________________
૩૦
શારદા સરિતા
બે મોટર ને આપણે ઘેર કંઈ નહિ. ત્યારે કહે કે એને ઘેર તે બે મોટર છે અને આપણે તે જેટલી લાલ બસો દોડે છે ને બધી આપણી છે. શા માટે એમ માને છે કે આપણે મેટર નથી! પણ આ સ્ત્રી સમજતી નથી. કહે કે તમારા દવાખાનામાં તે ભિખારા ભરાય છે. તું જે કહે તે ભલે કહે. હું તો સેવા કરવાનો છું. શા માટે અંતરાય કરી પાપ બાંધે છે. આ રીતે ખૂબ શિખામણ આવે છે. આ કારણે ડોકટરના ઘરમાં કકળાટ ઊભું થયું. દિવસો ચાલ્યા જાય છે. એક વખત ડોકટરની કસોટીને પ્રસંગ આવ્યો. ડોકટરના બાબાની વર્ષગાંઠ છે. ઘેર પાટ ગોઠવી છે. સગાસબંધીને આમંત્રણ આપ્યું છે. ત્યાં એક ગરીબ માણસ આવ્યું. ડોકટરને હાથ જોડીને આજીજી કરવા લાગે સાહેબ! જલદી ચાલે. મારે એકને એક દીકરે ધનુ બીમાર થઈ ગયો છે. આપના ઉપર મને પૂર્ણ શ્રદ્ધા છે. તમે એક પડીકી આપ ને સારું થઈ જાય છે. હેકટરે બેગ ઉપાડી પણ શ્રીમતીજી આડા ફરી વળ્યા. ક્યાં જાવ છો? બાબાની વર્ષગાંઠ છે. અને બધા આવશે. ત્યાં જવાથી બે દેકડા પણ મળવાની આશા નથી. ડોકટર કહે એ ગમે તે હોય પણ માશથી એનું દુઃખ જોયું જતું નથી. હું તે આ ચાલે. ડોકટર ગયા દર્દીને તપાસીને દવા આપી પણ સારું ન લાગવાથી કલાક વીતી ગયા સહેજ બેલત થયે પછી ડૉકટર ઘેર આવ્યા. ઘેર પાટી હતી પણ શ્રીમતીજી રીસાઈ ગયા. ડોકટરે ખબ સમજાવી તું શા માટે આમ કરે છે? સમજે તો પુત્રની વર્ષગાંઠ ઉજવી ક્યારે કહેવાય કે કેઈના આત્માને શાંતિ પમાડીએ! વિચાર કર કે તારે પુત્ર માં થાય તે તને કેવું દુઃખ થાય. તેમ તેના માટે માન ! એને કેટલે આનંદ થયે ! આમ? દિવસો વિતવા લાગ્યા. પાછા ફરીને એક દિવસ એ પ્રસંગ ઊભો થયે કે ડોકટરને માથું દુખતું હતું. રાત્રે મેડી ઉપર સૂતા હતા. પત્ની નીચે બારણું બંધ કરવા આવી ત્યાં એક ગરીબ ચીંથરેહાલ માણસ આવીને કહે છેઃ ડેકટર સાહેબ છે? જલદી બોલાવે મારે પરણેલે દીકરો બીમાર પડે છે. છ મહિના પરણ્યા થયા છે. બીજા ડોકટરોએ હાથ ખંખેરી નાંખ્યા છે. સાહેબના ઉપર મને શ્રદ્ધા છે. બાઈ કહે છે ડોકટર બહાર ગામ ગયા છે. પેલો માણસ કાળા પાણીએ રડતો ઘેર જાય છે ને સરનામું આપતો જાય છે. પત્ની સૂઈ ગઈ. રાત્રે બાર વાગ્યા ને ઉકાર સાંભળ્યા. પત્ની ઊઠીને જુએ તે બાબેને બેબી બંનેના શરીર તાવથી ધીખતા હતા. પત્ની ડોકટરને કહે છે. જલદી ઊઠે. બાબો ને બેબી બંનેને સખત તાવ ચઢયે છે. ડેકટર ઊઠયા, ટમેન્ટ શરૂ કરી. પિતા મૂક્યાં, ઘણું ઈલાજ કર્યા. પઢિયાના ચાર વાગ્યા પણ બેમાંથી એકનેય તાવ નર્મલ થતો નથી. ડોકટર મૂંઝાયા. પત્નીને કહે છે હું મારા મિત્ર અશકને બેલાવું. પત્ની કહે છે તમે અશાકને બોલાવે કે ગમે તેમ કરો પણ બાળકને તાવ નહિ ઊતરે તમે જલદી હાથમાં બેગ લે. ડોકટર કહે છે કેમ ? બેગ લઈને ક્યાં જાઉં? તો કહે સ્વામીનાથ! મેં ભયંકર ભૂલ કરી છે. મને મારી ભૂલનું ફળ મળી ગયું છે. રાત્રે હું હું ઉપર આવી