________________
૪૭૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
બકિ મેં એક પુસ્તકમાં જોયું છે કે “અમારું ભલે બધુંય ચાલ્યું જાય પણ જે અમારી પાસે અમારું સાહિત્ય સુરક્ષિત હશે તે અમે બધુંય કરી શકીશું.” વાસ્તવમાં જે સમાજનું સાહિત્ય સારું છે તે જ સમાજ ઉન્નત બની શકે છે. એટલા માટે તમે લેકે આ કાર્યને અનુમોદન આપી સુકૃતનું ઉપાર્જન કરે. . -
આ બધી વિનંતીઓને ઉત્તર આપતાં પહેલાં મેં મારા સન્ત અને ખાસ ખાસ શ્રાવકાની સલાહ લીધી છે. બધાની સલાહ તે એવી છે કે, હજી એક વર્ષ કાઠિયાવાડમાં હું વધારે વિચરે પણ સલાહ બધાની આ હોવા છતાં મારે મારા આત્માને વિચાર કરે જ પડે છે. એટલા માટે આગામિ ચાતુર્માસ ક્યાં કરવું એ તે અત્યારે કહી જ શકું નહિ પણ એક વર્ષ કાઠિયાવાડમાં જ વિચરીશ એમ નિશ્ચયપૂર્વક કહેવામાં પણ હજી મને વિચાર થાય છે. એટલા માટે અત્યારે તે હું એટલું જ કહું છું કે, જે મારે એક વર્ષ કે તેથી વધારે ઓછું કાઠિયાવાડમાં વધારે રહેવાનું થયું તે તે હું એ રીતિ પ્રમાણે વિહાર કરીશ અને જે જવાનું થયું તે તે પ્રમાણે વિહાર કરીશ. અત્યારે તે હું કોઈની પણ વિનંતીને નિશ્ચિત ઉત્તર આપી શકતા નથી. તમારી બધાની પ્રેમભરી વિનંતી મારા ધ્યાનમાં છે અને શેઠ લમણુદાસજીની વિનંતી પણ મારા ધ્યાનમાં છે પણ આજે હું કોઈની પણ વિનંતીને સ્પષ્ટ ઉત્તર આપી શકતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવમાં જે અવસર હશે તેમ થશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી પ સેમવાર
પ્રાર્થના અરહનાથ અવિનાશી, શિવ-સુખ લીધે; વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સી. તૂ ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય; તાત “સુદર્શન' “દેવી' માતા, તેહને નન્દ કહાય. સાહબ છે
–વિનયચંદ્રજી કુંભટ વીશી
અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે આત્મામાં કેટલી અને કેવી યોગ્યતા હોવી જોઈએ એ અત્રે જોવાનું છે. જ્યાં સુધી પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવામાં આવતી નથી ત્યાં સુધી તે પ્રાર્થના સારી પ્રાર્થના થઈ શકતી નથી એટલા માટે પરમાત્માની પ્રાર્થના યોગ્યતાપૂર્વક કરવી જોઈએ.
- યોગ્યતા વિષે આ સમુચ્ચયરૂપે વાત કરવામાં આવી છે. પરંતુ અત્રે પ્રશ્ન એ થાય છે કે, પરમાત્માની પ્રાર્થના કરવા માટે કેવી યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ અને એ યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? આ વાત વિષે હું ઘણીવાર કહી ચૂકયો છું. તમે પિતાના કામ માટે બીજાની યોગ્યતા જુઓ છો પણ પિતાની યોગ્યતા જોવામાં ભૂલ કરે છે. વાસ્તવમાં પ્રત્યેક કાર્યમાં પિતાની યોગ્યતા જેવી જોઈએ. યોગ્યતા વિના કરવામાં આવેલું કેઈપણ