________________
શારદા સરિતા
૫૧ અને વિષયોની સામગ્રી પ્રાપ્ત કરવામાં જેટલો રસ લીધે છે તેટલે આત્મકલ્યાણ કરવામાં નથી લીધે. આ માર્ગ તે ઘણે સુંદર છે પણ જીવને અનાદિકાળથી ત્રણ પ્રકારના શલ્ય મુંઝવે છે. “માયાસલેણું, નિયાણુ સલ્લેણું, મિચ્છાદંસણુ સલેણું. આ ત્રણ પ્રકારના શલ્ય છે. તેમાં સૌથી મોટું મિથ્યાદર્શન શલ્ય છે. તેના કારણે ચતુર એ ચેતન ભાન ભૂલી ગયા છે તેથી પિતાની શક્તિનો પ્રવાહ પિતામાં વાળવાને બદલે જેમાં સુખ–શાન્તિ ને સમાધિ નથી કેવળ દુખ છે તેને મેળવવા તનતોડ મહેનત કરી રહ્યો છે. ભગવાન કહે છે કે ચેતન ! એક વાર તું નિજ ઘરને નિહાળી લે, સ્વ તરફ દષ્ટિ કરી લે કે હું કોણ છું? સુખ–શાન્તિને દેનાર મને કેણ છે? એક વખત શ્રધ્ધા થશે કે હું અક્ષયસુખનો ભંડાર છું, મારામાં શાંતિ ભરેલી છે. મને જગતમાં કઈ દુઃખ આપનાર નથી પણ મારી અવળી સમજણને કારણે મેં દુઃખ ઊભું કર્યું છે. મારા અવળા પુરુષાર્થથી હું ઉો પડે . પરમાં પડીને મેં મારું ગુમાવ્યું છે. અનંતકાળથી જડને ભિખારી બન્યો છું. અજ્ઞાનને કારણે ભીખ માંગી છે. જેને પિતાની સંપત્તિનો ખ્યાલ ન હોય તેજ ભીખ માંગને? જેને ખબર હોય કે હું આટલી સંપત્તિને સ્વામી છું તે કદી ભીખ માંગે નહિ.
એક વખત એક ગરીબ માણસ હાથમાં માટીનું પાત્ર લઈને ઘરઘરમાં ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ ભીખ માંગી રહ્યો હતો.
એક એક ટુકડે આપે માબાપ, એક એક ટુકડે આપે માબાપ, તમારે કેારે ઝાઝા રે દાણું, અમે તે ભૂખે મરીએ માબાપ
એક એક ટુકડે આપે મા બાપ, હે પુણ્યવાન ! તમારા ઘેર ઘણું છે. હું ભૂખે મરું છું. મારા ઉપર દયા કરી મને એક રોટી આપો. આમ ભીખ માંગે છે પણ કોઈ તેને બટકું રોટલો આપતું નથી. આંખમાં આંસુ આવી જાય છે. તે વખતે એક સજજન માણસ ત્યાંથી નીકળે છે. તેનાં સામું જોઈને કહે છે ભાઈ ! તું આ શું કરે છે? ત્યારે કહે કે હું ગરીબ છું. ત્રણ ત્રણ દિવસનો ભૂખ્યો છું. કમાવાની ત્રેવડ નથી. મજૂરી કરી શકું તેમ નથી એટલે ભીખ માંગું છું. ત્યારે શેઠ કહે છે ભાઈ ! તું ગરીબ નથી પણ અમીર છે. મહાન શ્રીમંત છે. તારે ભીખ માંગવાની હોય! ગરીબ માણસ કહે છે શેઠ! મારી મશ્કરી ન કરે. અમારા જેવા ગરીબની મજાક ન ઉડાવ. શેઠ કહે છે ભાઈ! હું તારી મશ્કરી નથી કરતો, સત્ય કહું છું કે તારી પાસે છે તે મારી પાસે નથી. મારી મુંબઈમાં, કલકત્તામાં, જામનગરમાં, મદ્રાસમાં બધે પેઢીઓ ચાલે છે, ધીકતો ધંધે છે અને આ રહું છું તે સાત માળની હવેલી, માલ-મિલ્કત, ને બધી સામગ્રીથી ભરેલી તને આપી દઉં તે પણ તારી પાસે જે વસ્તુ છે તેનું મૂલ્ય ચૂકવી શકું તેમ નથી. ભિખારી કહે છે...પણ મારી