SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ શારદા સરિતા લાગ્યું છે. આ જગાએ તમે હૈ। ને તમારી માતા તમને આવા શબ્દો કહેતી હાત તે શું કરત? આવા દૃઢ વૈરાગી રહી શકે? તમે તેા ઢીલા પડી જાવ. ઠીક, આ સુખા મળ્યા છે તેા ભાગવી લઈએ પછી નિરાંતે દીક્ષા લઈશું, પણ તમને ખમર છે કે મારૂ આયુષ્ય આટલા વર્ષનું છે. ઘણાં એમ કહે છે કે મહાવીર પ્રભુએ ગર્ભમાંથી નિર્ણય ક હતા કે મારા માતા-પિતાની હયાતિ હાય ત્યાં સુધી મારે દીક્ષા લેવી નહિ. માતાપિતાને દુઃખ થાય તેવું મારે કરવું નહિ, તે પછી અમારે અમારા માતા-પિતાને દુ:ખ થાય તેવું શા માટે કરવું? તે હું તમને પૂછું છું કે મહાવીર પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે ત્રણ જ્ઞાન સાથે લઈને આવ્યા હતા તે તમે કેટલા જ્ઞાન સાથે લઈને આવ્યા છે? એ તા જાણતા હતા કે મારૂં આયુષ્ય આટલુ છે પણ તમને ખબર છે કે તમારૂં આયુષ્ય કેટલુ છે? જરા સમજો. ભગવાને તે આપણને અમૂલ્ય મેધપાઠ આપ્યા છે. ચાવીસ તીર્થંકરા થઈ ગયા. એ બધાની અપેક્ષાએ મહાવીર પ્રભુ આપણા પરમ ઉપકારી છે. જેમના શાસનની પ્રાપ્તિના પ્રભાવે આપણને આત્મકલ્યાણની સાધનાના અનુપમ ચૈાગ મળ્યા છે. આજે આ ભરતક્ષેત્રમાં તીર્થંકર પ્રભુને વિરહ કાળ છે. કેવલી ભગવાન તથા મનપવજ્ઞાની પણ આજે નથી. જંબુસ્વામી મેાક્ષે ગયા પછી દેશ ખેલ વિચ્છેદ ગયા છે. કાળદોષના પ્રભાવે આજે આ ભરતક્ષેત્રમાંથી સીધી મેક્ષપ્રાપ્તિ થતી નથી. અવસર્પિણી કાળ અને તેને પાંચમા આરા એટલે દિવસે દિવસે નિળ બુદ્ધિ ખળના, આત્મકલ્યાણની પવિત્ર ભાવનાને, આયુષ્ય વિગેરેના ક્રમે ક્રમે ઘટાડ થતા જાય છે અને તેમાં પણ છેલ્લા ૨૦-૨૫ વર્ષમાં તે! જાણે એકદમ પરિવર્તીન થઈ ગયું છે. આજથી પચાસ વર્ષ અગાઉ આપણા સમાજમાં કે દેશમાં જે ધભાવના દેખાતી હતી તે આજે અંતરના રંગથી રંગાયેલી ધર્મભાવના જોવા મળતી નથી. નાના મેાટાની મર્યાદા, વિનયવિવેકાદિ ધર્મની પ્રાથમિક ભૂમિકાઓનુ જે સુ ંદર દર્શન થતું હતુ તેમાં આજે ખૂમ એટ આવી ગઈ છે. શ્રદ્ધા, સંયમ અને સટ્ટાચારને ત્રિવેણીસંગમ આપણા ભારત દેશમાં પ્રત્યક્ષ અનુભવમાં આવતા. જેના પ્રતાપે શાંતિ અને સુખની અનુકૂળતા ઘણું કરીને જોવા મળતી. તેના સ્થાને આજે અશ્રદ્ધા–અસંયમ અને દુરાચારનુ જોર વધુ ફેલાતા સમગ્ર દેશમાં દુઃખનું વાતાવરણ વ્યાપક ખની ગયું છે અને છપ્પનીયા જેવા દુષ્કાળમાં જે માંઘવારી ન હતી તેથી પણ વધુ મેઘવારી આજે વધી ગઇ છે. આવા વિષમકાળમાં પણ આપણા કોઈ પ્રમળ પુણ્યયેાગે થેડી ઘણી પણ- આત્મકલ્યાણની સાધના થાય છે એ પ્રભાવ શ્રમણ ભગવાન મહાવીરના શાસનના છે. જૈન શાસન મળ્યાની સાર્થકતા કયારે? આત્મપ્રદેશમાં ભાવથી એ પવિત્ર શાસનના પરિણમન થાય, અનંતઢાળની વિભાવ-દેશા ઘટે ને સ્વભાવદશા પ્રગટે તેા જૈન શાસન મળ્યું તેની સફળતા છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy