________________
શારદા સરિતા
પરીક્ષા કરવા નૌકા નદીમાં ડૂબાડી દીધી. ખૂબ રાહ જોયા પછી નૌકા ન આવવાથી કૃષ્ણ વાસુદેવ જાતે ગંગા નદી તરવા લાગ્યા. બે બે ભુજાથી તરતાં તરતાં મધ્યભાગે આવ્યા ત્યારે થાકી ગયા. વાસુદેવનું બળ હતું. આ બળવાન પુરૂષ થાકી ગયા ત્યારે દેવીએ એમને નદીની મધ્યમાં બંગલે બનાવી વિસામો કરાવ્યું. ને કૃષ્ણ વાસુદેવ ગંગા નદી તરી ગયા. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે મેટી નદી અને સમુદ્રને તો સહેલ છે પણ સંસાર સમુદ્રને તરવો મહામુશ્કેલ છે.
સંસારસમુદ્રને તરવા માટે જમાલિકુમાર દુષ્કર એવો સંયમ સ્વીકારવા તૈયાર થયા છે. તે રીતે દરેક જીવને એક વખત તે સંયમ અંગીકાર કરવો પડશે. એક વખત અંતરમાં અભિલાષા જાગવી જોઈએ. ગઈ કાલે પણ કહ્યું હતું કે ધરતીમાં દટાયેલા બીજને અભિલાષા જાગી કે મારે બહાર નીકળવું છે તો બહાર નીકળે છૂટકે કરે છે તેમ અહીં બેઠેલામાંથી કોઈને ભાવના જાગે કે મારે સંસારના બંધન હવે ના જોઈએ. સંસારનાં સ્વાંગ ઘણું સજ્યા, હવે ત્યાગના અલંકારથી આત્માને સજાવે છે. તે તમે જરૂર સંયમ સ્વીકારી શકે, પણ હજુ તેની ઝંખના જાગતી નથી.
એક વખત એક શિષ્યને ઝંખના થઈ. તેણે એના ગુરૂને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ! fi મૂવળાટ મૂi eત? લોકો શરીરને સુંદર બનાવવા દાગીના પહેરે છે તે મારે પણ એક દાગીને પહેરે છે. તે આપ મને એ સરસ અને સુંદર દાગીને બતાવે કે જે દાગીના પહેરું તો હું શેભી ઉઠું. પણ એ દાગીને એ હવે જોઈએ કે જેને ચેર ચેરી શકે નહિ, અગ્નિમાં બળે નહિ ને ભાગીદાર તેમાં ભાગ પડાવી શકે નહિ. એ દાગીના પહેર્યા પછી કદી ઉતારવો પડે નહિ એ દાગીનો કયાંથી લાવવો? એ દાગીને પહેરવો ખૂબ કઠીન છે. પણ ગુરૂએ જાણ્યું કે મારા શિષ્યના અંતરમાં ઉત્કૃષ્ટ ઝંખના જાગી છે. જેને ઝંખના જાગે તેને બેડો પાર થયા વિના રહેતો નથી. સમ્યકત્વ એટલે આત્માની ઝંખના. હું કેણ છું? મારું સ્વરૂપ શું છે? આવી જેને ઝંખના જાગે તેને બેડો પાર થવાને. સમ્યગદષ્ટિ જીવને સાત-આઠ ભવતે બહુ વધારે થઈ પડે છે.
ગુરૂએ શિષ્યને કહ્યું- તું કહે છે તે દાગીને તે છે. એ દાગીને ભરત ચક્રવર્તિએ પહેર્યો હતે. મહાસતી સીતાએ, સતી મદનરેખાએ પહેર્યો હતો. એ દાગીને કર્યો હશે? શું બાજુબંધ હીરાનો હાર, ઘડિયાળ, વીંટી કે ચેઈન ? શું હશે ? શિષ્ય પૂછયું ત્યારે ગુરૂએ કહ્યું ના. એ એક પણ દાગીને ન હતે. શિષ્ય પૂછયું ત્યારે કે અલંકાર આત્માને શોભાવે તેવો છે? ત્યારે ગુરૂએ કહ્યું એ દાગીને શીયળને છે. જે શીયળને દાગીને પહેરે છે તેને દેવે અને મહાન પુરૂષે પણ જુએ છે. આ શીયળ રૂપી દાગીના પહેરીને આપણું ભારતમાં ઘણાં સ્ત્રી-પુરૂષે પોતાના દેહ અને આત્માને