________________
૪૫૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કહેતી હતી કે, મારા હૃદયની વાત એ કહી આપે તે જ મારા પતિ છે. કેટલાક લેકેએ હમની વાત કહેવાને ઢંગ પણ કર્યો છતાં પણ દમયંતીએ તેમનું કહ્યું માન્યું નહિ. તે વખતે જ નલ કુબડાનું રૂપ ધારણ કરી રસ બની આવ્યું હતું, તેણે લેકેને કહ્યું કે, જે દમયંતી મારી વાત સાંભળે તે હું તેના હૃદયની વાત કહી શકું છું. દમયંતીએ તેની વાત સાંભળવાને સ્વીકાર કર્યો ત્યારે નલે દમયંતીના હૃદયની વાત કહી આપી. દમયંતીએ તે જ વખતે નલને હાથ પકડી કહ્યું કે, હવે આપ ક્યાં જશે ? નલ કહેવા લાગ્યો કે, હું નલ નથી. હું તો કુબડા છે અને નલ તે સુંદર છે. દમયંતીએ કહ્યું કે, ગમે તે હે પરંતુ હવે તમે છટકી શકે એમ નથી. મારે પુનર્વિવાહ કરવો ન હતો પણ મારે તે મારા પતિને શોધવા હતા. આખરે નલને પિતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરવું જ પડયું. આ પ્રમાણે દમયંતીએ પોતાના પતિને માટે ઈન્દ્રને પણ ઠેકર મારી, પણ તેમને સ્વીકાર ન કર્યો.”
- સુદર્શન કહે છે કે, “મારા પ્રભુ મારા હૃદયમાં હતા તે મેં સંસારની પણ પરવા ન કરી. હું આ રાજાની પ્રજામાં એક છું. જ્યારે રાજાએ જ મને ઉચ્ચ આસન આપ્યું છે તે પછી હું હૃદયની વાત ન કહેતાં બહારની વાત કેવી રીતે કહી શકું ? હું તે હૃદયની જે વાત કહીશ.” આ સત્ય વાત કહેનાર વક્તા દુર્લભ છે અને શ્રોતા પણ દુર્લભ છે. પણ જે સાચા મહાનુભાવ છે તેઓ તે સત્ય વાતને કહે છે પછી ભલે તે સત્ય વાતને કોઈ સાંભળે કે ન સાંભળે ! “ - સુદર્શન કહે છે કે, “કોએ મને એમ પણ કહ્યું હતું કે, “ન બેલવાથી તમારી બદનામી થશે અને બેલવાથી રાણીને દંડ મળશે અને તમને કાંઈ નહિ થાય.” લેખકોએ આમ કહ્યું છતાં હું કાંઈ બોલ્યા નહિ કારણકે રાણીની વિરુદ્ધ બોલવા માટે મારું હૃદય ને પાડતું હતું. ”
ચાતક તરસથી પીડાતા હોય ત્યારે કોઈ તેને એમ કહે કે, સરોવર પાણીથી ભરેલાં છે તો પછી શા માટે તરસથી પીડાય છે ? પાણી કેમ પી લેતું નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં ચાતક કહેશે કે, આકાશમાંથી પડેલા એક જલબિંદુને ઝીલવામાં હું પ્રસન્નતા અનુભવીશ પરંતુ સરેવરનું પાણી પી નહિ શકું; કારણ કે, મારા હૃદયની મિત્રતા આકાશના એ જલબિંદુ સાથે જ છે.
ભકત કહે છે કે, ભલે હજારે યુનીવર્સીટીઓ હોય પણ અમારા જેવા મસ્તાનના ઉસ્તાદ તે બીજા જ છે.
સુદર્શન કહે છે કે, “મારા અનેક હિતચિંતકોએ મને બોલવાનું ઘણું કહ્યું અને હું બોલ્યો નહિ તેથી એ લોકો નારાજ પણ બહુ થયા અને કહેવા લાગ્યા કે, અમે આટઆટલું કહીએ છીએ છતાં માનતા નથી અને એ રીતે તમે અમારું અપમાન કરી રહ્યા છો પણ વાસ્તવમાં હું તેમનું અપમાન કરતા ન હતા, પરંતુ હૃદયના મિત્રની વાતને કાર્યમાં મૂકી રહ્યું હતું.”
સીતાને સમજાવવામાં અને ધમકાવવામાં કોઈ પ્રકારની ખામી રાખવામાં આવી ન હતી. સીતાને તે ત્યાંસુધી કહેવામાં આવ્યું હતું કે, રામ લક્ષ્મણ તે વનમાં વિચરનારા ભીલ છે અને રાવણ તે સેનાની લંકાના સ્વામી છે. છતાં પણ શું સીતા પ્રલેભનમાં પડી હતી ?