________________
શારદા સરિતા
૯૨૯ વિગ્રહ અને ગુણચંદ્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેમાં ગુણચંદ્રની છત થઈ અને વિગ્રહ રાજા ગુણચંદ્રને કેદી બન્યા. આ સમયે પેલે વાનમંતર વિદ્યાધર આકાશમાર્ગે જતું હતું ત્યાં ગુણચંદ્રકુમાર વિજય મેળવીને તંબુમાં ગયે અને રાતના બધા ઉંધી ગયા ત્યારે વિગ્રહ રાજાના કદના બંધને કાપીને ગુણચંદ્રના તંબૂમાં મૂક્યા. એને પાછું ચઢાવી બંને વચ્ચે ફરીને યુદ્ધ કરાવ્યું. હવે તે ગુણચંદ્ર અને વિગ્રહ રાજા બંને રાજાઓ લયા. ગુણચંદ્રના બળ આગળ વિગ્રહ ટકી શકે નહિ. અંતે ગુણચંદ્ર પાસે ક્ષમા માગી તેના ચરણમાં નમી ગયે. એટલે ગુણ તેને ક્ષમા આપી. પરસ્પર એકબીજા પ્રત્યેનું વૈર શમી ગયું. બંને મિત્ર બની ગયા. પણ પેલો વાનમંતર વિદ્યાધરના શ્રેષાગ્નિથી જલવા લાગે. એને થયું કે આ તો મહા બળવાન છે. કઈ રીતે હારતું નથી. પિતાની ઈચ્છા સફળ ન થવાથી બીજે ઉપાય કર્યો.
અયોધ્યાનગરમાં જઈને એક સેનિકનું રૂપ લઈને રડતે કકળત પછાડ ખાતે રાજા પાસે આવીને ઢગલે થઈને પડી ગયું ને કહ્યું આપણું ગુણચંદ્રકુમાર સહિત આખું સૈન્ય લડાઈમાં હોમાઈ ગયું છે. હું એક જ જીવત રહ્યો અને આ દુઃખદ સમાચાર દેવા આવ્યો છું. જોતજોતામાં આખી અયોધ્યાનગરીમાં ગુણચંદ્રકુમાર વિગ્રહ રાજાના હાથે મરાય તેવી વાયકા (અફવા) ફેલાઈ ગઈ. આ સાંભળી રાજા-રાણી-રત્નાવતી બધા બેભાન થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. નેકર-ચાકરે, દાસ-દાસીઓ બધા રોકકળ કરવા લાગ્યા અને બધાને શીતળ પાણી છાંટી સ્વસ્થ કર્યા. રત્નવતી સ્વસ્થ થયા પછી કરૂણ સ્વરે વિલાપ કરતી બોલવા લાગી નાથ! તમારા વિના મારે જીવીને શું કામ છે ? તમારા વિના મારું જીવતર નકામું છે. હવે હું પણ તમારે માર્ગ સ્વીકારીશ. એમ કહી નગર બહાર ચિતા રચાવી સફેદ વસ્ત્ર પહેરી ચિતામાં પ્રવેશ કરવા જાય છે તે વખતે મૈત્રીબળ રાજા તેની પાસે આવીને કહે છે બેટા ! ગુણચંદ્રકુમાર જતાં તને જે દુઃખ થયું છે તેના કરતાં અમને ઘણું દુઃખ થયું છે. ઘડપણમાં અમે પુત્ર વિનાના થઈ ગયા છીએ, પણ આ રીતે ચિતામાં પડીને આત્મહત્યા કરવાથી આપણું ભવભવ બગડે છે. તેના કરતાં તું ધર્મમાં તારૂં મન જોડી દે. સસરાની વાત સાંભળી રહ્નવતી ચિતામાં પડીને બળી મરતી અટકી ગઈ. એ અરસામાં સુસંગતા નામના સાધ્વીજી શિષ્યા પરિવાર સાથે પધાર્યા. રાજાએ તેને સાધ્વીજીને પરિચય કરાવ્યું. સાધ્વીજીના સમાગમથી રત્નાવતી સાચી શ્રાવિકા બની ધર્મધ્યાનમાં રક્ત બની દિવસે વિતાવવા લાગી.
થોડા દિવસ બાદ ઉગતા પ્રભાતમાં ગુણચંદ્રકુમારવિગ્રહ રાજાની સાથે અયોધ્યા નગરીની બહારના ઉદ્યાનમાં આવી પહોંચે ને પિતાને ખબર આપી. મૈત્રીબળ રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે મારે પુત્ર મરણ પામ્યા છે તે કયાંથી આવે ? પણ તરત ત્યાં જઈને જોયું તે ગુણચંદ્રકુમાર અને વિગ્રહ રાજા આવ્યા છે. ખૂબ વાજતે ગાજતે નગરમાં