________________
શારદા સરિતા
૮૩૩
અને મનનરૂપી ઉંચાઈ ઉપર જે ચઢે છે તે આત્માનંદને અમૃતરસ પી શકે છે. ત્યાં સુધી માનવ શરીર-મન અને ઇન્દ્રિઓની ક્ષુદ્ર વાસનાઓ નીચે દબાયેલે છે ત્યાં સુધી તે વચલા મકડા જેવો છે, કેધ-માન-માયા–મહ ને લોભમાં પડે છે તે નીચેના મકોડા જેવો છે. આ બધા દુર્ગાને છેડીને ઉચે ચઢી જાય છે તે ઉપરના મકડા જેવું છે..
બંધુઓ! તમને મકોડે કઈવાર કરડે છે? એ કેડે પગે સેંટી જાય છે ને ચટકો ભરે છે એટલે તમને તેની વેદના થાય છે. એને પગેથી ઉખેડવા પ્રયાસ કરો છો પણ પેલું લેહી ચૂસવાને એને એવો સ્વાદ આવી જાય છે કે એ છૂટતો નથી. ખૂબ પરાણે ઉખેડવા જતાં એની કેડ ભાંગી જાય છે તેમ તમને સંતે સમજાવીને સંસાર છોડવાનું કહે છે. સમજી જશે તો સારું છે, પણ છેવટ સુધી ભગ નહિ છોડે તે મકડા જેવી તમારી દશા થશે. કેડ ભાંગી જશે માટે એવી કેડ ભાંગીને પીડા ઉત્પન્ન કરવી ન હોય તે વહેલાસર ચેતી જજે.
જમાલિકુમારે ભગવાનને કહ્યું આપની આજ્ઞા હોય તે ૫૦૦ સંતેની સાથે અલગ વિચરૂં પણ ભગવાને તેની વાતને સ્વીકાર ન કર્યો. મૌન રહ્યા ત્યારે બીજી વખત એ રીતે કહ્યું ત્યારે પણ પ્રભુ મૌન રહ્યા. છેવટે ત્રીજી વખત કહ્યું તે પણ ભગવાને તેની સામું જોયું નહિ ને આજ્ઞા આપી નહિ. પહેલાંની જેમ મૌન રહ્યા. ત્રણ ત્રણ વખત ભગવાન મૌન રહ્યા ત્યારે જમાલિ અણગારે સમજી જવું જોઈએ કે ભગવાનની આજ્ઞા નથી તે મારે શા માટે જવું જોઈએ. ભગવાન મૌન રહ્યા ત્યારે શું કર્યું? “તપ છે जमालि अणगारे समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता, नमंसित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहुसालाओ चेइयाओ पडिणिक्खमइ २ ता पंचहिं अणगार सएहिं सध्धि बहिया जणवयं विहारं विहरइ।"
એણે ભગવાનના મૌનનો અર્થ કરી લીધું કે ભગવાન મૌન રહ્યા છે પણ મને ના કહી નથી, એટલે ભગવાનને ત્રણ વખત પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કરીને ભગવાનની પાસેથી બહુસાલ ચૈત્યમાંથી નીકળી પાંચસો શિષ્યોની સાથે વિહાર કરવા લાગ્યા. તેઓ વિચરતાં વિચરતાં શ્રાવતી નગરીમાં પધાર્યા. એ શ્રાવસ્તી નગરી ખૂબ રમણીય હતી. તેના કોષ્ટક નામના ઉધાનમાં ઉતર્યા. વધુ ભાવ અવસરે કહેવાશે.
ધરણુ માર્કદી નગરીમાં આવ્યો ચરિત્ર -ધરણે કાળસેન પાસેથી જવાની વિદાય માગી તે વખતે કાળસેન કહે છે હે મારા પરમ ઉપકારી મારી નાનકડી ભેટ સ્વીકારે એમ કરી હીરા-માણેક-મોતીના દાગીના આદિ અનેક ચીજે એની સામે મૂકી, પણ ધરણે લેવાની ના પાડી. તેણે કહ્યું મારી પાસે ઘણું ધન છે. મારે કંઈ જરૂર નથી. ખૂબ કહ્યું ત્યારે થોડું લીધું ને એની મિલ્કત લૂંટી લીધી હતી તે બધી કાળસેને પાછી અપાવી. પછી તેના માણસને લઈને