________________
શારદા સરિતા
ભદ્રતા. મનુષ્યની પ્રકૃતિ ભદ્ર હોવી જોઈએ. ભદ્રમનુષ્યનું હદય સરળ અને કપટ વિનાનું હોય છે જેવું. હૃદય હોય છે તેવું આચરણ બની જાય છે. આજના માનવીના જીવનને બહાર દેખાવ જુદે ને અંદર દેખાવ જુદે. એટલે એનું જીવન દેષિત બની બયું છે અને બીજા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયું છે ને બધા મનુષ્ય એકબીજા પ્રત્યે શંકાશીલ બની ગયા છે. નાના નાના ગામડામાં આજે પણ ઘણું માણસે સરળ પ્રકૃતિના હોય છે. એમને ત્યાં ઝઘડે પડે હોય તે ગામપંચાયતથી સમાધાન કરી લે છે પણ કેટે ચઢતા નથી. એમનામાં સદાચારને ગુણ હોય છે ને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ ખૂબ હેય છે. - ભદ્રપ્રકૃતિના માણસ હમેંશા પારકાની ભલાઈ તથા સ્વ–કલ્યાણમાં પ્રયત્નશીલ રહે છે. હૃદયની ભદ્રતા, સરળતા આત્માને શાંતિમય અવસ્થાએ પહોંચાડી દે છે. એક વખત સ્વામી વિવેકાનંદ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જે ડબ્બામાં તેઓ બેઠા હતા તે ડબ્બામાં બે ત્રણ અંગ્રેજ મુસાફરે બેઠા હતા. સ્વામી વિવેકાનંદ પિતાની સ્વાભાવિક શાંતિથી બેઠા હતા. તે કેઈની સાથે કંઈ બોલ્યા નહિ. અંગ્રેજોએ હિંદુસ્તાની ભગવા કપડા પહેરેલા માણસને ચુપચાપ શાંતિથી બેઠેલો જોઈને તેમની મશ્કરી કરવા માંડી ને ખબ અપમાનજનક શબ્દો કહ્યા ને ગાળે પણ દીધી. થોડી વાર પછી એક સ્ટેશન આવ્યું ત્યાં સ્વામી વિવેકાનંદે સ્ટેશન માસ્તરને બોલાવ્યા ને શુદ્ધ અંગ્રેજીમાં તેમને કહ્યું કૃપા કરીને મને થોડું પાણી મંગાવી આપો.
અંગ્રેજે એમની સામે જોઈ રહ્યા હતા. તેમને શુદ્ધ અને સ્પષ્ટ અંગ્રેજી બોલતા સાંભળીને અંગ્રેજો શરમીંદા થઈ ગયા ને બેલ્યા તમે અંગ્રેજી જાણે છે તે અમારી વાત સાંભળી આપને અમારા ઉપર ખૂબ કૈધ આવ્યું હશે! પણ આપ તે કંઈ બાલ્યા નહિ. ત્યારે સ્વામી વિવેકાનંદે મેઢું મલકાવીને કહ્યું કે આપના જેવા ભદ્ર પ્રકૃતિના મનુષ્ય સાથે મારે ઘણીવાર સંપર્ક થાય છે. બેટે કેધ કરીને મારી શક્તિને
વ્યય શા માટે કરૂં? કે સુંદર જવાબ આપે ! અપમાન અને હાંસીને જવાબ પ્રેમથી આપે. આ સાંભળીને અંગ્રેજો તે એવા ભેઠા પડી ગયા કે આપણે કયાં આની મશ્કરી કરી ?
આવું બીજું પણ એક ઉદાહરણ છે. મલિક દિનાર એક મહાન તપસ્વી, અત્યંત સરળ અને પવિત્ર હૃદયના સંત હતા. એક વખત તેઓ કયાંક જઈ રહ્યા હતા. માર્ગમાં એક સ્ત્રી તેમને મળી. તેણે કહ્યું કે હે કપટી! ક્યાં જઈ રહ્યો છે? ત્યારે દિનારે પોતાના મુખ પર જરા પણું કે લાવ્યા વિના ખૂબ આદર અને વિનયપૂર્વક તે સ્ત્રીને કહ્યું બહેન! તે મને સારી રીતે ઓળખે. આટલા વખતમાં મારું નામ લઈને બેલાવનારી તું એક મને મળી છે. બંધુઓ! આ ભદ્રપ્રકૃતિનું લક્ષણ છે. સરળ પ્રકૃતિના મનુષ્યની કેઈ નિંદા કરે, હાંસી કરે, અપમાન કરે તે પણ તેનું સન્માન કરે છે. એને પ્રેમથી બોલાવે છે. એક સંસ્કૃત શ્લેકમાં કહ્યું છે કે