________________
૮૨૦
શારદા સરિતા ઉપરથી નીચે ઉતર્યો ને મનમાં વિચાર કરવા લાગે કે પાણી વિના લક્ષ્મી જીવશે નહિ માટે શું કરવું? આમ વિચાર કરતે કરતો ચાલ્યા જાય છે. એટલામાં તુવરર્કિયા નામની વનસ્પતિ જોઈને તેને યાદ આવ્યું કે આ વનસ્પતિને રસ લેહીમાં ભેળવવામાં આવે તે લેહી સ્વચ્છ પાણી બની જાય. મારી પાસે ઘા રૂઝવવાની ઔષધિ છે તેનાથી ઘા રૂઝવી નાંખીશ એમ વિચાર કરી ધરણે પિતાના હાથની નસ કાપી પડિયામાં લેહી ઝીલીને તેમાં તુવણ્યિા વનસ્પતિને રસ નાંખી સ્વચ્છ પાણી બનાવી લક્ષ્મી પાસે આવ્યા, ને કહ્યું, લે આ પાણી મળી ગયું તું પી લે અને તારી તૃષાને શાંત કર. લક્ષમીએ પાણી પીધું એટલે તેને ચેતના આવી. ડી વાર આરામ લઈને તેઓ ઉત્તર દિશા તરફ ચાલ્યા ને મહાશર નામના ગામમાં આવ્યા. સૂર્યાસ્ત થઈ ગયો હતો એટલે ગામબહાર એક યક્ષના મંદિરમાં સૂઈ ગયા. પહર રાત્રી ગઈ એટલે લક્ષ્મી કહે છે સ્વામીનાથી મને ખૂબ તરસ લાગી છે તેથી ધરણ પાણી લેવા ગયે. પાણી લાવીને લક્ષ્મીને પીવડાવ્યું પછી સુઈ ગયે.
કૃતની લક્ષ્મી - દેવાનુપ્રિય! આ સંસાર કેટલે વિષમ છે. ધરણ લક્ષ્મીને માટે કેટલા વાના કરે છે. એને જીવાડવા ખાતર પિતાની નસ કાપીને લેહી કાઢયું. ઔષધિ વડે તેણે ઘા રૂઝાવી દીધું. થાકેલે હોવા છતાં રાત્રે પાણી લાવીને તેને પાયું, છતાં લક્ષ્મી તો સદા તેનું અશુભ ચિંતવે છે કે શું કરું કે ધરણ દુઃખી થાય! ધરણ નિદ્રાધીન થઈ ગયું છે પણ લક્ષ્મીને ઉંઘ આવતી નથી. તે જાગતી પડી હતી. ચારે તરફ અંધકાર હતો.
આ સમયે એક બિહામણુ આકૃતિવાળે પુરૂષ માથે પિટલું લઈને ત્યાં આવ્યા અંધકારને લઈને એ મંદિરના ખૂણામાં સંતાવા ધીમે ધીમે ચાલ્યા જતો હતો. તે લક્ષ્મીના પગ સાથે અથડાય. લક્ષમી તે જાગતી હતી એટલે તે પુરૂષને સ્પર્શ થતાં બેઠી થઈને પેલા માણસની પાછળ પાછળ ગઈ ને જ્યાં યક્ષની મૂર્તિ હતી ત્યાં આવ્યા. એ મૂર્તિ પાસે ધીમે દીપક બળતું હતું. તેના પ્રકાશમાં પેલા માણસે લક્ષ્મીને જોઈ. તેનું રૂપ જોઈને તેના ઉપર મોહિત થઈ ગયે ને પિતાના માથે રહેલી પિટલી નીચે મૂકીને પૂછયું હે સુંદરી! તું કેણ છે? ને આવી અંધારી રાત્રે અહીં મારી પાછળ શા માટે આવી છું. ત્યારે લક્ષમી કહે છે હું એક પ્રેમી પુરૂષને શોધનારી અને શુદ્ધ પ્રેમને સંપાદન કરનારી સ્ત્રી છું, પણ તમે કોણ છે તે મને કહે. ત્યારે તે પુરૂષે કહ્યું–હે સુંદરી! હું ચેર છું. મારું નામ ચંડરૂદ્ર છે, ને આ ગામમાં ચેરીના ધંધા કરું છું. અત્યારે હું રાજમહેલમાં ચોરી કરીને આવ્યો છું. આ વાતની ખબર પડી ગઈ છે એટલે રાજાના સિપાઈઓ મને પકડવા આવી રહ્યા છે તેથી હું અંધારામાં સંતાઈ જવા માટે મંદિરમાં આવ્યું છે. હમણું રાજાના સિપાઈઓ આવી પહોંચશે. અને તેને ભય છે. તે તું મને