________________
શારદા સરિતા
૯૩૭
હેય તે વખતે તેની કેવી પરિસ્થિતિ હોય છે? તેના કરતાં પણ ઘડપણના ઘા ઝીલવા મહાન વિષમ છે. પૂરા ઘડપણમાં ઘેરાઈ ગયા હોય, શરીરમાં ભયંકર વેદના થતી હોય તેવા સમયે કઈ કહે કે ભાઈ! ધર્મ સાંભળો. તે શું સાંભળવું ગમશે? કઈ હળુકમી આત્માને ગમે પણ તેવા આત્માઓ બહુ અલ્પ હોય છે. માટે જ્ઞાની પુરૂષ કહે છે કે ઘડપણ આવ્યું નથી ત્યાં સુધી સત્સંગ કરી લે. સત્સંગતિ મનુષ્યને મહાન બનાવે છે. સત્સંગથી મનુષ્યનું જીવન પલટાય છે. પાપીમાં પાપી આત્મા પુનિત બની જાય છે. એક વખતને વાલી લૂંટારે નારદમુનિનો સંગ થતાં લૂંટારે ફીટીને રામાયણના રચયિતા વામિકી કષિ બની ગયા. અંગુલિમાલ જે પાપાત્મા બુદ્ધ ભગવાનને ભેટે થતાં સુધરી ગયા. ચંડકૌશિક જે દષ્ટિવિષસપે પ્રભુ મહાવીરને ભેટે થતાં દેવ બની ગયે. રેજના સાત સાત જીની ઘાત કરનારે અર્જુનમાળી સુદર્શન શેઠને સંગ થતાં તેમની સાથે પ્રભુ મહાવીરની પાસે ગયો અને સંસાર ત્યાગી સંત બની છ મહિનામાં કર્મના ભકા બેલાવી દીધા. માટે સત્સંગનું સ્થાન બહુ મહત્વનું છે. સંતને સમાગમ માનવને મહાન બનાવે છે તેના ઉપર એક દષ્ટાંત આપું -
એક વખત એક ગરીબ માણસને ઘેર એક મહાત્મા આવીને ઉભા રહ્યા અને બેલ્યા-મૈયા! ભિક્ષા દે. મહાત્મા આંગણામાં ઉભા છે. આ ઘર ખૂબ ગરીબ છે. જેના ઘરમાં સૂવાનો એક ખાટલે છે. એ ખાટલાને એક પાયે ભાંગી ગયેલ છે. સૂવા માટે એક ગોદડી છે. ગોદડી પણ સાત થીગડાવાની છે. એક રોટલે ઘડીને મૂકવા માટે બીજું વાસણ પણ નથી. ઘરમાં હાંલ્લા કુસ્તી કરે છે. એવી વિષમ ગરીબાઈ છે કે જેની હદ નથી. આંગણે આવીને ઉભેલા મહાત્મા કહે છે કે મૈયા ! ભિક્ષા દે. પણ શું આપે? આ ગરીબ માણસ કહે છે, બાપુ! આજે આપે અમારું આંગણું પાલન કર્યું. આપે અમને કૃતાર્થ કર્યા. આજે અમારી ગરીબની ઝૂંપડીમાં સોનાને સૂર્ય ઉગે, પણ અમે કમભાગી છીએ. આપને ભિક્ષા આપવા માટે અમારી પાસે આ (વા) પા રોટલા સિવાય બીજું કંઈ નથી. અમે તદન ગરીબ છીએ. આ પા શેટલે લઈને આપ અમને પાવન કરે, એમ કહી ખૂબ ભાવનાપૂર્વક પા શેટલે મહાત્માના પાત્રમાં મૂકે છે.
આ ગરીબ માણસની ગરીબાઈ જોઈને મહાત્મા પૂછે છે ભાઈ તમે આટલા બધા ગરીબ છો? તમારા ઘરમાં બીજું કાંઈ નથી? ગરીબ માણસ કહે છે ના, બાપુ! ઘરમાં બીજું કાંઈ નથી. ચારે ખૂણા સરખા છે. ઘરના ખૂણુમાં પડેલા પથ્થર ઉપર મહાત્માની દષ્ટિ પડતાં પૂછે છે આ સામે પડે છે તે શેને પથ્થર છે? ત્યારે કહે છે બાપુ! આ તે ચટણી વાટવાને પથ્થર છે. અમે રેજ એનાથી ચટણી વાટી રોટલો ને ચટણ ખાઈએ છીએ. મહાત્મા કહે છે એ પથ્થર લઈને તું ગામમાં દરેક વહેપારીની દુકાને જજે. શાકભાજીવાળાની ગમે તેટલી દુકાને હેય પણ