________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ખીજા ભાદરવા
પડયું છે! આપણે તે પવિત્ર રહેવું છે.' આ પ્રમાણે કહી વિવેકની અવહેલના કરવી એ ઠીક નથી. એટલા માટે વ્યવહારના ઉચ્છેદ કરવા ન જોઈ એ. મનને પણ પવિત્ર રાખે। અને વ્યવહારનું પણ પાલન કરે..
મનેારમાએ બધા લેાકાના સત્કાર કર્યો. બધા લેાકેા સુદનનું ઘર જોઈ પ્રસન્ન થયા. શ્રાવકનું ઘર કેવું હેાય છે એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
‘નાણાવિયા નિજ્ઞા અમિયા પહિયા' શ્રી જ્ઞાતાસૂત્ર સુદર્શનનું ઘર પણ એવું જ હતું. લેાકા કહેવા લાગ્યા કે, આ ઘર કેવું સ્વર્ગ જેવું સુંદર છે! સુદનનું ધર ભવ્ય અને આકર્ષીક હતું, ચિત્તને શાન્તિ આપનારું હતું. લેકા કહેવા લાગ્યા કે, આ ઘરમાં શેની પવિત્ર ભાવના વધવા પામી છે અને જે ધરમાં શે જેવી વિભૂતિ પેદા થઈ છે એ ધરની માટી ! પવિત્ર છે. સ્વર્ગથી પણ આ ધર સુંદર છે.
તમારી દૃષ્ટિએ સ્વર્ગની ભૂમિ સારી છે કે રાજકાટની ભૂમિ ? કાઇ ખેડુતને એમ કહેા ૩, હીરા-માણેક જડેલાં રાજાના મહેલમાં ખીજ વાવવામાં આવે તે અન્ન પેદા થઈ શકે ખરું? અને તે બીજ વાવવા માટે રાજાના આવા સુંદર મહેલને પસંદ કરશે ખરા ? ખીજી બાજુ તેને કાળી માટીનું ખેતર આપવામાં આવે તે તે બીજ વાવવા માટે તે ખેતરને પસંદ કરશે કે નહિ તે પણ પૂછી જુએ. તે ખેડુત જવાબમાં એમ જ કહેશે કે, હું તેા એવી જગ્યા ચાહું છું કે જ્યાં જીવનને ટકાવવાની વસ્તુએ પેદા થઈ શકે.
તમને કાઈ સારા મહેલમાં રાખવામાં આવે પણ ત્યાં ખેતીથી પેદા થએલ ચીજો આપવામાં ન આવે તે શું તમારું જીવન મહેલની હવા ખાવાથી ટકી શકશે ખરું? નિહ.
૪૮૦
]
આ જ વાત સ્વંગની ભૂમિ અને અહીંની ભૂમિ વિષે સમજો. સ્વ'ની ભૂમિ ધર્મોપાન કરવા માટે ઉપયુક્ત નથી. સ્વર્ડ્ઝમાં સાધુપણું પાળી શકાતું નથી; જ્યારે અહીં સાધુપણું પાળી શકાય છે એટલા માટે સ્વર્ગની ભૂમિ કરતાં અહીંની ભૂમિ ચડીયાતી છે.
સુદર્શનનું ધર જોઈ દેવા પણ કહેવા લાગ્યા કે, અમે દેવલાકમાં જે શક્તિ જોતા નથી તે શક્તિ આ ઘરમાં જોવામાં આવે છે. અહીં રહીને ધર્મની આરાધના કરનારા એવા હાય છે કે જેમના પ્રભાવથી અમારું આસન પણ ચલાયમાન થઈ જાય છે. અમને આવા ધર્માત્મા લાકા જ ખાધ આપે છે.
આ પ્રમાણે સુદર્શન અને તેના ધરની પ્રશ'સા કરી દેવા પણ પોતપોતાના સ્થાને ગયા. ત્યારે રાજા સુદર્શનને કહેવા લાગ્યા કે, “ હે ! શેઠ ! તમે ધર્મનું નામ ઉજ્જવલ કર્યું છે. કેટલાક લોકેા ધમી' તરીકેનું નામ તા ધરાવે છે પરંતુ ધર્મનું પાલન કરતા નથી. અને એ કારણે જ લોકા ધર્મ'ની નિંદા કરે છે પણ આપ જેવાના વ્યવહાર જોઈ, કેાઈ ધમની નિંદા કરી શકતું નથી.
પેાતાને ધાર્મિક કહેવડાવીને પણ ધમનું પાલન ન કરનારા લેાકેા જ ધર્મની નિંદા કરાવે ધર્માંતે ઉન્નત બનાવવા કે અવનત બનાવવા એ વાત ધાર્મિક પુરુષોના હાથમાં રહેલી છે.
રાજા સુદર્શનને વિનંતી કરતા કહેવા લાગ્યા કે, મારી તલવારમાં જે શક્તિ નથી તે શક્તિ તમારી ભાવનામાં છે. મારી તલવાર તે વૈર બાંધે છે પણ તમારી ભાવના તો વૈરને કાપે છે. આપની દ્વારા જે વ્યિ કામની સિદ્ધિ થઈ છે તેના ઉપલક્ષ્યમાં આપવા જેવી વસ્તુ ત્રિલાકમાં પણ નથી, તે મારી પાસે એવી વસ્તુ ક્યાંથી હોય ? છતાં પણ મારી ભાવનાને આપ પૂરી કરા અને મારા માનની ખાતર હું જે ચીજ આપી શકું એવી ચીજ માંગેા.