________________
*
૯૯૯
શારદા સરિતા છું એ કેમ ચાલે? એવું ઝનૂન ચઢયું કે બધું બળ એકત્રિત કરીને છલાંગ મારીને બહાર નીકળી ગયે, કેવું શૂરાતન આવ્યું ! એ રીતે સંયમમાર્ગમાં પણ કર્મશત્રુઓની સાથે ઝૂઝવા ખૂબ શૂરાતન કેળવવું પડશે. બાવીસ પરિસહ સમભાવથી સહન કરવા પડશે. ઉપસર્ગો આવશે ત્યારે જરાય આકુળ-વ્યાકૂળ નહિ થવાય. આ બધું માતાએ કહ્યું.
હવે જમાલિકુમાર કહે છે હે મોતા! તું સંયમને વિષે જે જે કઠીનાઈઓનું વર્ણન કરી રહી છું તે બધું કાયરને માટે છે. શુરવીરને માટે કોઈ કાર્ય કઠીન નથી. એવા દુઃખ નરક અને તિર્યંચ ગતિમાં અનંતીવાર સહન કર્યા. હવે તે સ્વર્ગને સુખની પણ મને ઈચ્છા નથી, બસ, હવે તો જલ્દી અહીંથી મોક્ષમાં જવું છે. હવે તે તું મને ગમે તેવા પ્રલોભન આપે તો પણ હું લલચાઉં તેમ નથી, સાધુના ચરણેમાં રાજાઓ રાજ્ય. સમર્પિત કરે છે તે પણ લલચાતા નથી કારણ કે આત્મિક સુખ આગળ ભૌતિક સુખ તુચ્છ છે. જેણે એક વખત છેડયું તેમાં પછી કેણુ લલચાય?
એક વખતના પ્રસંગમાં હેમચંદ્રાચાર્ય ગૌચરી માટે નીકળ્યા. ઉનાળાને ધોમધખતો તડકે છે. લોચ કરેલું ખુલ્લું માથું છે. પગે ડામ દેવાય તેવી ગરમી છે, છતાં આચાર્યશ્રી તો નિર્દોષ આહારની ગવેષણ કરવા ઘરઘરમાં ફરે છે. તેમના મુખ ઉપર જરાય ગ્લાનિ નથી આવતી. સાધુની ગૌચરી કેવી હોય તે તો તમે જાણે છે ને?
जहा दुम्मस्स पुप्फेसु, भमरो आवियइ रसं । न य पुप्फं किलामेइ सो य पीणेइ अप्पयं ॥
દશ. સૂ. અ. ૧, ગાથા ૨ હેમચંદ્રાચાર્ય ગુરૂ પણ ભ્રમરની જેમ ઘરઘરમાંથી નિર્દોષ આહારની ગવેષણ કરે છે. ખુલ્લા પગ અને ખુલ્લું માથું છે. આ સમયે ગુર્જરદેશના માલિક માલવદેશ ગુજરાતના તાબામાં હતું. આખું અજમેર જેની આજ્ઞામાં હતું. જેને ત્યાં હાથી ઘોડાને પાર ન હતો. લાવ-લશ્કરના સુમાર ન હતો. ખૂબ જબરો લડવૈયે હતું, જેણે યુદ્ધમાં ભલભલા બળવાન રાજાઓને પણ હરાવ્યા હતા. ન્યાય-નીતિથી રાજ્ય કરનારા હતા, પિતાના રાજ્યમાં હિંસા બંધ કરી હતી. આવા મહારાજા કુમારપાળે હાથી ઉપર બેઠા બેઠા જોયું કે મારા ગુરૂજી ઘરઘરમાં ભિક્ષા માગે? ખુલ્લા પગે ને ખુલ્લા માથે ગુર્જરદેશને પતિ જેને શિષ્ય છે એના ગુરૂ આમ શા માટે કરે? ગુર્જરદેશના રાજાએ વિચાર કર્યો કે ભેજનને આખો ભંડાર ગુરૂ સામે ખડો કરી દઉં! કિંમતી અને મૂલાયમ વચ્ચેના મોટા પટારા તેમની સામે મૂકી દઉં! ગુર્જરદેશના માલિકના ગુરૂ બટકું રેટી માટે ઘરઘરમાં ભીખ માંગે? એ તે મને લંછન છે.
ગુરૂ તો ધર્મલાભ આપતાં આગળ વધી રહ્યા છે. ખુલ્લા માથેથી પરસેવાના રેલા ઉતરે છે. પગમાં ફેલ્લા પડ્યા છે પણ પ્રસન્નતાથી ચાલ્યા જાય છે ને ગુર્જરપતિનું