________________
૬૬૮
શારદા સરિતા સરાણે ચઢાવે, પણ સુવર્ણ જેમ જેમ તપે તેમ તેનું તેજ વધે છે. હીરે જેમ જેમ ઘસાય તેમ તેનું લાઈટ બહાર આવે છે, માટીને ગોળો જેમ અગ્નિમાં તપે છે તેમ તે મજબૂત બને છે તેમ સાચા વૈરાગીની જેમ જેમ કસોટી થાય છે તેમ તેમ તે મજબૂત થાય છે પણ ઢીલું પડતું નથી.
સાધુની જેમ જેમ કસોટી થાય છે તેમ તેમ તેને આનંદ વધે છે. ચામડી ઉતરાઈ, ખેપરમાં અંગારા મૂકાયા, શરીરે વાધબી વીંટાઈ ગઈ ને ચીચેડામાં પલાઈ ગયા. એમના જીવન તે ઘણી વાર સાંભળ્યા. એ મહાન પુરૂષે સહેજ પણ ડગ્યા છે? આવેલા કમેં જોગવતા મુખ ઉપર કેટલી પ્રસન્નતા હતી. સાધુને બિમારી આવે તો પણ આનંદ હેય. આજે રેગ સહન કરવાની તાકાત નથી માટે અમારે દવા લેવી પડે છે. બાકી જે સહન કરવાની તાકાત હોય તે બધા કર્મો ખપી જાય ને કર્મના દેણુ ચૂકવાઈ જાય પણ એ સમભાવ કેળવ મહાન મુશ્કેલ છે. સંયમમાર્ગમાં સહનશક્તિ કેળવવી જોઈએ. જે સહનશકિત ન હોય તે પળેપળે દુઃખ પામે છે. માટે કહે છે મીણનાં દાંતે લોખંડના ચણા ચાવવા જેવું ચારિત્ર દુષ્કર છે. વાયા વસ્ત્ર નિસાર, જેમ વેળુ રેતીના કેળિયા નિસ્સાર એટલે સ્વાદરહિત છે તેમ હે પુત્ર! સંયમમાર્ગ વેળુના કેળિયા જે સ્વાદરહિત છે.
જેને આત્મા જાગે છે, દરેક પદાથે પ્રત્યેથી આસક્તિભાવ ઉઠી ગયું છે તેને મન આ તમને સરસ લાગતો સંસાર નીરસ લાગે છે. તે જગતના એકેક પદાર્થોમાં અસારતાનું દર્શન કરે છે. એને કંઈ મુશ્કેલ લાગતું નથી. જમાલિકુમાર તે માતાનું વકતવ્ય સાંભળ્યા કરે છે. હજુ આગળ કહે છે. ITI વા મહાનવી વડિય મળવાઈ महासमुद्दो वा भूयाहि दुत्तरो :
ગંગા-સિંધુ જેવી મહાન નદી તરીને સામે કિનારે જવું મહામુશ્કેલ છે. વળી બે ભુજાથી મેટ સમુદ્ર તરવો મુશ્કેલ છે. તેમ સંયમમાર્ગમાં વિચરવું મુશ્કેલ છે, તેમ છતાં દેવની સહાયથી ગંગા જેવી મહાનદીના સામે કિનારે જઈ શકાય ને સમુદ્ર પણ ઉલ્લંઘી શકાય. પણ સંયમમાર્ગમાં કેધ-માન-માયાદિ કષાયોનો ઉપશમ, ક્ષય ન થાય ત્યાં સુધી અનિષ્ટ સંયોગોમાં આર્તધ્યાન, કેધાદિ કષાયે ઉત્પન્ન થાય છે ને ઈષ્ટ સોની પ્રાપ્તિમાં હર્ષ થાય છે તે સમયે કર્મ બંધાય છે. આ રીતે સંસારની પરંપરા ચાલે છે ને જીવ સંસારસમુદ્રના મેજા અને વમળમાં ડુબે છે પણ સમુદ્રને પાર પામી શકતું નથી.
દ્રવ્યસમુદ્ર તરવા માટે પણ કેટલું બળ જોઈએ છે. જયારે પદ્દમેતેર રાજા દ્રૌપદીને અમરકંકામાં ઉઠાવી ગયા ત્યારે દ્રૌપદીને લેવા પાંચ પાંડવો ને છ કૃષ્ણજી ગયા. ત્યારે નૌકામાં કૃષ્ણજીએ પહેલા પાંડેને મોકલી દીધા. પાછળથી કૃષ્ણના બળની