________________
વદ ૨] .
રાજ કેટ–ચાતુર્માસ
[૪૫૯
જોઈએ. જે પ્રમાણે પનિહારી ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં ઘડાની રક્ષામાં જ પરેવે છે, તે જ પ્રમાણે ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં વીતરાગમાં જ પરવવું જોઈએ.
બીજું ભાવ્ય તત્ત્વ છે. તો બે પ્રકારનાં છે. એક તે “જડને ભેદ” જાણ અને બીજે ચૈતન્યને ભેદ” જાણુ. આ પ્રમાણે જ્યારે જીવ કે અછવ વિષે તત્ત્વભેદ કરે ત્યારે બીજી જગ્યાએથી ચિત્તને દૂર કરી ચિત્તને તત્ત્વવિચારણામાં એવું એકાગ્ર કરો કે ચિત્ત બીજે જાય જ નહિ. આ પ્રમાણે ઈશ્વર કે તને ભાવ્ય બનાવી ચિત્તને તેમાં પરેવવું એનું નામ જ ભાવના છે.
આ વાતને બરાબર સમજી તમે એમ વિચારો કે, ભગવાન ધર્મનાથનું ધ્યાન કેવી રીતે કરવું? એને માટે એમ વિચારે કે જે પ્રમાણે રૂપિયાનું ધ્યાન કરવામાં આવે છે તે જ પ્રમાણે ભગવાન ધર્મનાથનું ધ્યાન કરવું. તમે વ્યાપાર કરી રહ્યા છે ત્યારે બીજો કઈ બીજી જ વાત કહેવા માંડે ત્યારે તમે તેને શું કહેશે ? એમ જ કહેશે કે, એ વાત હમણાં રહેવા છે. પછી એ વાત કરજે. તે પૂછે કે એમ કેમ! તે તમે એને જવાબ એમ આપશે કે, અત્યારે વ્યાપારમાં મન ચોંટેલું છે. આ જ પ્રમાણે વ્યાપારની માફક ભગવાન ધર્મનાથનું ધ્યાન કરવું અર્થાત્ જે પ્રમાણે લેભીનું મન ધનમાં ચોંટેલું હોય છે, જુગારીનું મન જુગારમાં ચુંટેલું હેય છે અને કામીજનોનું મન સ્ત્રીઓમાં ચેટેલું હોય છે તે જ પ્રમાણે ભગવાન ધર્મનાથના ધ્યાનમાં મન ચટાડવું જોઈએ. જે પ્રમાણે લેભી, જુગારી કે કામીજનનું મન પોતપોતાના પ્રિય વિષયમાં ચોંટેલું હોય છે તે જ પ્રમાણે ભકતાએ ભગવાન ધર્મનાથના ધ્યાનમાં મનને એકાગ્ર કરવું જોઈએ. જે પ્રમાણે પનિહારી ઘડાની રક્ષા કરી શકે અને સાથે સાથે વાત પણ કરી શકે એવી ખાત્રી થતી નથી ત્યાં સુધી વાત કરતી નથી તે જ પ્રમાણે તમારી સાધના પણ હજી કાચી--અપૂર્ણ હેવાથી “હું આ કરી નાંખું–તે કરી નાખું' એવી ધમાલમાં પડે નહિ પણ મનને સ્થિર કરી ભગવાન ધર્મનાથના ધ્યાનમાં એકાગ્ર કરે. બીજી ધમાલમાં પડી જવાથી અનાથતા કેવી રીતે આવે છે ! એ જ વાત અનાથી મુનિ પણ કહી રહ્યા છે. અનાથી મુનિને અધિકાર–પ૦
અનાથી મુનિ કહે છે કે, મુનિના બે માર્ગો છે. એક સુમતિને માર્ગ અને બીજે ગુણિને માર્ગ. જો કે મુનિનું લક્ષ્ય તે ગુપ્તિ જ છે પણ સુમતિ એ લક્ષ્ય સુધી પહોંચવાનું એક સાધન છે. જે આ સાધનને છોડી દે છે તે આત્માને સાધુતાથી દૂર રાખે છે. સાચી વાત તે એ છે કે, સાધુને પિતાના લક્ષ્ય સુધી પહોંચાડનાર એ પાંચ સુમતિઓ જ છે.
સાધુએ સાધુતાનું પાલન કેવી રીતે કરવું જોઈએ એને માટે અનાથી મુનિ કહે છે કે, જે આત્માને મહાવ્રતથી દૂર રાખે છે. અને જે રસલુપતા રાખે છે તે અનાથ છે. આ
વ્યક્તિ ભિક્ષુ હોવા છતાં જન્મ-મરણથી મુક્ત થઈ શકતો નથી. ( પાંચ સુમતિ અને ત્રણ ગુણિમાં સાધુતાની સમસ્ત ક્રિયાઓને સમાવેશ થઈ જાય છે; એટલા માટે જે કઈ સાધુ ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડપાત્રનિક્ષેપણસમિતિ અને ઉચ્ચારપસવણસમિતિ–આ પાંચ સમિતિઓનું પાલન કરતા નથી તે વીરના માર્ગે જતું નથી પરંતુ અનાથતાના માર્ગે જાય છે.