________________
૭૬૦.
શારદા સરિતા
માળાલંકાર અને આભરણાલંકાર એ ચારે પ્રકારના અલંકૃતથી અલંકૃત થઈને સિંહાસન ઉપરથી ઉભા થઈને જ્યાં શિબિકા રાખવામાં આવી છે ત્યાં આવ્યા ને શિબિકાને પ્રદક્ષિણા દઈ શિબિકા ઉપર ચઢયા ને તેમાં સુંદર રત્નજડિત સિંહાસન મૂકાવ્યું છે તેના ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને જમાલિકુમાર બેઠા. હવે તેમની બાજુમાં કોણ કોણ બેસશે ને વડે ભગવાનની પાસે જશે તેના ભાવ અવસરે કહેવાશે.
“ જ્યકુમારને રાજયાભિષેક ચરિત્રઃ હમણું ઘણાં દિવસથી ચરિત્ર મૂકાઈ ગયું છે. કાર્કદી નગરીમાં સૂરતેજ રાજાને અને લીલાવંતી રાણીને જ્યકુમાર અને વિજયકુમાર નામના બે પુત્ર છે. પૂર્વના વૈરને લઈને બને છ ભાઈપણે ઉત્પન્ન થયા છે. જયકુમાર એ ગુણસેનનો જીવ છે ને વિજયકુમાર એ અગ્નિશર્માને જીવ છે. જયકુમાર મટે છે ને વિજયકુમાર નાનો ભાઈ છે. જયકુમારને પિતાના નાના ભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ છે પણ પૂર્વના વૈરને કારણે વિજયકુમારને પિતાના મોટા ભાઈ પ્રત્યે પ્રેમ આવતું નથી. એની સાથે દેવ બુદ્ધિથી વર્તે છે. છતાં જ્યકુમાર તે એમ વિચારે છે કે ગમે તેમ તોય મારો લાડકવાયે ભાઈ છે. એમ કરતાં બંને ભાઈઓ મોટા થાય છે. બંને ભણીગણીને શસ્ત્રવિદ્યામાં નિપૂણ થઈ ગયા.
બને પુત્રે યુવાન થયા એટલે બંનેના સુંદર રાજકન્યાઓની સાથે ખૂબ ઉત્સવપૂર્વક સુરતેજ મહારાજાએ લગ્ન કર્યા. ત્યાર બાદ અલ્પ સમયમાં સુરતેજ મહારાજા આયુષ્ય પૂર્ણ થવાથી પરલોક સીધા એટલે રાજાના પ્રધાને, સામતે વિગેરેએ જયકુમારનો રાજ્યાભિષેક કર્યો. જયકુમાર ખૂબ ગુણગંભીર અને રાજ્યને લાયક હતો. વળી રાજ્યમાં નિયમ હોય છે કે રાજ્યને ગ્ય ગુણ હોય તે પાટવીપુત્ર રાજગાદીને વારસ બને છે. જયકુમાર ગાદી ઉપર આવ્યા અને ખૂબ ન્યાય-નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યા અને પ્રજા પ્રત્યે ખૂબ પ્રેમ રાખવા લાગ્યું, એટલે થોડા સમયમાં પ્રજાના દિલમાં જયકુમાર રાજા વસી ગયા. જ્યકુમાર રાજા બને છે પણ હું રાજા છું એ એના મનમાં જરાય ગર્વ નથી એટલે ચારે તરફે એની કીર્તિ ખૂબ ફેલાઈ ગઈ.
મેટા ભાઈ એવા જ્યકુમાર રાજાની કીર્તિ અને યશોગાન પ્રજાના મુખે ગવાવા લાગ્યા. શું મહારાજા છે ! આટલી છોટી ઉમરમાં પણ કેવું સુંદર રાજ્ય ચલાવે છે ! એમ ચારે બાજુ જ્યકુમાર રાજાના વખાણ થાય છે. આ સાંભળી વિજયકુમારના દિલમાં દ્વેષાનલ ઉત્પન્ન થયા. બસ, હવે ગમે તેમ કરીને મારા મોટા ભાઈને મારી નાંખ્યું. આવા દુષ્ટ વિચારો ચિંતવે છે.
સનત્કુમાર આચાર્યના દર્શન" - એક વખત જ્ય રાજા તેના સાથીદારોની સાથે બગીચામાં હરવાફરવા માટે આવ્યા હતા. ત્યાં સૂર્યના જેવા તેજસ્વી મહાન સનત્કુમાર આચાર્યના દર્શન થયા ને આચાર્ય પાસેથી તત્ત્વજ્ઞાન સાંભળવાની ઈચ્છા