SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૫૯ જમાલિકુમારની માતા એમ કહે છે હું દીકરા ! સંયમ પાળવા તે કંઈ સહેલા નથી. તારી કેમળ કાયા સયમના વિષમ દુઃખેા કેમ વેઠી શકશે ? ત્યાં કેટલી સાવધાની રાખવી પડશે ? જેમ સર્પ દરમાં પ્રવેશ કરે છે ત્યારે કેટલી સાવધાની રાખે છે? કારણ કે સર્પનું શરીર સુવાળુ રેશમ જેવુ હાય છે. ને દૂર ખરબચડું ને કાંટા-કાંકરાવાળું હાય છે. તે દૂરમાં પ્રવેશ કરતી વખતે સર્પ જે સાવધાની ન રાખે તે એના શરીરે ઉઝરડા ભરાય. કાંટા-કાંકરા વાગે અને લેાહી નીકળે છે તેમ જો તું પણ સયમ લઇને સાવધાની નહિ રાખે તેા તારા આત્માનું અહિત થશે. માટે ખૂબ વિચાર કરજે. જુએ, જમાલિકુમારની માતા તેની કેવી કસે ટી કરે છે. અહીં તે માતા એના પુત્રની સેાટી કરે છે. આગળના સમયમાં શ્રાવકે સાધુની પરીક્ષા કરતા હતા, કારણ શ્રાવક સાધુના અમ્માપિયા છે. વખત આવે સાધુની ભૂલ થાય તે શ્રાવકા સમજાવીને ઠેકાણે લાવતા હતા ને ભૂલમાં પેાતાનુ ભાન ભૂલેલા સતે પણ પેાતાની ભૂલને ભૂલ સમજી છોડી દેતા હતા ને હૃદયના પશ્ચાતાપ પૂર્વક પેાતાની ભૂલને એકરાર કરતા હતા. ગમે તેવા વિદ્વાન સાધુ કેમ ન હાય! પણ પેાતાની ભૂલનુ' જગત સમક્ષ પ્રશ્નન કરતા હતા. આપણે રત્નાકર પચ્ચીસી ગાઇએ છીએ. તેની રચના કેમ થઈ છે? એક રત્નાકરસૂરિ મહારાજે આખી રત્નાકર પચ્ચીસીમાં પેાતાની ભૂલને પદ્મતાપ કર્યા છે. રત્નાકરસુરિ મહારાજે પચ્ચીસી કેમ રચી છે તે સાંભળેા. આત્માના પશ્ચાતાપ - રત્નાકરસુરિ મહારાજ ખૂબ જ્ઞાની અને પ્રખર વિદ્વાન હતા. એમના ત્યાગ ને તપ ઉચ્ચ કેટીનેા હતા. તેમની વાણીમાં અપૂર્વ એજસ હતુ. તેઓ જ્યારે પાટે બેસીને વ્યાખ્યાન વાંચતા ત્યારે તેમની ઉપર સાક્ષાત સરસ્વતી દેવી બિરાજમાન થતી ન હેાય તેવા જનસમુદાય ઉપર પ્રભાવ પડતા હતા. એમની વાણીમાં એવી તાકાત હતી કે પથ્થર પણ પીગળીને પાણી ખની જતા. ગુજરાતના રાયખડ વડલી ગામમાં તે પધાર્યા હતા. તેમની વાણીને પ્રવાહ એવા વહેતા હતા કે લેાકેાના અંતરને સ્પશી જતા. કઇંક માણસા વૈરાગ્ય પામી ગયા ને કઈંક વ્રતધારી શ્રાવકે બની ગયા. સુધન નામના એક શ્રાવક ધંધુકાના રહીશ હતા. રૂના વહેપાર કરવા માટે સીઝનમાં મે મહિના રાયખડ વડલીમાં આવીને રહેતા ને ત્યાં ધમધેકાર વહેપાર કરતા. એક દિવસ એ પણુ રત્નાકરસૂરિ મહારાજનું પ્રવચન સાંભળવા આવ્યેા. સાંભળીને એને લાગ્યું કે સંસારમાં છે શું? સ ંસારના ખારા સાગર તરફે વહી જતા જીવનપ્રવાહને પલટાવી દીધા. શત-દિવસ બજારમાં રખડનારા સુધન કલાક બે કલાક પણ મજારમાં દેખાતા ન હતા. દુનિયાના વહેવાર તરફ એને તિરસ્કાર છૂટયા હતા ને ધર્મના વહેવાર એને એથી અધિક વ્હાલેા લાગ્યા હતા. સુધનના હૈયાનાં સીતાર ઉપર ધર્મનું સૂરીલુ સંગીત વહેતુ મૂકનાર ખીજું કાઈ ન હતું, પણ એ તરૂણ અધ્યાત્મયાગી રત્નાકરસૂરિ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy