________________
શારદા રિતા
૭૫૩ આઘાતનું કારણ બન્યું છે. એટલે મહારાણી કહે છે મહારાજ ! શું આપત્તિ આવી છે ને શેને આઘાત છે! ત્યારે મહારાજ કહે છે આપના લાડકવાયા કુંવરને સિંહ ફાડીને ખાઈ ગયે છે એટલે મેં ખાધું પણ નથી ને જલ્દી દેડતે આપને સમાચાર આપવા આવ્યો છું. રાણીનું રૂંવાડું પણ ફરકતું નથી. નહિતર બધા કરતાં માતાને જેટલો પુત્ર પ્રત્યે પ્રેમ હોય છે તેટલે બીજા કોઈને હોતો નથી. પુત્ર માતાને હૈયાના હાર જે ને આંખની કીકી જે વહાલે હોય છે. પિતે કેટલું કષ્ટ વેઠીને દીકરાને ઉછેરે છે. એ યુવાન પુત્ર ચાલ્યા જતાં માતાને ભયંકર આઘાત લાગે છે. પણ આ માતા તે કઈ જુદી છે. એણે સંતને કહ્યું –
એક વૃક્ષ ડાલેં ધની, પંછી બે કે આય !
યહ પાટી પરી ભઈ, ઉ ઉ ચહું દિશિ જાય છે | હે મહારાજ! આ સંસારમાં કે કોનું છે? તેની માતા અને કેને પુત્ર! આ તે બધા પૂર્વના સંગને કારણે ભેગા થયા છીએ. સાંજ પડે પક્ષીઓ એક વૃક્ષની ડાળે આવીને ભેગા થાય છે ને સવાર પડતાં સૌ જુદી જુદી દિશામાં ઉડી જાય છે. તેમ આ સંસાર પણ પંખીના મેળા જેવું છે. એ ગયે ને સૌને એક દિવસ જવાનું છે - એમાં આઘાત લગાડવાની શી જરૂર ?
બંધુઓ ! નિર્મોહી બનવાની વાત કરવી સહેલી છે પણ મેહ ઉતારે કઠીન છે. જ્યારે કેઈને આઘાતનું કારણ બને છે ત્યારે સૌ ઉપદેશ આપે છે કે ભાઈ ! કેણ કેવું છે?
કેઈ આજ જશે કેઈ કાલ આ તે પંખીડાને મેળે.
આ જગત પંખીના મેજ જેવું છે. આપણે બધાને એક દિવસ એ માગે જવાનું છે. પણ વખત આવ્યે આવી સમતા રહેવી કઠીન છે.
એક વખત એક શેઠને ઘાટી બહારથી રડતા રડતે આવ્યું, ત્યારે શેઠ પૂછે છે કેમ રડે છે? ત્યારે ઘાટી કહે છે શેઠ મૂલગી ગેલી. ત્યારે શેઠ કહે છે મૂવગી-છોકરી મરી ગઈ તેમાં આટલું બધું રડવાનું શું ? શાંતિ રાખ. સંસાર એવે છે. એવી ડાહી ડાહી વાતો કરી ત્યારે ઘાટી કહે છે તેમચી ગેલી શેઠ ! મારી દીકરી મરી ગઈ નથી પણ તમારી દીકરી મરી ગઈ છે. હું મારી દીકરી મરી ગઈ? ત્યાં શેઠ ધડાક કરતાં પૃથ્વી ઉપર પડી ગયા. રડવા લાગ્યા-જૂરવા લાગ્યા. ક્ષણ પહેલાં ડહાપણ ભરેલી વાતો કરનાર શેઠ પિતાની દીકરી મરી ગયાના ખબર પડતાં કેવા રડ્યા ને શૂરવા લાગ્યા. ટૂંકમાં બીજાને ઉપદેશ આપ સહેલ છે પણ સમય આવતાં પોતે સમભાવ રાખવે મુશ્કેલ છે.
અહીં તે રાજકુમારની માતાને પણ મૃત્યુના સમાચાર સાંભળી જરા પણ દુઃખ ન થયું. જ્યાં રાગ છે- મેહ છે ત્યાં દુઃખ છે. પેલા સંતને ખાત્રી થઈ ગઈ કે કુમાર જેવું કહેતે હતો તેવું છે. ખરેખર ! આ લોકમાં કેટલું તત્વજ્ઞાન ભરેલું છે ! કુમારની