઠ્ઠીમાં કાંઈ નથી. આ જ પ્રમાણે જે સાધુતાનું પાલન ન કરી શકે છતાં જો તે ઢેગી નહિ હોય તે તે સ્પષ્ટ કહી દેશે કે, મારાથી સાધુતાનું પાલન થઈ શક્યું નથી. તે ખાલી મુદી બંધ કરી લેકેને કરવાનો ઢોંગ કદાપિ કરતો નથી..
અત્રે એક પ્રશ્ન થાય છે કે, સાધુતાનું પાલન ન થવા છતાં પણ ખાલી મુદી બંધ રાખવી સારું છે કે મુદ્દીને ખેલી દેવી સારું છે ! અર્થાત સાધુતાને બહાર દેખાવ રાખવો સારું છે કે, ઉપર-બહારનો દેખાવ ન રાખવે એ સારું છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કાઈ કુવાને ઢાંકી રાખો અને લોકે એ કુવે છે એ ન જાણવાને કારણે તેમાં પડી જાય એમ થવા દેવું એ ખરાબ છે. એમ કરવાની અપેક્ષાએ તે કુવાને ખુલ્લો રાખવો એ સારું છે. એમ કરવાથી કે ભ્રમને કારણે કુવામાં પડી જશે નહિ. આ જ પ્રમાણે સાધુતાનું પાલન થતું ન હોય તે સ્પષ્ટ કહી દેવું પણ ઢોંગ ન કરવો. ભગવાને કહ્યું છે કે, લેકે અસાધુની પૂજા કરે અને તેને સાધુ માને તે વિષમકાલ છે.