________________
cer
શારદા સરિતા
તારા ચેતનદેવને તે પૂછ કે હે ચેતનદેવ ! તને શું ગમે છે? તારા માટે હું શું કરું ? રાજ સવારે ઇન્દ્રિઓને પૂછવાનું કે તને શું ગમે છે ? જીભ કહે કે મારે આ ખાવું છે તે તૈયાર. આંખ કહે કે મારે ફલાણું પીકચર જોવુ' છે તે આ ઇન્દ્રએને ગુલામ તૈયાર. પણ આત્માને માટે કંઇ કરવા તૈયાર નથી. ખસ. પુદ્દગલની સરખાઇ કરવામાં રચ્યાપચ્યા રહ્યો છે પણ જ્ઞાની કહે છે પુદ્દગલની સરખાઈ કરવા જતાં તારી ભરખાઇ ન થઇ જાય તેનું ધ્યાન રાખજે.
વીતરાગી સતે। ગામેગામ ફરીને એકેક જીવાને આત્માથી બનવાને ઉપદેશ આપે છે અને આખા જગતને પેાતાનું મનાવે છે. શા માટે ? એમને આત્મકલ્યાણની સાધના કરવી છે માટે. પેાતે સ્વીકારેલા સંયમમાર્ગની સાધનાના હેતુથી એ ગામેગામ વિચરે છે અને જે કેાઇ એમના પરિચયમાં આવે તેને સંયમના રંગ લગાડવાની મહેનત કરે. તમે આ જન્મમાં સાધુ ન બની શકે પણ સાધુપણું પામવાની મહેનત તે જરૂર કરે અને એ માટે સુખ પ્રત્યેના રાગ ઉપર અને દુઃખ પ્રત્યેના દ્વેષ ઉપર કાબૂ મેળવા તે તમે તમારા જીવનને ઉન્નતિના પંથે લઈ જઈ શકશે ને તમારું જીવન સત્કાર્યાની સુવાસથી મ્હેકી ઉઠશે અને મરણના ભય નહિ રહે.
કેવી સુંદર વાત જ્ઞાની આપણને સમજાવે છે! આપણે એ વીતરાગ પ્રભુના શાસનમાં જન્મ્યાં છીએ, તેા એ વીતરાગ ભગવતએ કર્યું તેવુ આપણે નથી કરી શકતા.પણ એમણે કહ્યું એમ કરવાના ઉત્સાહ તા એમના જીવનમાંથી મેળવી શકીએ ને? ભગવાનને જ્યારે જ્યારે આપણે યાદ કરીએ ત્યારે ત્યારે આપણને એમ થાય છે કે ને કે હું ભગવાન ! તારા જેવું સુખ કોઈને નથી, તારા જેવા વિરાગી કાઈ નથી, તારા જેવા ત્યાગી દુનિયામાં કોઇ નથી. છતાં આપના સેવક એવા અમે મામુલી સુખમાં લુબ્ધ બની ગયા છીએ અને એ સુખ વધારવા કેટલાની ખુશામત કરી રહ્યા છીએ! જેની પાસે સ્વાર્થ હાય તેનુ મન અને માન કેટલું સાચવીએ છીએ! કેમ આ વાત ખરાખર છે ને? ધન મેળવવા કેટલાનુ મન અને માન સાચવા છે! બધાનુ` મન સાચવ્યા કરતા એક વીતરાગનું મન સાચવે! તા તમારા ખેડા પાર થઇ જશે.
એક ન્યાય આપું. દલાલ ગમે તેટલા શ્રીમંત હાય, એની પાસેથી જેને માલ જોઈતા હાય તે એની સાથે ગમે તેટલું મીઠું વર્તન રાખતા હાય પણ એ દલાલ જયારે એના શેઠ પાસે જાય ત્યારે કેવી રીતે જાય? શેઠ પેાતાના સામુ જુવે એની રાહ જોયા કરે. શેઠ એના સામુ' જુવે ત્યાં કેવા નમ્ર બની જાય! શેઠ આનંદમાં છે કે નહિ એની પહેલાં તપાસ કરી લે અને વાત કરતાં શેઠ જરા પણ નારાજ ન થઈ જાય તેની પૂરતી કાળજી રાખે, એટલું નહિ પણ શેઠને રાજી કરવા માટે જે કંઇ કરવા જેવું લાગે તે હાંશથી કરે. માલ વેચવા માટે કેવા કેવા માણસા સાથે કેવી રીતથી વર્તે? શા માટે?