________________
૪૬
શારદા સરિતા
પીલાઈ જશે. માટે ભગવત કહે છે કે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સચચારિત્ર આ ત્રણ વસ્તુ જીવનમાં આવે એટલે મેાક્ષમાં જવાના એવું નક્કી થઈ જાય. જેના જીવનમાં સભ્યશ્ચારિત્ર આવે તેનામાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હાય. પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ન હેાય તે સમજવુ કે એનું ચારિત્ર એ સભ્યચારિત્ર નથી. સમ્યગ્દર્શન પામેલા આત્મા સમ્યજ્ઞાન મેળવવાના પ્રયત્ન કરે. તે પણ શા માટે કરે? સભ્યશ્ચારિત્ર પામવા માટે અને દેશિવરતીમાં રહેલા શ્રાવક પણ સર્વવિરતીરૂપ બનવા માટે પ્રયત્ન કર્યા કરે. શાંતિથી બેસી ન રહે. આવે! સવરતીરૂપ ધર્મ મનુષ્યજન્મ સિવાય ખીજે કયાંય પામી શકાય નહિ. માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવતે કહ્યું છે કે “તુ, લહુ માનુલે મને ।” દુનિયામાં જીવને દુર્લભ કાઇ ચીજ હેાય તે માનવભવ છે. માનવજન્મ જેવા ખીજો કાઇ ઉત્તમ જન્મ નથી. એક તરફ પ્રભુ કહે છે “નમ્મ તુવું ।” જન્મ એ દુઃખનું કારણ છે, અને ખીજી તરફ કહે છે. માનવજન્મ ઉત્તમ છે તેનુ કારણ શુ? ભલે જન્મ દુઃખનું નિમિત્ત હાય છતાં આ જન્મ પામીને સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર પામી જાય તેા દુઃખનુ કારણ જન્મ એવા ઉત્તમ અની જાય છે કે માક્ષને પમાડે. દેવલેાકમાં રહેલા દેવા એકલુ સુખ ભાગવતા હાવા છતાં સમ્યક્ત્વી દેવ ચારિત્રને ઝંખતે હાય કે કયારે અહીંથી છૂટું ને કયારે માનવજન્મ પામી સવરતીરૂપ ચારિત્રને અંગીકાર કરું. કારણ દેવલાકમાં અવિરતીનુ જોર ઘણુ હાય. એ ભવ એવા હાય કે એ સર્વવિરતી પામી શકે નહિ. ત્યારે નરક તરફ દ્રષ્ટિ કરીએ તે ત્યાં તેા એકલું દુઃખ છે. ત્યાં કંઇ ખની શકે એમ નથી. નરકનું નામ સાંભળવુ પણુ કાઈને ગમતુ નથી. ત્યારે શુ તિ "ચમાં કંઇ સુખ દેખાય છે ? આ નરક અને તિર્યંચ ગતિમાં જીવને શા માટે જવુ પડે છે ? આ મનુષ્યજન્મ આ વખતે પામ્યા છે ? 'ના'. એક-બે-પાંચ-પચ્ચીસ વખત નહિ પણ અનંતવાર આ માનવજન્મ પામ્યા છીએ પણ અહીં આવીને એવા ઉંધા ધંધા કર્યા, મહા આરંભ–સમારંભના કાચમાં રકત બન્યા. મહાન પરિગ્રહ મેળવવા અને પેાતાના સુખની ખાતર જીવાની ઘાત કરતાં પાછા ન પડયા. આવા ધંધા કરીને નરકગતિની ટિકિટો ફંડાવી. ફૂ તિના દરવાજા ખખડાવવા માટે આ માનવજન્મ નથી મળ્યા પણ ભવના અંત કરવા માટે મળ્યા છે. આજના માનવી છાતી પુલાવીને ફરે છે, કે હું મોટા કરોડપતિ! મારા ઘેર આટલા નાકરચાકરા ! પણ વિચાર કરો તમારે નાકર છે પણ ભગવાનની સેવામાં દેવા હાજર રહેતા હતા, છતાં અહંનું નામ નહિ. માનવજન્મ પામીને એમણે તે આત્મસાધના સિવાય ખીજું પાપમય કાર્ય કર્યું નથી. ટૂંકમાં માનવજન્મની મહત્તા સમ્યગ્દર્શન-જ્ઞાન-અને ચારિત્ર પામવાથી અંકાય છે. જે ભવમાં ગમે તેવા સુખ હાય પણ સવરતી ન પામી શકાય તે ભવની શી કિંમત ? મનુષ્ય જન્મ પામીને પણ ભેાગમાં જે મનુષ્યેા રકત રહે છે એની પણ શું કિંમત ? જો ભેગમાં સુખ હાત