________________
શારદા સરિતા
૨૩
પુત્રી છે. તે રત્નાવતીનું આ ચિત્ર છે. રત્નાવતી યુવાન થઈ છે એટલે રાજાએ જુદા જુદા દેશના રાજકુમારોના ચિત્રો લેવા અમને મોકલ્યા છે. આ૫ ખૂબ ગુણવાન, પરાક્રમી ને ચતુર છો એવી આપની ખ્યાતિ સાંભળીને અમે અહીં આપની પાસે આવ્યા છીએ. અમે આપના વખાણ સાંભળ્યા હતા તેના કરતાં પણ આપ અમને અધિક ગુણવાન દેખાવ છે. આ વાત કર્યા પછી ગુણચંદ્રકુમારે પોતાના હાથે ચિતરેલા ચિત્રોમાંથી એક વિદ્યાધર યુગલનું ચિત્ર ચિત્રકારને આપ્યું. ચિત્રકારોએ ચિત્ર જોઈને માથું ધુણાવ્યું ને બોલ્યા કેવું સુંદર આ ચિત્ર છે! શું આપની ચિત્રકળા છે? આમ ચિત્રકારે તેના વખાણ કરતા હતા એટલામાં બે ગાયકે ત્યાં આવ્યા ને બોલ્યા કુમાર ! અમારા આ ગાયનમાં આપને કેઈ દોષ લાગે છે? તે સાંભળીને કહે. એમ કહી ગાયકેએ ગીત ગાયું એટલે કુમારે તેના ગુણે અને દે બને બતાવ્યા. આ જોઈને ચિત્રકારો બોલ્યા- કુમાર ! અમે તો માનતા હતા કે આપ એક ચિત્રકળામાં પ્રવીણ છે પણ આપ તો બધી કળામાં નિપુણ લાગે છે ! હવે ચિત્રકાર તે ગુણચંદ્રનું ચિત્ર ચીતરીને ચાલ્યા ગયા ને ગાયકે પણ ચાલ્યા ગયા પણ ગુણચંદ્રનું ચિત્ત રત્નાવતીમાં પરવાઈ ગયું છે એટલે તેણે જાતેજ રત્નાવતીનું ચિત્ર દોર્યું. હવે તેની સાથે લગ્ન કરવા માટે તેનું મન વિહવળ બન્યું છે. ગુણચંદ્રકુમારના રત્નાવતી સાથે કેવી રીતે લગ્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૧૪ કારતક સુદ ૧૧ ને સેમવાર
તા. ૫-૧૧-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેને!
અનંતજ્ઞાની, સમતાના સાગર, કરૂણસિંધુ ભગવતે જગતના જીવને આત્મકલ્યાણને માર્ગ બતાવતાં અમૂલ્ય સંદેશ આપ્યો કે હે ભવ્ય છે ! કર્મરૂપી શત્રુઓને જીતવા માટે ક્ષમા અને સંયમ મોટામાં મોટા શસ્ત્રો છે. ક્ષમા અને સંયમના શસ્ત્રો વડે અનંત છે આ સંસારને પાર પામી ગયા છે. જેના હાથમાં ક્ષમારૂપી તલવાર અને સંયમરૂપી ઢાલ હોય છે તેને જગતમાં કઈ હરાવી શકતું નથી. પણ મોહ અને મિથ્યાત્વના અંધકારમાં અટવાયેલા જીવને સાચી દિશા સૂઝતી નથી. જેમ કોઈ માણસને સપનું ઝેર ચઢયું હોય તેને મીઠે લીંબડો ચવડાવીએ તે પણ ઝેરના પ્રભાવથી કો લીંબડે પણ તેને મીઠો લાગે છે. આ સંસારમાં વિષ બે પ્રકારના છે. એક દ્રવ્ય વિષ અને બીજું ભાવવિષ. સર્પ–વીંછી-અફીણ આદિનું ઝેર દ્રવ્યઝેર કહેવાય છે કારણ કે તે ઝેરને પ્રત્યક્ષ પ્રભાવ પુદ્દગલ ઉપર પડે છે અને મનુષ્યમાં જે મિથ્યાત્વ અજ્ઞાન છે તે ભાવવિષ છે. દ્રવ્યવિષ દ્રવ્યપ્રાણનો નાશ કરે છે ને ભાવવિષ ભાવપ્રાણનો નાશ કરે