________________
શારદા સરિતા
“વત્સસ્તન ભવસંતતિ સનિ બદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીરજાજામ, આક્રાન્ત લેક મલિની લમશેષમાશુ, સુયશુભિન્નમિવ શાર્વર મન્ધકારમ”
ભક્તામર સ્તોત્ર શ્લેક-૭ હે ભગવંત! જે શુદ્ધભાવથી એકાગ્રચિતે તારા નામનું સ્મરણ કરવામાં આવે તે ક્ષણવારમાં પાપકર્મની ભેખડે તૂટી જાય છે. જેમ ભયંકરમાં ભયંકર અંધકાર સૂર્યને ઉદય થતાં નષ્ટ થઈ જાય છે તેમ તારા નામસ્મરણથી માનવીને અજ્ઞાનરૂપ અધંકાર નષ્ટ થઈ જાય છે. નવકારમંત્રમાં કેટલી તાકાત છે પણ શ્રદ્ધાનું દેવાળું છે. ભગવાનના નામસ્મરણ ઉપરથી શ્રદ્ધા ચાલી ગઈ છે. પણ જુઓ આ છોકરો નવકારમંત્રનું સ્મરણ કરી માતાના શરીરે હાથ ફેરવવા લાગ્યો. એ જાપ કર્યો કે માતાને રેગ ચાલ્યા ગયા. માતા સ્વસ્થ બની ગઈ. દીકરાને માથે હાથ ફેરવીને કહે છે ધન્ય છે દીકરા ! દીકરા હે તે આવા હેજે. દીકરો કહે છે માતા કષ્ટ વેઠજે પણ મારે ડોકટર થવું છે. માતા કાળી મજૂરી કરી દીકરાને ભણાવે છે. દીકરો ખંતથી ભણે છે. છેવટે ડોકટર બને છે. અત્યાર સુધી ગરીબ હતો એટલે કેઈ પૂછતું ન હતું. પણ હવે ડૉકટર બન્યા એટલે એની વેલ્યુ વધી. અત્યાર સુધી ભણવા માટે પૈસા નહોતા ત્યારે કેઈ સગું ન થયું. હવે પૈસા આપવા લાગ્યા. આજે મા-આપને કે મુરતિયે ગમે છે ! ઘણીવાર પેપરમાં ફેટે હોય ને નીચે લખ્યું હોય કે ફલાણાભાઈના ચિરંજીવી અમેરિકાથી ભણીને આવે છે અને ટૂંક સમયમાં રોકાઈને પાછા ફરશે. આ શા માટે આપે છે? સમજાણું?
હવે સદ્દગુણી છોકરો ડૉકટર બન્યું. એક સદગુણી કન્યા સાથે એના લગ્ન થયો. દવાખાનું ખેલ્યું. ડોકટર જે ગરીબ હોય તેની એક પાઈ પણ લેતા નથી. મધ્યમ પાસેથી અડધી ફી લે છે અને સુખી હોય તેની પાસેથી પ્રમાણિકપણે જે રીતે લેવાય તે રીતે ફી લે છે. પત્ની ખૂબ સારી છે. પણ ડોકટર મફત સેવા કરે છે તે તેને ગમતું નથી. ક્યારેક ડોકટરને કહે તમે આ રીતે બધાની સેવા કર્યા કરશે તો આપણે ક્યારે ઊંચા આવીશું? ડોકટર કહે, ભલે આપણે વૈભવથી ઉંચા નથી આવ્યા પણ સેવાની સુવાસ કેવી ફેલાય છે. અને સેવા કરવી એ માનવ માત્રની ફરજ છે. વળી માતાની શિખામણ છે કે દીકરા! તારું ગમે તે થાય પણ તું જીવનમાંથી દયાને દેશવટે આપીશ નહિ. જે દિવસે તારા દિલમાંથી દયાને દેશનિકાલ થાય ત્યારે સમજી લેજે કે તું દુઃખી થઈ જઈશ. માતાને પણ સંતોષ છે કે દીકરે બે હતો તેવું પાળે છે.
પત્નીને છેકટર ખૂબ સમજાવે છે પણ કેઈને ઘેર ગાડી--મોટર દેખે એટલે મનમાં થાય કે મારે ઘેર આવું નહિ. ડોકટરને કહે કે જુઓ, તમારે મિત્ર રમેશને ઘેર