________________
૭૫૪
શારદા સરિતા
વાત જરા પણ ખોટી નથી. પણ હવે પરીક્ષા કરવામાં કુમારના પિતા બાકી હતા, એટલે સંતે રાજા પાસે આવીને ગંભીરતાપૂર્વક ઉદાસીન ચહેરે કહ્યું
રાજા મુખતે રામ કહું, પલ પલ જાત ઘડી
સુત ખાય મૃગરાજને મેરે પાસ ખડી હે રાજન! હવે તે ભગવાનનું નામ લે. ગયેલો અવસર પાછો આવતો નથી. દુનિયામાં સંયોગ અને વિયેગ આવ્યા કરે છે ત્યારે મહારાજા પૂછે છે ગુરૂદેવ! આમ ગળગળ શું કહો છો. જે હોય તે ખુલ્લું કહે. ત્યારે સંત કહે શું વાત કરું? બોલતાં બોલતાં આંખમાં આંસુ આવી ગયા ને ભાંગ્યાતુટયા શબ્દોમાં કહ્યું-મહારાજા ! આપનો એકને એક દેવરૂપ જેવા વહાલા પુત્રને મારી નજર સમક્ષ સિંહ ખાઈ ગયે છે. આ સાંભળીને રાજાના મુખ ઉપર જરા પણ શોકની આછી રેખા પણ ન દેખાઈ. ઉપરથી સંતને મીઠી ટકેર કરતાં શું બોલ્યા?
તપિયા તપ કર્યો છેડિએ, ઈહાં પલક નહિ શેક
વાસાજગત સરાય કા, સભી મુસાફિર લેગ હે મુનિરાજ ! આવી મામૂલી બાબતમાં તમે તમારી સાધના કરવાનું છોડીને શા માટે અહીં આવ્યા?તમારી આંખમાં આંસુ આવી ગયા છે ને મારા પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને મને તે જરા પણ શેક થતું નથી અને શોક કરવાની જરૂર પણ શી ? કારણ કે આ સંસાર તે એક મુસાફરખાનું છે. ધર્મશાળામાં ઘણું માણસો આવે છે ને જાય છે. કેઈ બે કલાક, કેઈ એક દિવસ, કે ત્રણ દિવસ, તે કઈ પંદર દિવસ તે કોઈ મહિને રહીને ચાલતા થાય છે. તેવી રીતે મારો પુત્ર પણ મુસાફરખાનાને મુસાફર હતે. એનો સમય પૂરો થતાં ચાલ્યા ગયે છે. ને હું પણ એક દિવસ ચાલ્યા જઈશ. આ બધા દેહના સબંધે છે. આત્માને કે પુત્ર કે પિતા નથી. ઘણી વખતે હું એને પિતા બ હોઈશ ને એ મારે પુત્ર બન્યું હશે. તે સિવાય દુનિયાના સમસ્ત પ્રાણીઓ સાથે મારે શરીરસબંધ થયે હશે ને છૂટ હશે. આ જન્મમાં એ મારે પુત્ર હતો. પૂર્વ જન્મમાં એવા ઘણું પિતાના પુત્ર બન્યા હશે. ને એમને છોડયા હશે. તે રીતે મને છોડીને ચાલ્યા ગયા છે. એમાં શેક કરવાનું કંઈ કારણ નથી.
ગુરૂદેવ ! આપ આપના સ્થાને ચાલ્યા જાવ. ને આપની સાધનામાં મન જોડી દે. મારી જરા પણ ચિંતા ન કરશો. જન્મને મરણ, સંગ ને વિયોગ સંસારમાં ચાલ્યા કરે છે. એમાં આશ્ચર્ય પામવા જેવું કે શેક કરવા જેવું કંઈ નથી. રાજાની વાત સાંભળી સંત ઝાંખા પડી ગયા. અહે ! અમે ઘર છોડીને જંગલમાં જઈને વસ્યા પણ અંદરની આસકિત ગઈ નથી. મારી ઝુંપડીનું ઘાસ ગાથે ખાઈ જાય તે પણ કેધ આવી જાય છે. ત્યાગી બનીને પણ આટલા નિર્મોહી રહેવું તે મહાન મુશ્કેલ છે. સંતને ખાત્રી થઈ