________________
૬૯૬
શારદા સરિતા પડેલી કુંવરી એક પાટીયું હાથમાં આવી જવાથી બચી ગઈ છે ને તેના ભાગ્યથી ગામની બહાર મેઘવનમાં આવીને રેકાઈ છે.
આ સમાચાર સાંભળીને રાજા-શણી આદિ સમસ્ત પરિવારને ખૂબ આનંદ થયે. રાજા વિચાર કરે છે આ પુરૂષ પુણ્યવાન છે. એ હતો તે મારા કુંવરને મૃત્યુના મુખમાંથી બચાવ્યું અને જે કુંવરીને બબ્બે મહિનાથી પત્તો ન હતો. કુંવરીને મારી નાંખનારે આ પુરૂષ માન્યો હતો તેના બદલે કુંવરી જીવતી આવી છે એવા સમાચાર મળ્યા. હવે મહારાજા સહિત રાજકુટુંબ મેળવનમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૯ આસો સુદ ૩ ને શનિવાર
તા. ૨૯-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
શાસ્ત્રકાર ભગવંત જગતના જીના ઉદ્ધારને માટે ઉદૂષણ કરે છે કે કે ભવ્ય જી! આ સંસાર દુઃખને ભરેલો છે. સુખ જોઈતું હોય તે જીવનમાં ધર્મની જરૂરિયાત છે.
આજે ઘણા તર્કવાદીઓ ધર્મને નહિ માનનાર કહે છે કે અમને ધર્મ પ્રત્યક્ષ બતાવો તે અમે માનીએ કે ધર્મ છે. તે હું પૂછું છું કે તમે વૃક્ષને જુએ છે, તેના ફળ અને પાંદડાને દેખો છે એટલે માની લે છે ને કે વૃક્ષના મૂળીયા જમીનમાં દટાયેલા છે, ત્યાં એમ કહે છે કે અમને મૂળીયા કાઢીને બતાવે. ત્યાં વૃક્ષને જોઈને અનુમાનથી માને છે કે અંદર મૂળીયા સાબૂત છે તે વૃક્ષ ઉભું છે તેમ વર્તમાનમાં તમે જે સુખ સાહાબી પ્રત્યક્ષ પામ્યા છે તે પણ ધર્મને આભારી છે. ધર્મ ભલે પ્રત્યક્ષ દેખાતું નથી પણ તેનાં ફળ તે પ્રત્યક્ષ દેખાય છે. તમારી વર્તમાનકાળમાં જે પુન્નાઈ છે ને તમે જોગવી રહ્યા છે તે પૂર્વે આરાધેલા ધર્મનું શુભ ફળ છે. પુણ્ય છે ત્યાં સુધી આ સંસાર તમને સુખમય લાગશે. પુણ્ય ખલાસ થશે પછી કે લાગશે?
માનવીના શરીર ઉપર ચામડી મઢેલી છે એટલે સુંદર દેખાય છે. પણ એ ચામડી ન હોય તો કેવું બિહામણું લાગે? તેમ આ સંસાર ઉપર પણ પુણ્યની ચાદર અને માયાના પ્રપંચ ન હોય તે આ સંસાર એનાથી પણ વધુ બિહામણો લાગે તેવે છે. કેઈ ડોકટર ઓપરેશન કરે છે ત્યારે જે શરીરના ભાગમાં બગાડ થયે હેય તે ભાગને ચીરી નાંખે છે. તે વખતે અંદર રહેલા માંસના લોચાને જોઈને કેવી સૂગ ચઢે છે? અગર કોઈ માણસ કે પશુને એકસીડન્ટ થઈ ગયો હોય છે ત્યારે તેના શરીરમાંથી માંસના લોચા બહાર નીકળી જાય છે તે જોઈને કેવી કંપારી છૂટે છે! અરિસામાં પિતાને