________________
શારદા સરિતા પાથરવાની જરૂર છે. પણ એક વાત ખ્યાલમાં શખજે કે પુરૂષાર્થ પ્રકાશ વિના મળતો નથી. એક ટયુબ લાઈટ કરવા માટે બટન દબાવવું પડે છે, તે આપણે સ્વીચ દબાવવા, રૂપ પુરૂષાર્થ કરે પડશે. આપણું પરમપિતાએ કેટલે પુરૂષાર્થ કર્યો ત્યારે કેવળજ્ઞાનને દિપક પ્રગટ હતે. આપણે તેમનાથી અંશ ભાગને પણ પુરૂષાર્થ છે ! કેવળજ્ઞાન જોઈએ છે પણ પુરૂષાર્થ કર નથી, તે પ્રકાશ ક્યાંથી મળે?
" રાજાઓએ સંપૂર્ણ તપ-ત્યાગથી દિવાળી ઉજવી તે આપણે પણ તપ ત્યાગ કરી સંસારના રંગભેગને ત્યાગ તે અવશ્ય કરવો જોઈએ અને દિપક પ્રગટાવતાં વિચાર કરજે કે એમાં કેટલા ઉડતા જ પડે છેતે જીવોની હિંસા થઈ જાય છે. આપણે અહિંસાને પરધર્મ માનનારા છીએ. આવા દિપક પ્રગટાવાય નહિ. પણ જ્ઞાનના દિપક પ્રગટાવે. આજની રાત્રીએ પ્રભુ નિર્વાણ પામ્યા છે તે આપણે શું કરવું જોઈએ?
જેણે રાતે વીર પામ્યા મુકિત, કેવળ પામ્યા ગૌતમસ્વામી, જ્યારો જાપ જપે નવકારવાળી, વીર મુગતે બિરાજ્યા દિન દિવાળી.
પ્રભુ નિર્વાણ પામ્યા ને ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા. આજની રાત્રે બ્રહ્મચર્ય પાળવું, ચૌવિહાર કરે તે પહેલી રાત્રે, મધ્યરાત્રે ને પાછલી રાત્રે થઈને કુલ ૬ માળા ગણવાની હોય છે. એટલે આપણું રાત્રિ ધર્મધ્યાનથી પસાર થાય છે.
વિક્રમ રાજાના જીવનને એક પ્રસંગ પણ આજના દિવાળીના દિવસ સાથે સંકળાયેલ છે. વિક્રમ રાજાના સમયમાં ગરીબ પ્રજા શાહુકારોના ત્રાસ નીચે દબાયેલી હતી. ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે ખેડૂતોની જમીન પણ તેમણે લઈ લીધી હતી. ખેડૂતે ખૂબ મૂંઝાતા હતા. મહારાજા વિક્રમે દિવાળીના દિવસે બધાનું દેવું ચૂકવી દીધું અને પ્રજાને ઋણમુક્ત કરી વહેપારીઓના જુના પડા લઈ લીધા ત્યારે દિવાળીને દિવસ હતો. બીજે દિવસે નવું વર્ષ શરૂ થયું. ત્યારથી નવા વર્ષે ચેપડ લખવાનો રિવાજ શરૂ થઈ છે. આજે તે સાપ ગ” અને લીસોટા રહ્યા. દેવું તે પૂરું કેઈ ચુકવતું નથી, પણ નવા ચોપડા લખે છે. તમારે નવા ચોપડા લખી શારદાપૂજન કરવું હોય તે બીજું કંઈ ન કરી શકે તે ખેર ! એકાદ ગરીબનું કરજ માફ કરશે તે તમારું નવું વર્ષ સફળ બનશે.
- મહાવીર પ્રભુ અને ગૌતમસ્વામીના પગલે ચાલી જીવનમાં પવિત્રતા–પ્રમાણિકતા અહિંસા-તપ-ત્યાગને અપનાવશે તે પ્રભુ મહાવીરને નિર્વાણ દિન ઉજવ્ય સાર્થક ગણાશે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૦૫. કારતક સુદ ૧ ને શુક્રવાર
તા. ૨૬-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
ભગવાન મહાવીર સ્વામીને દિવ્ય સંદેશ છે કે હે ભવ્ય છે ! આ અમૂલ્ય