SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૮૫૫ જૈન મુનિ છે. ગામમાં જૈના ઘણાં હતા તે રાજાને કહેવા લાગ્યા કે અમારા જૈન સાધુ પરસ્ત્રી સામું જુવે નહિ ને દાગીના લૂટે નહિ. મુનિ ખૂબ પવિત્ર છે. ગમે તે કારણ બન્યું છે. આમાં કંઇક ભેદ છે. રાજાએ કાઇની વાત સાંભળી નહિ. હજારા લેકની વચમાં મુનિને ફાંસીના માંચડે લટકાવ્યા. ત્યાં ફ્રાંસી ધરતીમાં ઉતરી ગઈ ને સિંહાસન બની ગયું. સુમનવૃષ્ટિ હુઇ નભસે, સુર ગણુ એટલે જયજયકાર, માફી માંગી મહિપ આય કે, પકડ મુનિ ચાર હૈ...શ્રોતા તુમ આકાશમાંથી પુષ્પાની વૃષ્ટિ થઇ. દેવવાણી થઇ કે આ ધરણમુનિ નિર્દોષ . છે. તમે શું કરો છો ? આ સાંભળીને મહારાજા દોડતા આવ્યા ને મુનિનેવન કરી પેાતાના અપરાધની વાર ંવાર ક્ષમા માંગવા લાગ્યા તે પણ મુનિ તે મૌન ઉભા છે. આકાશવાણી સાંભળી લક્ષ્મી ધ્રુજવા લાગી. આ દુષ્ટ તે કઇ રીતે મરતા નથી. એને દેવોએ નિર્દોષ જાહેર કર્યા. હવે તે મને રાજા પકડશે ને મને ફાંસીએ ચઢાવી દેશે એટલે ભયથી ગામ છોડીને ભાગી ગઇ. આ તરફ દેવવાણી થયા પછી તરત રાજાએ લક્ષ્મીની તપાસ કરાવી. પણ કયાંય પત્તા પચે નહિ. પણ પેાલીસેાને ખબર પડી કે આ સુવદનની પત્ની છે એટલે સુવદનને રાજા પાસે પકડી લાવ્યા. સુવનને પૂછ્યું. તમારી પત્ની ક્યાં ગઈ ? તેણે આ મુનિને શા માટે આમ કર્યું? સુવન કહે છે મને આ વાતની કંઇ ખબર નથી, પણ એ ઘરમાં નથી. સુવઢને રાજાને સત્ય વાત કહી દીધી ને કહ્યું. આ મુનિ સંસારમાં હતા ત્યારે પણ એ સ્ત્રીએ એમને માથે કરવામાં ખાકી રાખી નથી, ને હું એ પાપણીના પ્રેમમાં પડેલા છું, પણ હવે મને એના પ્રત્યે પ્રેમ રહ્યા નથી. આપ મને છોડી દેશે તેા હું દીક્ષા લઈ લઈશ. એની વાત સાંભળી રાજાએ તેને છોડી મૂકયા ને સુવને દીક્ષા લીધી. મુનિના તથા જૈન ધર્મના જયજયકાર થયા. દુષ્ટ લક્ષ્મીની દુર્દશા – લક્ષ્મી તામ્રલિપ્તી નગરીથી ભાગી અને ચારેએ તેને લૂટી. ફરતી ફરતી જંગલમાં આવી. તે સમયે કુશસ્થલ સન્નિવેશના રાજાની રાણીના શરીરમાંથી લેાહી ઉડી ગયુ હતુ. એટલે કાઈ યાતિષીએ રાજાને કહ્યું કે આપણા ગામબહાર કાઈ રાક્ષસી આવી છે તે રાત્રે રાણીનું લેાહી ચૂસી જાય છે માટે એને પકડવા ગામ બહાર શાંતિ જાપ કશવેા. રાત્રે ગામમહાર શાંતિ જાપ થઇ રહ્યા છે. ત્યારે લક્ષ્મીને થયું કે કાઇ વહેપારીના સાથે આવ્યેા લાગે છે. માટે હું ત્યાં જાઉં. એમ વિચાર કરીને ત્યાં આવી તેા રાજાના માણસા ખુલ્લી તલવારે ત્યાં ફરતા હતા. લક્ષ્મીને જોઇને કહેવા લાગ્યા કે આજ રાક્ષસી છે. તરત એને પકડીને ખાંધી લીધી ને રાજાને સમાચાર માકલાવ્યા. રાજા એની પાસે આવ્યા ને ખૂબ માર માર્યા. લક્ષ્મી ખૂબ કરગરવા લાગી કે હું રાક્ષસી નથી. દુઃખીયારી સ્ત્રી છું. મને જીવતી છેડી દો. પણ એની વાત કાણુ સાંભળે? એને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy