SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૮ શારદા સરિતા મનુષ્યભવ ફરીફરીને તમને મળવાનો નથી માટે મોહ-માયા અને મમતાના કચરા સાફ કરી પ્રમાદની પથારી છેડી આત્મમાર્ગને પુરૂષાર્થ કરો, કારણ કે મનુષ્યનું આયુષ્ય અલ્પ છે. અલ્પ જિંદગીમાં ઘણું કામ કરવાનું છે. પ્રભુએ અંતિમ ચાતુમાસ પાવાપુરીમાં કર્યું અને અંતિમ સમયે સેળ પ્રહર સુધી અખંડ દેશના આપી. ભવ્ય જીવેએ એ વાણીને ઘૂંટડા ધરાઈ ધરાઈને પીધા. પણ ભગવાનની વાણી એવી છે કે પીનારા કદી તૃપ્ત ન થાય. પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનમાં પહેલું અધ્યયન વિનયનું છે. બીજુ પરિષહનું છે. “ચતુરંગીય નામનું ત્રીજું અધ્યયન. ચાર અંગે મળવા દુર્લભ છે, છતાં પુણ્યવાન મનુષ્યને ચારેય અંગેની પ્રાપ્તિ થઈ જાય પણ ધર્મનું આચરણ કરવામાં મનુષ્ય જરા પણ પ્રમાદ ન કરે જોઈએ તેથી “અસંખયં” નામના ચેથા અધ્યયનમાં પ્રમાદને ત્યાગ કરવા માટે પ્રભુએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. તેની સૌથી પ્રથમ ગાથામાં કેવા સુંદર ભાવ ભરેલા છે! असंखयं जावियं मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते, किण्णु विहिंसा अजया गहिन्ति ॥ આ જીવન અસંસ્કૃતિ છે એટલે ચિરસ્થાયી નથી પણ ક્ષણભંગુર છે. માટે હે આત્માઓ! તમે પ્રમાદ ન કરે. કારણ કે તૂટેલું આયુષ્ય કેઈ સાંધી શકતું નથી. તીર્થકર, ચક્રવર્તિ-ઈન્દ્ર-અળદેવ કે વાસુદેવ કોઈ આયુષ્યને સાંધી શક્યા નથી તે આપણે કેવી રીતે સાંધી શકવાના છીએ? દુનિયાની ઘણી વસ્તુ તૂટતા સાંધી શકાય છે પણ આયુષ્ય તુટતા સાંધી શકાતું નથી. ગઈ કાલે કહ્યું હતું કે ઈન્દ્રો ભગવાનને વિનંતી કરવા આવ્યા કે આપ બે ઘડી રોકાઈ જાવ તે પણ ભગવાને કહી દીધું કે એ કદી બન્યું નથી ને બનશે પણ નહિ. માટે જ્યાં સુધી આયુષ્યને દિપક જલે છે ત્યાં સુધી પ્રમાદ છોડીને ધર્મારાધના કરી લે. આજે માનવ થેડું ઘણું ધર્મધ્યાન કરે છે ત્યાં એના મનમાં એમ થઈ જાય છે કે મેં ઘણું કર્યું. પણ મહાન પુરૂષે જે કરી ગયા તેની અપેક્ષાએ તે હજુ આપણે કંઈ નથી કર્યું. મહાન પુરૂષ આખો માર્ગ પસાર કરી ગયા, જ્યારે આપણે તે હજુ ચાલવાની શરૂઆત પણ નથી કરી. તેમણે આત્મા ઉપર રહેલા કર્મોના લેપ ઉખાડીને ઝળહળતા કેવળજ્ઞાનરૂપી સૂર્યને પ્રગટ કર્યો. જ્યારે આપણા જીવનમાં હજુ અરૂણોદય પણ પ્રગટ નથી. તેઓ આત્માની પૂર્ણતાને પામી ગયા, જ્યારે આપણે તે હજુ અપૂર્ણ છીએ. આપણું મન હજુ ક્ષણિક સુખ મેળવવા માટે તલસી રહ્યું છે, જ્યારે મહાન પુરૂષે શાશ્વત સુખના ભેકતા બની ચૂકયા છે. તેઓ પર્વતની ટોચે પહોંચી ગયા છે, જ્યારે આપણે હજુ તળેટી સુધી પણ પહોંચ્યા નથી. આપણે આત્મા હજુ જન્મ-મરણના ચક્રાવામાં ઘૂમી રહયો છે, જ્યારે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy