________________
૭૬૧
શારદા સરિતા થઈ તેથી ગુરૂએ બોધ આપે. તે વખતે જયરાજાએ ધર્મમાં શ્રદ્ધાવાન બની સનતકુમાર આચાર્યની પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યો ને ગુરૂને વંદન કરીને પિતાના મહેલમાં આવ્યા. આચાર્યને પરિચય થયા પછી તેમનું મન રાજ્યમાં લાગતું નથી. ગુરૂનો ઉપદેશ તેના હાથમાં ઉતરી ગયા છે. રાજ્યમાં રહે છે, રાજ્યને કારભાર કરે છે પણ કોઈ જાતની એને તૃષ્ણ નથી. ન્યાયથી રાજ્ય કરે છે એટલે દિન-પ્રતિદિન તેની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ ગઈ. આ બધું નાના ભાઈથી સહન થતું નથી. મોટા ભાઈને મારી નાંખવાને ઉપાય શોધે છે. અંગત માણસોને ઉભા કરી તેમને કહે છે કે આ જયસેન તે ધર્મને ઢીંગલો થઈને ફરે છે, રાજ્યનું પૂરું ધ્યાન આપતો નથી. દયાળુ બનીને ફરે છે. કેઈ અપરાધીને સજા કરતા નથી. તે રાજ્ય કેવી રીતે ટકી રહેશે? માટે ગમે તેમ કરીને એને પદભ્રષ્ટ કરીને હું એનું રાજ્ય પડાવી લઉં. તમે બધા મને સાથ આપજે. હું રાજા થઈશ તે તમને બધાને ન્યાલ કરી દઈશ, એ રીતે તેના સાથીદારોને કહ્યું. આ વાત તેની માતા લીલાવતીના જાણવામાં આવી.
“માતા જયકુમાર પાસે આવ્યા જયકુમાર પ્રત્યે વિજયને વેષ ઉત્પન્ન થયો છે ને તેને મારી નાંખવાનું ષડયંત્ર રચ્યું છે. આ વાત જાણી એની માતા લીલાવતી રાણી જયરાજાના મહેલે આવી. પોતાની માતાને આવતી જેઈ વિનયવંત જયરાજા ઉભા થઈને માતાની સામે ગયા ને કહ્યું માતા! આપને શા માટે આવવું પડયું? મને ત્યાં બેલાવ હતો ને! ત્યારે કહે છે બેટા! એક ખાસ કામે આવી છું. જય કહે છે, જે કામ હોય તે ખુશીથી કહે, ત્યારે માતા કહે છે હે પુત્ર! તું ગુણવાન છે, ગંભીર છે ને નીતિપૂર્વક રાજ્ય કરે છે એટલે પ્રજાને તારા તરફથી ખૂબ સંતેષ છે. પણ તારા નાના ભાઈને તારા પ્રત્યે ખૂબ ષ છે. તું રાજા બન્યું તે એને જરા પણ ગમ્યું નથી. એ તને દૂર કરીને રાજા બનવા ઈચ્છે છે. જે એને રાજ્ય નહિ મળે તે કે જાણે શું કરશે તે કહી શકાતું નથી. માટે આ વાતની જાણ કરવા તારી પાસે આવી છું. ત્યારે જ્યકુમાર કહે છે તે માતાજી! તમે શું બોલી રહ્યા છે? વિજયકુમાર તે મારો નાને ભાઈ છે. ખુબ લાડકોડથી ઉછર્યો છે એટલે એ બધું અણસમજણમાં તોફાન કરે છે. હજુ થોડો મટે થશે એટલે શાંત બની જશે. મારા ભાઈ મારા ઉપર કદી આવી શ્રેષબુદ્ધિ કરે નહિ, માતા ! તમે એની ચિંતા ન કરો.
માતા કહે છે બેટા! તું ભેળે અને ભદ્રિક છે, તારું હૃદય પવિત્ર છે એટલે તું તારા ભાઈને પવિત્ર માને છે પણ તું ભૂલ ખાય છે. તારે ભાઈ તારા ઉપર ખૂબ વેષ રાખે છે. કઈ પણ રીતે તેને મારીને રાજ્યને સ્વતંત્ર માલિક બનવા ઈચ્છે છે, માટે તું એનાથી સાવધાન રહેજે. ત્યારે જયરાજા કહે છે માતા, જે વિજયકુમાર ખુશીથી રાજ્યને રવીકાર કરતો હોય તો મારી તે રાજ્ય કરવાની બિલકુલ ઈચ્છા નથી. મને