________________
૮૫૬
શારદા સરિતા જુદી જુદી રીતે ખૂબ કદર્થના કરી. છેવટે અશુચી પદાર્થોથી તેનું શરીર ખરડીને ગામ બહાર કાઢી મૂકી. ત્યાં એક ભૂખી વાઘણે તેને ફાડી ખાધી ને મરણ પામીને સત્તર સાગરેપમની સ્થિતિવાળી પાંચમી ધૂમપ્રભા નામની નરકમાં ઉત્પન્ન થઈ અને ધરણમુનિ શુદ્ધ સંયમનું પાલન કરતાં છેલ્લે પાદે પગમન સંથારો કરીને પંડિતમરણે કાળધર્મ પામી અગિયારમા આરણ નામના દેવલોકમાં ચંદ્રકાન્ત નામના વિમાનમાં એકવીશ સાગરોપમની સ્થિતિવાળા વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. હવે આ બને છે આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી આવીને ક્યાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૦૩
કાળીચૌદશ" આ વદ ૧૪ ને બુધવાર
તા. ૨૪–૧૦–૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંત વીતરાગ પ્રભુએ ભવ્ય જીવોના કલ્યાણને અર્થે આગમમય વાણીની પ્રરૂપણ કરી. આપણે જમાલિ અણગારનો અધિકાર ચાલે છે. જેને સંસારના સુખો તુચ્છ લાગે છે તે ત્યાગે છે. ચક્રવતિને કેટલો વૈભવ હોય છે ! છતાં દશ ચક્રવતિઓએ એવી રિદ્ધિ-સિદ્ધિ છેડીને દીક્ષા લીધી હતી. તમે જે સુખ મેળવવા ફાંફા મારે છે, ભૂખ-તરસ વેઠે છે તે સુખે પુણ્યવાન ને સામેથી મળતા હતાં. ચક્રવતિને નવનીધિ અને ચૌદ રત્નની પ્રાપ્તિ થાય છે. એ નવનીધિ ક્યાં રહે છે એ તમે જાણો છો? એ નવનીધિ એક પેટીમાં હોય છે. એ પેટી બાર યોજન લાંબી, નવ
જન પહેલી અને આઠ જન ઉંચી હોય છે. એને આઠ પિડા હોય છે. જ્યાં સમુદ્રની સાથે ગંગા નદી મળે છે ત્યાં એ પેટી રહે છે. જ્યારે ચક્રવર્તિ અઠ્ઠમ તપ કરી તેનું આરાધન કરે છે ત્યારે તે મહા નવનીધિની પેટી ત્યાંથી નીકળી ચક્રવર્તિના ચરણમાં આવીને ઉભી રહે છે. તેમાંથી દ્રવ્યમય વસ્તુઓ તે પ્રત્યક્ષ નીકળે છે અને કર્મરૂપ (કાર્ય કરવા રૂપ) વરતુઓને બતાવતી વિધિઓના પુસ્તકે નીકળે છે. જેને વાંચીને ઈષ્ટ અર્થની સિદ્ધિ કરી શકાય છે. આ ચૌદ રત્ન અને નવનીધિનું રક્ષણ કરવા એક હજાર દે નિયુક્ત કર્યા હોય છે. તે દેવે આ બધું કાર્ય કરે છે. તે સિવાય તેના આત્મરક્ષક દેવે તે જુદા હોય છે. જ્યારે ચક્રવર્તિ આ બધું છોડીને દીક્ષા લે છે ત્યારે એ બધા સાધનો પિતપોતાના સ્થાને ચાલ્યા જાય છે. જે આવા સુખને છેડે છે તે ચક્રવર્તિઓ મહાન સુખને પામે છે. કદાચ મેક્ષમાં ન જાય તે દેવેલેકમાં જાય છે અને ત્યાંથી અલ્પભવ કરીને મોક્ષે જાય છે અને જે ચક્રવર્તિઓ છેક સુધી આ સુખને છોડતા નથી તે નરકમાં જાય છે.