________________
શારદા સરિતા
૮૮૯ એક સેવક છું. એમ સમજીને મને આપની સેવા કરવા માટે આપની પાસે રાખો. મારા ઉપર એટલી કૃપા કરો. શિષ્યને વિનય જોઈને ગુરૂનું હૃદય પીગળી ગયું ને પોતે બેલતાં મૌન થઈ ગયા.
આમ કરતાં ઘણાં દિવસ ચાલ્યા ગયા. આ શિષ્ય ખૂબ પ્રેમથી ગુરૂની સેવા કરવા લાગે. એક દિવસ ગુરૂજી રનાન કરતા હતાં ત્યારે શિષ્ય ગુરૂનો વાંસે ચેબી ચોળીને જોતો હતો. જોતાં જોતાં શિષ્યના મુખમાંથી અચાનક એવા શબ્દ નીકળી ગયા કે મંદિર તે ઘણું સુંદર છે પણ એમાં ભગવાન દેખાતા નથી. ગુરૂએ આ શબ્દ સાંભળ્યા. એમના મનમાં થયું કે આ શિષ્ય મારા ઉપર આવા શબ્દ બોલે છે એટલે કે ધાયમાન થઈને બેલ્યા. દુષ્ટા તું મારા આશ્રમમાં રહીને મારું જ અપમાન કરે છે? બસ, હવે તું મારા આશ્રમમાં ન જોઈએ. ચાલ્યો જા અહીંથી એમ કહીને તેને આશ્રમની બહાર કાઢી મૂક્યો. તો પણ શિષ્યના મુખ ઉપર સહેજ પણ દુઃખની રેખા ન દેખાઈ. પહેલાંની જેમ પ્રસન્નવદને આશ્રમની બહાર નીકળી ગયો ને આશ્રમની બહાર બાજુમાં એક ઝુંપડી બાંધીને રહેવા લાગ્યા. પણ દિવસમાં એક વખત ગમે ત્યારે ગુરૂના દર્શન કરી જતા.
એક દિવસ રોજના નિયમ પ્રમાણે ગુરૂના દર્શન કરવા માટે આવ્યું. ત્યારે ગુરૂ તે કઈ ગ્રંથના વાંચનમાં લીન હતા. આ સમયે એક માખી ખડકીના દ્વાર ઉપર રહેલા કાચના બહારનું દશ્ય જોઈને કાચ સાથે વારંવાર તેનું માથું કૂટતી પોતે પોતાની જાતે દુઃખી થઈ રહી હતી. ક્ષણવાર શિષ્ય ગુરૂની પાછળ ઉભું રહીને બે. ઉભા રહે ને પાછળ જુઓ. ગુરૂ પોતાની પાછળ ઉભેલા શિષ્યના વચન સાંભળી આશ્ચર્ય ચકિત થઈ ગયા ને શિષ્યના શબ્દ ઉપર વિચાર કરવા લાગ્યા કે આ શિષ્ય આમ શા માટે બો હશે? ક્ષણવાર મૌન રહીને પછી શિષ્યને પૂછયું તું શા માટે ?
શિષ્ય કહે છે ગુરૂદેવ! આ માખી કાચમાંથી બહાર જવા માટે હેરાન થઈ રહી છે ને પોતાની જાતે પિતાનું માથું કાચ સાથે કૂટીને દુઃખી થઈ રહી છે. પણ એ નથી જાણતી કે અહીં મારે જવાને માર્ગ નથી. હું જયાંથી આવી છું ત્યાં મારે પાછા જવું જોઈએ. શિષ્યની વાત સાંભળીને ગુરૂજી બોલ્યા. વત્સ! હું અત્યાર સુધી લમમાં હતો કે તું આટલા વર્ષો સુધી અહીં રહીને કંઈ શીખે નહિ. પણ હવે મને સમજાય છે કે તું જે કંઈ શીખે છે ને તેં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવું જ્ઞાન અત્યાર સુધીમાં મારે એક પણ શિષ્ય પ્રાપ્ત કરી શકયો નથી. તેં આજે મને પણ સાચે માર્ગ બતાવ્યો છે.
દેવાનુપ્રિય! તમને સમજાય છે કે આ શિષ્યની વાતમાં શું રહય રહેલું છે? એ શિષ્ય એ બતાવવા માંગતો હતું કે ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરો, ગમે તેટલી સ્વાધ્યાય કરે પણ જયાં સુધી બાહ્ય પદાર્થો ઉપરથી દષ્ટિ ઉઠાવી લઈ આત્મા તરફ દષ્ટિ નહિ કરે, સ્વરૂપમાં રમણતા નહિ કરે ત્યાં સુધી કમમાંથી મુકિત