________________
૮૦૪
શારદા સરિતા
ભયંકર ખળવાન કેશરીસિંહ કયાંકથી આવી ચઢી. એટલે બધા પલ્લીવાસીઓ અને તેમની પત્નીએ સિહના ભયથી આમતેમ ભાગવા લાગ્યા. એટલે બધાને ભયમુકત કરવા અમારા પલ્લીપતિ હાથમાં ધનુષ્યબાણ લઈને એકલા જ પલ્લીમાંથી નીકળ્યા ને વડના ઝડ નીચે આવીને ચારે તરફ દ્રષ્ટિ કરી, પણ સિંહને જોયા નહિ. સિંહ વડની ખખાલમાં ભરાઈ ગયા હતા. તે પલ્લીપતિને જોઇને તરત બહાર આળ્યે ને પાછળના ભાગમાંથી કેશરીસિ ંહ પલ્લીપતિને પકડયા. પલ્લીપતિએ પણ પાછા વળીને કટારીથી કેશરીસિંહને મારી નાંખ્યા ને કેશરીસિંહે મરતાં મરતાં પણ તેના મસ્તકનો ભાગ તેડી નાંખ્યા. એટલે તેને ખૂબ વેદના થવા લાગી. તેથી એને એમ થયું કે હવે હું જીવવાના નથી. એમ માનીને અગ્નિપ્રવેશ કરી મળી મરવાનેા વિચાર કરે છે.
એના મસ્તક પાછળની ચામડી ઉતરી ગઇ છે. માંસના લેાચેલેચા બહાર નીકળી ગયા છે. તેમાંથી લેહીના રેલા ચાલે છે અને હવે તે ખેલવા-ચાલવાના હાંશકાશ રહ્યા નથી. મૂર્છાવશ થઇને પડયા છે. અમારા પક્ષીપતિની આ સ્થિતિ થઈ છે. આ વાતની તેની પત્નીને ખબર પડી એટલે એ પણ ત્યાં આવી. એ ગર્ભવતી છે. તેના પતિની આ સ્થિતિ જોઈ કાળા કલ્પાંત કરે છે. એણે તેા એમ માની લીધુ છે એના પતિ મરી ગયા છે. એટલે હું પણ એની પાછળ ખળીને સતી થઇ જાઉ એવી હઠ લઈને તેની પાસે બેઠી છે. ખૂબ સમજાવી પણ કઈ રીતે સમજતી નથી. એટલે એના પિતાને ખેલાવવા માકલ્યા છે, પણ તે હજુ આવ્યા નથી ને તેનું રૂદન અને અમારા પલ્લીપતિની સ્થિતિ અમે જોઈ શકતા નથી, તે કારણથી અમે રૂદન કરીએ છીએ. ભીલપુત્રાએ આ પ્રમાણે કહ્યું એટલે ધણે કહ્યું-ભાઇ! એ તમારા પલ્લીપતિ કયાં છે? મને જલ્દી ત્યાં લઇ જાવ. તમે રડવાનુ છોડી દે. મારી પાસે એક ઔષધિ છે તેનાથી કાય જીવાડી શકીશ. આ સાંભળી ભીલાને આનંદને પાર ન રહ્યા, ને ધરણને ત્યાં લઈ આવ્યા. ધરણે મૂર્છિત થયેલા કાલસેનને તથા રૂદન કરતી તેની ગર્ભવતી સ્ત્રીને જોયા. એની પત્નીને કહે છે બહેન! તમારા પતિને જરૂર સારૂ થઇ જશે. તમે તેની ચિંતા કરા નિહ. એમ કહી તેને શાંત કરી.
ધરણે પાણી મંગાવી તેના ઘા ધાઇ નાંખ્યા. ત્યાર બાદ ઘેાડા પાણીમાં વિદ્યાધરે આપેલું ઔષધિવલય નાંખ્યું ને તે પાણી મસ્તક પાછળના ઘા ઉપર છાંટ્યું. ઔષધિના પ્રભાવથી ઘા તરત પૂરાઈ ગયા. બીજી વાર છાંટયું તેા એકમ રૂઝ આવી ગઇ, ને ત્રીજી વાર છાંટયું ત્યાં કાલસેન જેવા હતા તેના કરતા અધિક સ્વરૂપવાન ખની ગયા, ને એકદમ ઉભા થયા. આ જોઇ તેની પત્ની તેમ જ બધા ભીલેા ખૂમ રાજી થયા. કાલસેન ધરણુના ચરણમાં પડીને કહેવા લાગ્યા હે મહાન પુરૂષ તમે અહીં આવીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. તમે ત્રણ ત્રણ જીવને અભયદાન આપ્યું છે. આપના