________________
૯૨૪
શારદા સરિતા
છે. દ્રવ્યવિષના પ્રભાવથી જીવ એકવાર મૃત્યુનો શિકાર બને છે અને ભાવવિશ્વના પ્રભાવથી જીવને અનેક વાર જન્મ-જન્માંતરમાં મૃત્યુને શિકાર બનવું પડે છે.
સપનું ઝેર ચઢવાથી જીવ જેવી રીતે બેભાન બની જાય છે તેવી રીતે અજ્ઞાનપણાથી જીવ કૃત્ય-અકૃત્ય, સત્ય-અસત્ય, હિત-અહિત અને શુભ-અશુભના વિવેકથી રહિત બની જાય છે. આ અવિવેક જીવને અંધારામાં લઈ જાય છે અને તે અંધકારના કારણે લાંબા કાળ સુધી તેને વિવેકનો પ્રકાશ મળતું નથી. મોહનીયકર્મની પ્રબળતમ પ્રકૃતિ મિથ્યાત્વ છે. તેનું સામર્થ્ય ઘણું છે. તેના પ્રભાવથી ચેતનરૂપી રાજા રંક બની ગયું છે. મિથ્યાત્વના ગાઢ કાળા વાદળોએ આત્માના સહજ પ્રકાશમય સ્વરૂપને ઢાંકી દીધું છે. જેનું ચિત્ત મિથ્યાત્વથી ગ્રસ્ત બની ગયું છે તે મનુષ્ય હોવા છતાં પણ પશુ જેવું બની જાય છે. નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવ એ ચારે ગતિના જીવને મિથ્યાત્વ તેના પંજામાં ફસાવે છે. ચારેય ગતિમાં મિથ્યાત્વને પ્રભાવ પડે છે. નવ ગ્રેવક સુધીના દેવતાઓમાં મિથ્યાત્વને પ્રભાવ પડે છે. નવ પ્રિવકમાં રહેવાવાળા મિથ્યાત્વી દેવેની અપેક્ષાએ છઠ્ઠી નરકમાં રહેવાવાળે સમ્યકત્વી નારકી ભાગ્યશાળી છે કારણ કે તે નરકમાંથી નીકળીને સમ્યકત્વના પ્રભાવથી જલ્દી ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે. પણ નવરૈવેયકમાં રહેવાવાળે દેવતા મિથ્યાત્વના પ્રભાવથી ઉચ્ચ ગતિ પ્રાપ્ત નહિ કરતા ચતુતિમાં ભટકે છે. સમ્યકત્વ પ્રાપ્ત થતાની સાથે જીવનું સંસારપરિભ્રમણ પરિમિત થઈ જાય છે. જ્યારે મિથ્યાત્વીને પરિભ્રમણની સીમા રહેતી નથી.
જમાલિ અણગાર ભગવાનના વચનો ઉથલાવી કિલિવષી દેવમાં ફેકાઈ ગયા. કિત્વિષિ એ મિથ્યાત્વી દે છે. દેવમાં તેમનું સ્થાન નીચું છે. ચૈતમસ્વામી ભગવાનને પૂછે છે હે ભગવંત! ક્યા કર્મ કરનારે જીવ કિવિષિ દેવપણે ઉત્પન્ન થાય છે? ત્યારે ભગવાન કહે છે હે ગૌતમ ! આચાર્યનો પ્રત્યેનીક, ઉપાધ્યાયને પ્રત્યેનીક, કુલ પ્રત્યેનીક, ગણ પ્રત્યેનીક, સંઘ પ્રત્યેનીક, આચાર્ય ઉપાધ્યાયને અપયશ ફેલાવનાર, નિંદા કરનાર, અપકીર્તિ કરનાર, અશુભ અધ્યવસાયથી અને આભિનિવેસિક મિથ્યાત્વથી પોતે મિથ્યાત્વમાં પડતે અને બીજાને મિથ્યાત્વમાં પાડો, સ્વ. પરને મિથ્યાઉપદેશ કરનાર જે હોય છે તે ઘણે સમય ચારિત્રનું પાલન કરે પણ આલેચના પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરીને કઈ પણ કિવિષિ દેવામાં કિવિષિ દેવપણે ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે ત્રણ પલ્ય, ત્રણ સાગરેપમ અને તેર સાગરેપમની સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય છે.
જમાલિ અણગારના મહાવ્રતમાં કઈ દોષ ન હતું. “માને છે” આટલું વચન ઉથલાવ્યું ને હજારો લોકેની શ્રદ્ધા બદલાવી મિથ્યાત્વમાં નાંખ્યા અને અંતિમ સમયે આલેચના ન કરી એટલે પ્રભુની આજ્ઞાન વિરાધક બનીને તેર સાગરોપમના કાળ જેવી મોટામાં મોટી સ્થિતિવાળા કિલિવષી દેવ થયા.