________________
શારદા સરિતા
તેના અંતરમાં એ વિચારો ચાલતા હતા કે મારે મારા ગુરૂદેવને કેવી રીતે સમજાવવા? એ ગુરૂદેવને મારા ઉપર મહાન ઉપકાર છે. એ મને મળ્યા ન હતા તે મારો ઉદ્ધાર કયાંથી થાત? ધર્મના અમૂલ્ય તો મને કોણ સમજાવત? મારાથી ગુરૂને કહેવાય નહિ. તેમના અવર્ણવાદ બોલાય નહિ. પણ આ એમના સંચમરત્ન ઉપર પરિગ્રહના મેહને પડદો પડે છે તેને કોઈ પણ રીતે દૂર તો કરવો જોઈએ, તો જ હું તેમના ઉપકારનો બદલો વાળી શકું. પણ એ ગુરૂને સમજાવવા કેવી રીતે? એને ઉપાય શોધતો હતે પણ કઈ રીતે ઉપાય જડતો ન હતો. આ કેઈ સામાન્ય વ્યક્તિને સમજાવવાની ન હતી. આ તો જમ્બર શકિતધારી સમર્થ પુરૂષને સમજાવવાના હતા. સમર્થ પુરૂષને સમજાવવા માટે ઉપાય પણ સમર્થ જોઈએ ને? જે જે તે ઉપાય હોય તો અર્થને બદલે અનર્થ થઈ જાય.
ગુરૂની ખામી જોઈ ગયો હતો પણ એણે ગુરૂ ઉપરથી બહુ માનભાવ એ છે કર્યું ન હતું. દરરોજ ગુરૂ પાસે આવે, વંદણ કરીને શાતા પૂછે, સામાયિક આદિ બધું કરતો કારણ કે એ સમજતો હતું કે મારે જે કાર્ય કરવું છે તે પ્રેમથી થશે. ષથી કે તિરસ્કારથી નહિ બને. પ્રેમ પ્રેમ પ્રગટાવશે ને તિરસ્કાર તિરસ્કાર પ્રગટાવશે. એટલે રત્નાકરસૂરિને એમ ન લાગે કે સુધન મારા સંયમ પ્રત્યે શંકાશીલ છે. દિવસ ઉપર દિવસો પસાર થતા હતા પણ એને યોગ્ય ઉપાય જડત ન હતો. પિતે એમ કહેવા જાય કે આપ આપની પાસે રને રાખો છો? તો એ ગુરૂને અવિનય લાગતું હતું અગર શિષ્યને કહું તે શિષ્યોમાં ગુરૂની અપભાંજના થાય માટે કોઈ જાણે નહિ ને મારા ગુરૂ રત્નનો મેહ છોડી દે એવો ઉપાય છે . જો કે શાસ્ત્રને એ લેક મળી જાય કે જેમાં પરિગ્રહની ઝાટકણી હોય એ લેક લઈને એનો અર્થ એમની પાસે કરાવવા જાઉં ને એ શબ્દો એમના અંતરને સ્પર્શી જાય ને પરિગ્રહ પ્રત્યે ધૃણા જાગે ને પરિગ્રહને ફગાવી દે તો કામ થઈ જાય. પણ એ શ્લોક કયાંથી મળે છે જેનાથી આ આચાર્યશ્રીની આંખ ખુલી જાય. હજાર કલાકે કંઠસ્થ કરી જનાર અને તેને અર્થ લેકોને સમજાવનાર આચાર્યશ્રીને એક શ્લેકમા સમજાવી દેવા એ કામ સહેલ નથી. છતાં સુધનને શ્રદ્ધા હતી કે મને જરૂર સફળતા મળશે. એ શ્રદ્ધાથી ગ્રંથના પાના ઉથલાવી રહ્યો હતો. જે લેકને શોધવા સુધન ઘણું દિવસથી મથી રહ્યો હતો તે એક દિવસ શાસ્ત્રવાંચનના મહાસાગરમાંથી મળી ગયો. ચાર લીટીને ક હતું પણ એમાં ચાર હજાર લીટીના ભાવભર્યા હતા. એક ઉપદેશ ગ્રંથને એ ક હતું. “ઉપદેશમાળા” એ ગ્રંથનું નામ હતું. સુધને નક્કી કર્યું કે આ લેક લઈને ગુરૂદેવ પાસે જઈને તેનો અર્થ પૂછો. હવે સુધન ઉપાશ્રયે આવ્યા ત્યારે ગુરૂ એકલા બેઠા હતાં ને પિતાના રત્ન ગણતા હતા, જ્યારે શિવે પિતાની જગ્યાએ