________________
શારદા સરિતા
૮૯૫
ધન મેળવવાની ગરજ છે. આજે તો બજારની પરિસ્થિતિ એવી છે કે સંતોષી શ્રાવકને આવા બજારમાં જવાનું મન થાય નહિ. જરૂરિયાત પૂરતું ધન મેળવવાનો મનમાં ભાવ હાય. મનમાં એ પણ નકકી હોય કે આવા અનીતિવાન શેઠીયાઓની ખુશામત કરીને મારે શેઠ બનવું નથી. એને ખરેખરી ગરજ કેની હોય? અરિહંત પ્રભુની. અરિહંતની આજ્ઞામાં વર્તતા સાધુઓની, સ્વધમી ભાઈઓની. એ સંતોષી શ્રાવક વખત આવે એમ બોલતા હોય કે મારા સાચા શેઠ અરિહંત પ્રભુ છે. એ તારકદેવના સાધુઓ છે ને મારા વધમી બંધુઓ છે. આ ત્રણમાં જ મારું દિલ ઠરે છે. તમને આવા ભાવ કદી આવે છે? “ના”. શા માટે? ધનના લોભી છો માટે ને? તમને કદી આ વિચાર થાય છે? આ ધનની લાલસા અને મોહ છોડું તે કેટલી ગુલામીમાંથી છૂટું ને કેટલા પાપમાંથી બચી જાઉં! આત્માનું સુખ મેળવવું હોય તો તત્ત્વજ્ઞ બને. જેટલી તાત્વિક દષ્ટિ કેળવશે તેટલી સાત્વિકતા તમારા જીવનમાં આવશે. રત્નત્રય તત્વ વિના ત્રણ કાળમાં તરી શકવાના નથી.
એક શેઠ ખૂબ શ્રીમંત હતા. એમની પાસે કરડેની સંપત્તિ હતી. સંપત્તિ હતી તેવા શેઠ ઉદાર અને પરોપકારી પણ ખૂબ હતા. કઈ પણ ગરીબ એમના દ્વારેથી ખાલી હાથે જતા ન હતા. જેટલું ધન હતું તેનાથી પણ અધિક તેમને ધર્મ પ્રત્યે શ્રદ્ધા હતી. ધર્મના કાર્યોમાં ખૂબ રસ લેતા હતા. એટલે શેઠના સદગુણની સુવાસ ચારે તરફ ફેલાયેલી હતી. એક વખત એક સંત વિચરતા વિચરતા એમના ગામમાં પધાર્યા. ત્યારે આ શેઠ તેમજ બીજા ઘણાં માણસો તેમના દર્શન માટે આવ્યા. બીજા લોકો સંતને કહેવા લાગ્યા મહારાજ! આ શેઠ ખૂબ પવિત્ર, ધર્મિષ્ઠ અને દાનવીર છે. અમારી નગરીનું નાક છે. આ રીતે મહારાજ પાસે બીજા શ્રાવકેએ શેઠની ખૂબ પ્રશંસા કરી. પણ શેઠ તત્ત્વજ્ઞ હતા. પિતાની પ્રશંસાથી એ પુલાય તેવા ન હતા.
- શેઠે કહ્યું ગુરૂદેવ ! આ લોકો જેટલા મારા વખાણ કરે છે તેટલે હું પવિત્ર ને માલદાર નથી. ત્યારે તે સહજભાવે પૂછ્યું- શેઠ! આમ શા માટે બોલે છે ? તમારી પાસે કેડોની સંપત્તિ છે ને ચાર ચાર પુત્રો છે. નગરમાં તમારું આટલું માન છે. લોકો તમારા બે મેઢે વખાણ કરે છે. તે હવે તમારી પુન્નાઈમાં ને વૈભવમાં કયાં કચાશ છે કે તમે આમ બેલો છો ? ત્યારે શેઠે હસીને કહ્યું – ગુરૂદેવ! બાહ્યદષ્ટિથી તે લોકે મને જે કહે છે તેવો હું કેડપતિ અવશ્ય છું પણ આંતરિકદષ્ટિથી કહું તે હું ફકત વીસ હજારને માલિક છું. કારણ કે બાકીની મારી પાસે ગમે તેટલી મિલકત હોય તે બધી અહીં છોડીને જવાનું છે. ફકત શુભ કાર્યોમાં વાપરેલા વીસ હજાર રૂપિયા છે તે મારી સાથે આવનાર છે.
બીજું વ્યવહારદષ્ટિથી મારે ચાર પુત્ર છે પણ એ મને મશાન સુધી