________________
૭૦૦
શારદા સરિતા કાળજું બળી જાય છે. રાજા પિતાના મહેલે પાછા ફર્યા. બપોરે રાજસભામાં ગુરૂ ધર્મચર્ચા કરવા પધારતાં હતા. રાજા વિચાર કરે છે આજે ગુરૂ પધારે એટલે વાત! માંગે તે રાજ્ય દઈ દઉં. પણ ભિક્ષાની ઝાળી તે છેડાવી દઉં. ગુજરાતના નાથના ગુરૂ ઘરઘરમાં બટકુ રેટી માટે ઝેબી લઈને ફરે તે કેમ સહેવાય! રાજસભાને સમય થયે. મેટા મોટા પંડિત આવી ગયા ને પોતપોતાના આસને બેસી ગયા. મહારાજા પણ વહેલા આવી ગયા. જાણે રાજા વિક્રમના નવરત્નને દરબાર ન હોય ! એવું દશ્ય લાગતું હતું. રાજગુરૂ હેમચંદ્રાચાર્ય પધાર્યા એટલે રાજા કુમારપાળ તથા પંડિત તેમજ સર્વ સભાજનેએ ગુરૂને વંદન કર્યા ને બોલ્યા:
ગુરૂ દીપક ગુરૂ દેવતા, ગુરૂ વિના ઘોર અંધાર,
જે ગુરૂવાણું વેગળા, તે રડવડીયા સંસાર.”
ગુરૂની સ્તુતિ કરીને સૈ બેઠા. દરરોજ કરતાં આજે ગુરૂને દેખાવ જુદે હતે. રેજ તે કંઈક ઠીક કપડા પહેરતા, પણ આજે તે જાડી અને બરછટ ખાદીના કપડા પહેર્યા હતા કે જેનાથી શરીર છેલાઈ જાય ને વજનમાં પણ ભારે હતા. આ જોઈ રાજા તે અડધા અડધા થઈ ગયા. તરત કાગળ મંગા ને કલમ લઈને લખ્યું કે,
આખું રાજ્ય ગુરૂદેવના ચરણમાં અર્પણ કરું છું ને ગુજરાતને ખજાને પણ આપને અર્પણ” ચિઠ્ઠી લખી ગુરૂજીની ઝેબીમાં નાંખી. ગુરૂજીએ ચિઠ્ઠી કાઢીને વાંચી ને હસ્યા, ને બોલ્યા હે રાજન!સની કાંચળીની જેમ રાજ્યના ત્યાગની તારી ભાવનાને ધન્યવાદ છે. પણ સાધુનો ખજાને ઘરઘરમાં ભરેલો છે. કારણકે સાધુ કેઈ એકના ગુરૂ નથી. લેકના ગુરૂ છે. રાજા કહે છે તે ગુરૂદેવ! આપ ઘર ઘરમાં ભિક્ષા લેવા જવાનું બંધ કરી દે. મારા રસોડમાં દરરોજ એક ટકે હજારે માણસે જમે છે તેમાં તમે કંઈ ભારે પડશે નહિ. ત્યારે ગુરૂ કહે છે: રાજન! એમ ત પાડોશી એટલે માટે શ્રીમંત છે ને મને કાલાવાલા કરે છે. એના ઘેરથી ભિક્ષા લઉં તે મને પૂરતી મળી જાય તેમ છે, પણ જૈન મુનિઓને એવી બૈચરી લેવી કલ્પતી નથી. જેન મુનિ કેવા હોય– સાંભળ.
ના સંગ્રહ એને કપડાને, ના બીજા દિવસનું ખાણું, ના પૈસા એની ઝાળીમાં, ના એના નામે નાણું ઓછામાં ઓછા સાધનમાં પણ સતેષ ધરી રહેનારા.આ છે...
સાધુને કઈ ગમે તેટલા કપડા વહેરાવે પણ એ તે જરૂરિયાતથી અધિક એક કપડું રાખે નહિ. સાધુને રાતી પાઈ પણ ખપતી નથી. કેઈને ત્યાં સાધુના નામનું ખાતું પણ ચાલતું નથી અને જેના નામના ખાતા ચાલતા હોય તે સાચે જેન મુનિ નથી. બને તેટલી ઓછી સામગ્રીથી પિતાને જીવનનિર્વાહ કરે છે. મુક્તિ મંઝીલે ચઢવા માટે જેટલા હળવા બનીશું તેટલું વધારે સારું છે વળી.