________________
૭૦૬
શારદા સરિતા
પ્રયાણ કરી રહ્યો હતો. પ્રયાણ કરતે કરતો કેટલાક દિવસે ગિરીથલ નામના નગરમાં પહોંચે. બંધુઓ હજુ ધનદેવના કેવા ગાઢ કર્મોને ઉદય છે, જ્યાં જાય છે ત્યાં કેવી મુશ્કેલીઓ ઉભી થાય છે, પિતે નિર્દોષ હોવા છતાં કેવી રીતે પકડાઈ જાય છે. હવે અહીં શું બન્યું.
આ ગીરીથલનગરમાં ચરોને ઉપદ્રવ ખૂબ વધી ગયા હતા. તે નગરમાં ચંડસેન રાજાને સર્વસાર નામને ભંડાર ચેરાઈ ગયો હતો. નગરલકે તથા ચેકીયાતે ચરોની તપાસ કરી રહ્યા હતા. ભવનમાર્ગોની અવરજવર બંધ કરી દીધી હતી, આવનારાઓની જડતી લેવાતી હતી. ધનદેવ અને રાજાના માણસે જેવા ત્યાં પહોંચ્યા કે તરત રાજાના માણસોએ તેમને પકડયા. ધનદેવે કહ્યું ભાઈ! અમે તે બહારથી ચાલ્યા આવીએ છીએ. તમારે કઈ જાતને ગુન્હ કર્યો નથી ને અમને શા માટે પકડ્યા? ત્યારે રાજપુરૂએ કહ્યું ભાઈ! તમે નિર્દોષ હશે તે ગભરાવાની કંઈ જરૂર નથી. અમારા મહારાજાને ભંડાર ચોરાયે છે એટલે અમે આ રીતે જે આવે છે તેની તપાસ કરીએ છીએ ને નિર્દોષ હોય તે છોડી દઈએ છીએ માટે તમે મૂંઝાશો નહિ એમ કહીને ધનદેવને તથા રાજપુરૂષને મહાજન પાસે લઈ ગયા.
મહાજને પૂછયું કે તમે ક્યાંથી આવે છે? ત્યારે કહે છે અને શ્રાવસ્તીનગરીથી આવીએ છીએ. ક્યાં જવાના છે? ત્યારે કહે છે સુશર્માનગર જઈએ છીએ ત્યારે રાજ્યાધિકારીઓએ કહ્યું તમારી પાસે કંઈ દ્રવ્ય કે દાગીના છે? ત્યારે ધનદેવે નિર્દોષભાવે કહ્યું હતું છે. તે અમને બતાવે. એટલે શ્રાવસ્તીના મહારાજાએ આપેલ અલંકાર બતાવ્યું. ભંડારીઓએ તરત ઓળખી નાંખ્યું ને કહ્યું કે આ આપણુ રાજાનું છે. પણ ઘણી વખત પહેલાં ગુમાયેલું છે. ઘણાં વર્ષો પહેલા આપણુ રાજાને ભંડાર ચેરાયો હતે તેમાં આ આભૂષણ ચેરાયું હતું. રાજાના માણસે કહે છે તમારી પાસે રાજાનું આ આભૂષણ છે માટે અમને તમારા ઉપર વહેમ આવે છે.
- રાજાના માણસે કહે છે તમે લોકે આ માટે પરિવાર લઈને ફરે છે. ને આવી મટી ચેરીઓ કરે છે. રાજાને ભંડાર લૂંટવામાં તમારે અંદરખાને હાથ લાગે છે. તે સમયે ધનદેવ કહે છે અમે ચોરી કરી નથી. તમે ગમે તેમ કહે. મને આ આભુષણ શ્રાવતી નગરીના વિચારધવલ મહારાજાએ ભેટ આપ્યું છે. અધિકારીઓ અને રાજા પાસે લઈ ગયા. રાજાએ પૂછયું-તેમને પણ ધનદેવે એ પ્રમાણે કહ્યું પણ રાજા મા નહિ. જ્યારે માણસના કર્મને ઉદય થાય છે ત્યારે સાચી વાત પણ મારી જાય છે. રાજાએ ધનદેવ તેમજ તેની સાથે રહેતા માણસની વાત જરા પણ ન માની અને તેમની પાસે જે કંઈ ધનમાલ હતું તેના ઉપર સીલ કરી દઈને તેમને પકડીને કેદખાનામાં પૂરી દેવામાં આવ્યા.