________________
૮૩૨
શારદા સરિતા કળ વળતાં ઉપર રહેલા બે મિત્રોને કહે છે તમે બંને ખોટા છે. આ ઝાડમાં મીઠે રસ
ક્યાં છે? આ તો પથ્થર છે. આમાં મીઠાશ નથી ને કડવાશ પણ નથી. જરા નીચે ઉતરીને જુઓ તે ખરા! મારી કેવી દશા થઈ છે?
બંધુઓ! હું તમને પૂછું છું કે આ ત્રણ મંકડામાં કોણ સાચે છે ને કે છેટે છે? જે સૌથી ઉચે જઈને બેઠો છે તે તેના સાથીઓને કહી રહ્યો છે કે અહીં તે અમૃત જે સ્વાદ છે. બીજો લીંબડાના અધવચ પાંદડા ઉપર બેઠો છે તે કહે છે અહીં તે એકલી કડવાશ છે ને ત્રીજો ઝાડના થડની છાલ ઉપર બેઠો છે તે કહે છે આ તે પથ્થર છે. નથી મીઠાશ કે નથી કડવાશ. મારૂં મેટું ભાંગી ગયું છે. મને દર્દ ખૂબ થાય છે. તે ત્રણેયની વાત સાચી છે કે બેટી? જ્ઞાની કહે છે પિતાપિતાના સ્થાન ઉપર રહેલા એવા ત્રણેયની વાત સત્ય છે. આ રૂપક આપણે આત્મા ઉપર ઉતારવાનું છે.
જે મનુષ્ય સંસારના કાદવમાં પ્રચેલા છે, જેને સાચા-ખોટાનું ભાન નથી, આત્મિક વિકાસ સાથે નથી, કત ભેગમાં રકત રહે છે ને મોહ-માયાને મમતાને રસ ચૂસી રહ્યા છે તેને આ આધ્યાત્મિકતાના ઉંચા શિખર ઉપર પહોંચેલા સિદ્ધ ભગવંતના અનંત સુખની વાત મજાક જેવી લાગે છે. પિતે નીચે બેઠો છે. ભેગને કાદવમાં ખેંચી રહ્યો છે એટલે અજ્ઞાનથી સાચા સુખને ખોટું સુખ કહે છે. આધ્યાત્મિક જીવનની ઉંચાઈ ઉપર પહોંચી ગયેલા મહાન પુરૂષ કરૂણભાવથી પ્રેરિત થઈને અધવચ સંસારમાં રહેલા બીજા મંકડા સમાન છેને પોકાર કરીને કહે છે તમે ઉપર આવે. આધ્યાત્મિક સાધનામાં મધુરતા છે. અપાર દિવ્ય અમૃતરસ છે. તમે સંસારમાં રહીને આધ્યાત્મિક્તાનું અમૃત પીવા માંગે છે તે ક્યાંથી પી શકે? પુરૂષાર્થ કરે ને ઉપર આવે. અહીં અમૃતરસ ઝરી રહ્યો છે. એના સ્વાદનું વર્ણન આ જીભ દ્વારા થઈ શકે તેમ નથી ને આંખ દ્વારા જોઈ શકાય તેમ નથી. આના જેવો ઉત્તમ રસ દુનિયામાં બીજે ક્યાંય નથી. ' આજે લેકે સાધના ખૂબ કરે છે, ત૫ જપ કરે છે, વ્રત નિયમ કરે છે પણ એમને આનંદ કેમ આવતું નથી? એ બોલે છે કે આટલા વખતથી ધર્મ કરવા છતાં જીવનમાં સુધારો કેમ થતું નથી? સુખ કેમ મળતું નથી? એનું કારણ એ છે કે આત્મિક ભાવપૂર્વક ક્રિયા થતી નથી. ઉપલક ક્રિયાઓ થાય છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નહિ થાય, આ બધું શા માટે કરું છું એવું લક્ષ્યબિંદુ નક્કી નહીં થાય ત્યાં સુધી આનંદ અને સુખ ઉપરછલા મળશે. કિનારા ઉપર તો શંખલા ને છીપવા મળશે. સાગર રત્નાકર છે પણ એ કોના માટે? જે સમુદ્રના મધ્ય ભાગમાં જઈને ડૂબકી લગાવે છે તેને માટે. જે મરજી થઈને પડે તે મેતી મેળવે છે. ત્રીજા મંકોડાની જેમ જે મનુષ્ય જ્યાં છે ત્યાં ને ત્યાં નીચે બેસી રહેશે તે એને અમૃતરસ ક્યાંથી મળશે? એને ઉચે ચઢવું જોઈએ, તે અમૃતરસ ચાખી શકે છે. તેવી રીતે સાધકે આગળ વધવું જોઈએ, ચિંતન