________________
૯૨૮
શરિદા સરિતા બંધુઓ ! સંસાર કે અસાર છે! સાંભળ્યુંને સંસારનું સ્વરૂપ કેવું છે? સંતની શેઠ ઉપર દૃષ્ટિ પડીને હસ્યા તો શેઠને પુછવા જવાનું મન થયું ને મુનિએ તેમને હસવાના કારણે સમજાવ્યા તે એને અંતિમ સમય સુધરી ગયે. જે સંત પાસે ગયા ન હતા તે એમની કેવી ગતિ થાત? માટે તમારા ઉપર સંતની નજરે ઠરે ને તમને કંઈ કહે તો તમે તેને સ્વીકાર કરજે. સંતે આત્મકલ્યાણને માર્ગ બતાવે છે. જે સંતની શિખામણ માને છે તે તરી જાય છે.
જમાવિ અણગાર કિલિવષિમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલિવષીદેવ બન્યા છે. હવે ગતમસ્વામી પ્રભુને પૂછશે કે જમાલિ અણગાર ત્યાંથી આયુષ્ય પુર્ણ કરીને કયાં જશે ને કેટલા ભવે મોક્ષે જશે? અને ભગવાન એને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે
ચરિત્ર: ચિત્રકારો અધ્યાનગરીથી ગુણચંદ્રની છબી ચીતરીને શંખપુર પહોંચી ગયા. ને રત્નાવતીને ગુણચંદ્રની છબી બતાવી. આ જોઈને રત્નવતી મુગ્ધ બની ગઈ. એટલે તેની સખીઓએ રાજમાતાને ખબર આપ્યા કે આપણા કુંવરીબાને ગુણચંદ્ર કુમારની છબી જોઇને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું છે. આ તરફ ચિત્રકારોએ પણ રાજાને કહ્યું કે ગુણચંદ્રકુમાર રનવતી માટે યોગ્ય છે અને તે પણ રત્નાવતીને છે છે એટલે સારે દિવસ નકકી કરીને ગુણચંદ્ર અને રત્નાવતીના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા
ખૂબ ઉત્સાહપૂર્વક લગ્ન કરીને ગુણચંદ્રકુમાર પાછા અયોધ્યામાં આવ્યા ને રત્નવતી સાથે સંસારના સુખ ભોગવે છે. તે સમયે વિગ્રહ નામને મહાન બળવાન રાજા અચાનક અધ્યાનગરી ઉપર ચઢી આવ્યા તેથી રાજાએ યુદ્ધની તૈયારી કરાવી. ગુણચંદ્રકુમારને ખબર પડી કે પિતાજી યુદ્ધ કરવા જાય છે એટલે દેડો આવે ને પિતાજીના ચરણમાં પડીને કહ્યું- પિતાજી! હવે હું તૈયાર થઈ ગયો છું. હવે આપ મને યુદ્ધ કરવા જવા દે. ત્યારે કહે છે બેટા! તું કદી રણસંગ્રામમાં ગયે નથી ને આ રાજા તે ખૂબ બળવાન છે માટે મને જવા દે. પણ ગુણચંદ્ર કહે છે પિતાજી! મારા ઉપર કૃપા કરી ને મને જવા દો.
વિગ્રહ ગીદડ આપ સિંહસમ, હુકમ ફરમાવેર્યો, આપ કૃપાસે વિજય કરું, જે આશીર્વાદ દિરા, પિતુ આજ્ઞામે યુદ્ધ કરના, સેના લે સ્વયં સિધાવે હાશ્રોતા
પિતાજી! વિગ્રહ રાજા ભલે ગમે તેટલે બળવાન હોય પણ આપની આગળ શિયાળ જેવો છે. હું આપને સંતાન છું મને આશીર્વાદ આપ. હું જરૂર તેને જીતીને આવીશ. ગુણચંદ્રકુમારે ખૂબ આગ્રહ કર્યો એટલે તેને યુદ્ધ કરવા માટે મોકલ્યા. ગુણચંદ્ર મેટું સૈન્ય લઈને યુદ્ધ કરવા ગયા.