SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સુદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ [૪૪૭ દેવને હું મારો ઉપકારી જ માનું, તે જ હું સાચે ભક્ત છું અને ત્યારે જ મને પરમાત્માની ભક્તિને બરાબર અભ્યાસ છે એવી મને ખાત્રી થાય. ” આજે તમારી ભાવના પરમાત્માની પ્રાર્થના વિષે ઘણી નબળી બની રહી છે. અને એ જ કારણે પરમાત્માની પ્રાર્થના માટે તમને કષ્ટ સહન કરવું મુશ્કેલ જણાય છે. પરંતુ શું તમને એ ખબર નથી કે દશ-બાર રૂપિયાના પગારદાર સિપાઈઓ પણ રાજાને માટે પોતાનું માથું આપવા તૈયાર થઈ જાય છે ? જ્યારે સિપાઈઓ પણ પિતાના રાજાને માટે આટલું આત્મસમર્પણ કરી શકે છે, તે પછી શું તમે લેકે એ સિપાઈઓથી પણ ઊતરતા છો ? અને પરમાત્મા કાઈ રાજાથી પણ હલકા છે કે તેમને માટે કષ્ટ સહ્યું ન જાય ? યુદ્ધની રણભેરીને અવાજ કાને પડતાં વીર સિપાઈઓ તે આગળ કૂચકદમ કરે છે ! પાછળ પડતા નથી. આ જ પ્રમાણે માથે ગમે તેટલાં કષ્ટ આવી પડે છતાં ભાવના તો પરમાત્માની તરફ જ વધે અને આખો સંસાર લીલામય જણાય તે સમજવું કે અમે પરમાત્માના સાચા ભક્ત છીએ. ભલે પ્રાણ પણ જોખમમાં આવી પડે છતાં તે વખતે પણ પરમાત્માની જ ભાવના ભાવવી જોઈએ. ભગવાને કહ્યું છે કે, “હે! મુનિઓ ! તમે મરણથી પણ ન ડરે. जीवनआसमरणभयविमुक्का અર્થાત-જીવવાની તે આશા ન કરે અને મરવાને ભય પણ ન રાખે. આમ કરવાથી જ તમે સંયમનું પાલન કરી શકે છે.” ભગવાને સાધુઓ માટે આમ કહ્યું છે તે શું શ્રાવકમાં એવી દઢતા ન હોવી જોઈએ! તમારે પણ વ્રતનું પાલન કરવા માટે દઢ બનવું જ પડશે. કેઈના પ્રતિ દ્વેષ ન કરે, કાઈના ઉપર ખોટાં કલંક ન ચડાવવાં એ તે ઠીક છે, પરંતુ સત્ય ઉપર સ્થિર રહેતા જે જે કષ્ટો માથે પડે તે બધાં કષ્ટોનું સહર્ષ સ્વાગત કરવું એ ભક્તનું પહેલું કર્તવ્ય છે. આ પ્રમાણે પરમાત્માની ભક્તિ વિષે ભિન્ન ભિન્ન ભક્તોએ ભિન્ન ભિન્ન વાત કહી છે પરંતુ લક્ષ્ય તે બધાનું એક જ છે; કેવલ શબ્દોમાં જ અંતર છે એટલા માટે કેવળ શબ્દોને ન પકડતાં લક્ષ્યને પકડવું જોઈએ. લક્ષ્યને પકડી પરમાત્માની પ્રાર્થનામાં આત્માને પર તે તેમાં કલ્યાણ જ છે. અનાથી મુનિને અધિકાર–૪૯ અનાથી મુનિ રાજા શ્રેણિકને આજ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જે કેવળ શબ્દોને જ પકડી રાખે છે અને લક્ષ્યને પકડતા નથી તે નાથ બની શકતો નથી. જે લક્ષ્યને ભૂલતું નથી તે જ નાથ બની શકે છે. જો તમે સનાથ બનવા ચાહે છે, તે લક્ષ્યને હમેશાં દષ્ટિ સમક્ષ રાખો. જો તમે સનાથ બની ન શકે, તે સનાથના સેવક બની રહે તે પણ તમારો બેડો પાર થઈ જશે. જેમકે રેલ્વેના ડબાઓમાં તે પાવર હોતા નથી. પાવર તે રેલ્વેના એજનમાં હોય છે. પણ જ્યારે ડબાઓની સાંકળ એજનને જોડી દેવામાં આવે છે ત્યારે એજીનની સાથે ડબાઓ પણ મુકરર સ્થાને પહોંચી જાય છે. આ જ પ્રમાણે તમે જે પોતે સનાથ બની ન શકે, તે પછી સનાથની સાથે તમે તમારો સંબંધ જોડી
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy