________________
શારદા સરિતા
આવે છે ને રાત પડી જવાથી ત્યાં રાકાય છે. ત્યાં ચાર લાકોએ સાર્થવાહના માણસાને ખૂબ માર્યા અને લૂંટી લીધા. પછી માણસેાને તથા લૂંટેલા ધનને લઈને ચારો તેમના નાયક પાસે આવે છે ને નાયકને બતાવે છે, તેા નાયક કોણ હતા તે સાંભળે. જેને સિહે માર્યા હતા ને ધરણે તેને બચાવ્યા હતા તે કાળસેન હતા. કાળસેને પકડેલા માણસને જોયા. તેમાં ધરણના અનુચર સંગમ નામના એક માણસ હતા તેને કાળસેને એળખ્યા ને કહ્યુ− સંગમ! તું અહીં ક્યાંથી આવ્યો? અને મને જીવતદાન આપનાર મારા મહાન ઉપકારી ધરણુસેન ક્યાં ગયા? ત્યારે સંગમે કહ્યું આ તેના જ સા છે. આ લૂંટારાએ અમારા ઉપર આક્રમણ કરવાથી બધા છૂટા પડી ગયા છીએ. તે કયાં ગયા તે મને ખબર નથી. આ સાંભળી કાળસેનને ખમ દુઃખ થયું ને તેના માણુસાને કહ્યું–તમે મારા પરમ ઉપકારી ધરણુ શેઠને શેાધી લાવે. તેના માણસેાએ ખૂબ તપાસ કરી પણ ધણુને પત્તો લાગ્યા નહિ. ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે પાંચ રાત્રી સુધીમાં જો એ ઉપકારી શેઠના મને મેળાપ નહિ થાય તેા હું અગ્નિમાં ખળી મરીશ. ને તેની ગેાત્રદેવી પાસે માનતા કરી કે જો મને ધરણુના મેળાપ થશે તે શ પુરૂષનુ અલિદાન આપીશ. આવી પ્રતિજ્ઞા કરીને ફરી ધરણની શોધમાં નીકળ્યેા. અજ્ઞાની લેાકેા કેવી પ્રતિજ્ઞા કરે છે!
૮૧૯
ધરણુ શિલિવ્ર નિલય પર્વત ઉપર:– સાથે લૂંટાઈ જવાથી આખા સાના માણસા જીવ બચાવવા માટે આમતેમ ભાગી ગયા. ધરણુ અને લક્ષ્મી પણ એક તરફ ભાગ્યા. ચાલતા ચાલતા તેએ શિલિવ્ર નિલય પર્વત ઉપર આવી ચઢયા. અત્યારે ધણુ પાસે વિદ્યાધરે આપેલ ઔષધિવલય સિવાય ખીજી કંઈ સ ંપત્તિ ન હતી. યાં જવું તેની ખબર પડતી નથી. સાંજ પડવા આવી હતી. જે પર્વત ઉપર પહોંચ્યા એ પર્વત ખૂમ ભયાનક હતા. પણ પગપાળા ચાલવાથી ખમ થાકી ગયા હતા. અતિ શ્રમ પડવાને લીધે શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયુ હતુ. હવે ચાલવાની શક્તિ રહી ન હતી. એટલે પાંદડાની પથારી કરી અને પર્યંત ઉપર સૂઇ ગયા. લક્ષ્મીને જોઈને ધરણુના મનમાં થયું કે મારે લીધે આને પણુ કેટલા કષ્ટ સહન કરવા પડે છે. ત્યારે લક્ષ્મી એનાથી જુદા વિચાર કરે છે કે કયારે એ મરી જાય!
“ધણુની સજ્જનતા” :– સવાર પડતાં ધરણે એક ઝાડ ઉપર ચઢીને પાણીની ખૂબ તપાસ કરી પણ ક્યાંય પાણી દેખાયું નહિ. કાંઈ વનફળ પણ જોવામાં ન આવ્યા. એટલે તેઓ આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં એક પહેાર દિવસ બાકી રહ્યા ત્યારે ભૂખ અને તરસથી લક્ષ્મીને ચક્કર આવવા લાગ્યા. એક વડના ઝાડ નીચે એ ઢળી પડી બેભાન થઈ ગઈ. ધરણે તેને ખખ પપાળી. સ્હેજ ભાન આવતા ભાંગ્યાતૂટયા શબ્દોમાં ખેલી કે મને ખૂબ તરસ લાગી છે. ધરણુ પાણીની તપાસ કરવા એક ઉંચા વૃક્ષ ઉપર ચઢા ને ચારે તરફ દૃષ્ટિ કરી પણ ક્યાંય જળાશય દેખાયું નહિ. એટલે વૃક્ષ