________________
શારદા સરિતા
- ૭૪૧ ગુંચાઈ રહેલું છે પણ તેના તે તે વિષયે કિંપાકના ફળની જેમ પરિણામે અતિ દૂર હોય છે. માટે સજજને તેને દૂરથી ત્યાગ કરે છે. જે વિષયેથી ચિત્ત વિહુવલ ને આકુળ-વ્યાકુળ બને તેમાં સુખ કેવી રીતે માની શકાય? બે ઘડીના સત્સંગથી, ઈષ્ટના સ્મરણથી ચિત્ત કેવું પ્રસન્ન બની જાય છે. ચિત્તની પ્રસન્નતા તે સાચું સુખ છે. આકુળતા-વ્યાકુળતામાં સાચું સુખ નથી.
જમાલિકુમાર એ સુખને શેરડીના કૂચાની જેમ તુચ્છ ગણીને છેડી દેવા તૈયાર થયા છે. છેક સુધી વૈરાગ્યભાવમાં અડગ રહ્યા છે અને તેમની જીત થઈ. માતા-પિતાને આજ્ઞા આપવી પડી અને નાઈને બોલાવી જમાલિકુમારના વાળ વડા કરાવે છે. તે વખતે જમાલિકુમારના મુખ ઉપર સંસારના વિજયને આનંદ છે. જેને જે માર્ગે જવું હોય તે માર્ગે જવાનું મળી જાય એટલે એના આનંદને પાર નથી રહેતો. જમાલિકુમારનું મુખડું મલકાય છે. જ્યારે એની માતાએ નાઈએ ઉતારેલા વાળ રત્નજડિત શ્વેત વસ્ત્રમાં ઝીલ્યા, ને ઉપર કિંમતી દ્રવ્ય નાંખીને સુગંધિત કરેલા જળથી ધંઈ રત્નના કરંડીયામાં મૂક્યા ત્યાં સુધી તે તેણે હિંમત રાખી પણ પછી તે મેતીની માળા તૂટી જાય તેમ તેની આંખમાંથી અશ્રુધાર થઈ, ને બેલી, બેટા! આ તારા વાળને અમે મોટા દિવસોમાં જેઈને તને યાદ કરીશું. આમ તો તું જ અમને યાદ આવશે પણ પર્વના દિવસમાં વધુ યાદ આવશે. ત્યારે અમે તારા વાળને જોઈને આનંદ પામીશું. બધા રડે છે પણ જમાલિકુમારના મુખ ઉપર આનંદને પાર નથી. જાણે માટે વિજય મેળવ્યું ન હેય એ એને આનંદ છે.
- આજે વિજયાદશમીને પવિત્ર દિવસ છે. જમાલિકુમારે માતાને ખૂબ સમજાવીને પિતાના ધ્યેયની સિદ્ધિ કરવાનો વિજય મેળવ્યું. આજે મનુષ્ય પોતાને વિજય થાય ત્યાં આનંદ માને છે પણ એ વિજય શેનો છે? માનો કે કેર્ટમાં એક કેસ ચાલને હોય તેમાં પિતાની જીત થાય તે માણસ માને છે કે મારે વિજય થશે. બે વ્યકિત વચ્ચે ઝઘડો થયો ને બીજાએ નમતું મૂકી દીધું તે સામી વ્યકિત માને છે કે મારો વિજય થયે. બે ભાઈના મઝીયારા વહેંચાતા હોય તેમાં એક ભાઈ ઈચછે કે અમુક વસ્તુ તે મારા ભાગમાં આવવી જ જોઈએ. ગમે તેમ કરીને એ વસ્તુ પિતાને મળી જાય તે માને છે કે મારે વિજ્ય થયે. કેઈ રાજા બીજા રાજા ઉપર જીત મેળવી લે , તે માને છે કે મારે વિજ્ય થયો, પણ ભગવાન કહે છે કર્મશત્રુઓ ઉપર વિજય મેળવે તે સાચે વિજય મેળવ્યું છે, જ્યાં સુધી કર્મો ઉપર વિજય નહિ મેળવે, ઈન્દ્રિો અને કષા ઉપર વિજય નહિ મેળવે ત્યાં સુધી સાચે વિજય નથી મેળવ્યું.
આજે દશેરાને દિવસ છે. આ દિવસને વિજયાદશમી પણ કહે છે. આમ તો દરેક તિથિ મહિનામાં બે વખત આવે છે, તેવી રીતે દશમ પણ મહિનામાં બે વખત